Browse Results

Showing 501 through 525 of 581 results

Shri Swami Ramdas (Kanhangad-Kerala)

by Shri Maganlal Pandya

શ્રી સ્વામી રામદાસ (કનહનગઢ-કેરાલા) એ નવજીવન દ્વારા પ્રકાશિત સંતવાણી ગ્રંથાવલિનું સોળમું પુસ્તક છે. સંતવાણી ગ્રંથાવલિ એ ભારતના મહાનુભાવોના જીવન અને વિચારને વાચક સુધી પહોંચાડવાનો નવજીવન ટ્રસ્ટનો નમ્ર પ્રયાસ છે.

Ganit class 5 - GSTB: ગણિત ધોરણ ૫ - જીએસટીબી

by Mr Kalpesh Akhani Mrigesh Parekh

NCERT, નવી દિલ્લી દ્વારા પ્રકાશિત ધોરણ 5 ના ગણિત વિષયના પાઠ્યપુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ અહી આપેલ છે.

Shreyarthini Sadhana

by Narhari Dwarakadas Parikh

"મરહૂમ કિશોરલાલભાઈ મરનારાંની પાછળ તેમનાં સ્મારકો, જીવનચરિત્રો વગેરે કરવાની વિરુદ્ધ હતા. મરણ પૂર્વે થોડાં વર્ષ અગાઉ ‘મરણવિધિ’ નામના એમના એક લેખે જબ્બર પ્રસિદ્ધિ મેળવેલી. પણ એમના અવસાન પછી આ જીવનચરિત્ર લખાવા અંગેની ચર્ચામાં એક શ્રદ્ધેય મુરબ્બીની દલીલે ચુસ્ત વલણવાળા મિત્રોને નિરુત્તર કર્યા?: ‘પોતાના દેશકાળ અને સમકાલીન સમાજને પોતાના પ્રખર વિચારબળ, અવિરત કર્મયોગ અને નિર્મળ ચારિત્ર્યગુણોથી પ્રભાવિત કરનાર વ્યક્તિઓ અને વિભૂતિઓનાં જીવનચરિત્રો ન લખવાં તો શું વ્યસની, દુરાચારી, સટોડિયા, કાળાબજારિયા કે સિનેમા સ્ટારનાં જ ચરિત્રો લખીલખાવીને પ્રજાને ઉચે ચડાવવાની આશા રાખવી?” આ પછી સ્વર્ગસ્થના નિકટતમ મિત્ર અને જીવનભરના સાથી શ્રી નરહરિભાઈએ આ ચરિત્ર લખવાનું માથે લીધું. ... *** આ ગ્રંથરૂપે શ્રી નરહરિભાઈએ કરેલા ચરિત્રનિરૂપણ વિશે તેમ જ તેની રચના વિશે લખવાની ધૃષ્ટતા ન કરું. એમના જેવા સમત્વશીલ અને નિકટતમ સાથીએ જાતે અપંગ છતાં અત્યંત પ્રેમ અને ભાવથી આવડો પરિશ્રમ ખેડીને આ ચરિત્ર લખવાનું માથે લીધું અને શુષ્ક લેખાતા વિષયોની રજૂઆતમાં પણ classic (ક્લાસિક)નો દરજ્જો પામેલી એમની અનેક ગ્રંથરચનાઓમાં એક નિર્મળ શાંત classic (ક્લાસિક)નો ઉમેરો કર્યો એથી વધુ અનુરૂપ અને સોહામણું બીજું શું હોઈ શકે? જે યોગ્યતાપૂર્વક કિશોરલાલભાઈએ ગાંધીજીની પાછળ ‘હરિજન’ પત્રોનું સંપાદન કર્યું તે જ યોગ્યતાપૂર્વક નરહરિભાઈએ ચરિત્રગ્રંથનું નિર્માણ કર્યું છે. —સ્વામી આનંદ"

Gandhijina Sahsadhko

by Nilam Parikh

આ પુસ્તકનું નામ ‘ગાંધીજીના સહસાધકો’ એવું રાખ્યું છે. એમાં બે અર્થ અભિપ્રેત છે. પહેલું એ કે ગાંધીજીનું જીવન એ એક સાધના હતું. એ તો નિર્વિવાદ છે. આના સમર્થનમાં ગાંધીજીનાં લખાણોમાંથી ઘણાં પ્રમાણો મળી રહે છે. બીજું, આશ્રમજીવન એ એમની જીવનસાધનાનું અનોખું સાધન હતું.

Gandhijinu Khovayelu Dhan: Harilal Gandhi

by Nilam Parikh

જેમના વિશે કલાકૃતિઓ તૈયાર થઈ હોય એવી વ્યકિતઓ પ્રત્યે ઊંચા આદર અને સન્માન ધરાવનારી બધી વ્યક્તિઓ અને સંસ્થાઓનો એ ધર્મ બની રહે છે કે તેઓ આદરણીય વ્યક્તિઓ અંગેની જે કાંઈ નાનીમોટી બધી જ હકીકતો કે અન્ય સાહિત્ય ઉપલબ્ધ હોય અને હજી સુધી પ્રકાશમાં ન આવ્યાં હોય તેને લોકો સમક્ષ રજૂ કરે જેથી તે આદરણીય વ્યક્તિઓનાં થતાં ભૂલભરેલાં ચિત્રણ અને તેને કારણે થતા અન્યાય સામે ઢાલ બની રહે. આ ભાવનાથી દોરાઈને આ વિચારને અમલમાં મૂકવા આ પુસ્તક પ્રગટ કરવાનું નક્કી કર્યું.

Jya Raho Tya Mahekta Raho

by Nilam Parikh

પ્રત્યેક જમાનાને એક ટેવ હોય છે. વીતી જવાની. અને વીતી ગયા પછી પોતીકી સુગંધ છોડતાં જવાની. આવી યુગસુગંધ અને ધૂપસુગંધનું નામ ‘ગાંધી’ છે. એ સુગંધના નશામાં અમારું બાળપણ વીત્યું છે. થોડીક ગાંધીસુગંધ અમારા ઘરમાં હતી થોડીક ફળિયામાં હતી થોડીક દેશમાં હતી. સાપ ગયા પછી રહી ગયેલા લિસોટામાં માંડ બચેલી ચાપુચપટી સ્મરણ-સજકણની આ વાત છે.

Amara Baa

by Vanmala Parikh Shusila Nayyar

Book about our mother

Madhrate Aazadi

by Gopaldas Pate

દેશ આઝાદ થવાની તૈયારીમાં હતો ત્યારની વર્ષ 1947ની—સ્વાતંત્ર્ય ચળવળ અને લૉર્ડ માઉન્ટબૅટનની ભારતના ગવર્નરજનરલ તરીકેની વરણીથી લઈને ગાંધીજીના અંતિમ સંસ્કાર સુધીના ખાસ્સા સંઘર્ષ પીડા—કરુણામય સમયને આવરીને બે ફ્રેન્ચ લેખકો લૅરી કોલિન્સ અને ડૉમિનિક લાપિયેરે લખેલા અંગ્રેજી પુસ્તક ‘ફ્રીડમ ઍટ મિડનાઇટ’નો ગોપાલદાસ પટેલે કરેલો સંક્ષિપ્ત અનુવાદ છે. હિંદુસ્તાનના ભાગલા, સ્વતંત્ર અને સાર્વભૌમ ભારત રાષ્ટ્રનો જન્મ અને ગાંધીજીની હત્યા સંબંધે સરેરાશ ભારતવાસીમાં જે માહિતી-સમજણ પ્રવર્તે છે, તેમાં ખાસ્સા સુધારાનો અવકાશ ધરાવતું આ પુસ્તક નવી પેઢી માટે ઇતિહાસને ખુલ્લા મને જોવા સમજવા માટેની દૃષ્ટિ ખીલવનારું બની રહેશે.

Bhugol class 11 - GSTB: ભૂગોળ ધોરણ ૧૧ - જીએસટીબી

by Dr Shri Vishnubhai B. Patel Shri Ghanshyambhai K. Shri Fateh Singh K. Chaudhary S Chaudhary

આ ધોરણ ૧૧ના ભૂગોળ વિષય નું પાઠ્યપુસ્તક છે જેમાં ૧૭ પ્રકરણ આપેલ છે.

Asha Ane Dhiraj

by Gopaldas Patel

અદ્ભુત રોમાંચક કથા તરીકે, (મૂળ ફ્રેંચ) નવલકથા ‘કાઉન્ટ ઑફ મોન્ટે-ક્રિસ્ટો’એ લાખો લોકોને રસમાં તરબોળ કર્યા છે અને હજુ પણ કરે છે. માનવહૃદયની બે મોટી લાગણીઓ—પોતાને કરવામાં આવેલા નુકસાનનો બદલો લેવો, અને તે માટે જોઈતી સાધનસામગ્રી મેળવવા મથવું,—એ બેને કલ્પનાનો છૂટો દોર આપીને આ કથાનો મશહૂર ફ્રેંચ લેખક ડૂમા એવો તો રસ-વમળ ચગાવે છે, કે જે વાચકને બીજો વિચાર કરવાની તક આપ્યા વિના સીધો પોતાની અંદર ખેંચી લે છે.

Kranti ke Utkranti

by Gopaldas Patel

ફ્રેંચ ક્રાંતિએ ઘણી જૂની સડેલી વસ્તુઓ મિટાવી દીધી; પણ વેર-ઈર્ષ્યામાંથી પ્રગટેલા તેના જુવાળમાં સામાન્ય માનવતાના કેટલાક સામાજિક સદઅંશોનો પણ ધ્વંસ થશે કે શું, એવો ભય સમકાલીનોને તેમ જ પછીના વિચારકોને લાગ્યો હતો. વિકટર હયુગોએ, 'ક્રાંતિ બસ નથી, તેનું લક્ષ્ય ઉત્ક્રાંતિ હોવું જોઈએ,' – એ મુદ્દા ઉપર જ આ રોમાંચક નવલકથા લખી છે. એ ઉત્ક્રાંતિનો તાંતણો ક્રાંતિના ઘમસાણમાંથી આગળ તારવી આપવા નવલકથાનો નાયક – બત્રીસલક્ષણો ગોવેં – આત્મબલિદાન આપે છે

Rajyashastra class 11 - GSTB: રાજયશાસ્ત્ર ધોરણ ૧૧ - જીએસટીબી

by Shri Patel Hema Jikadra Gajendra Shukla Baldev Agaja Pvt. Patel

રાજયશાસ્ત્રને આપણે સામાજિક શાસ્ત્રો પૈકીના એક શાસ્ત્ર તરીકે ઓળખાવી શકીએ. સમાજનો અભ્યાસ કરનારાં વિવિધ શાસ્ત્રો જેવાં કે, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, માનસશાસ્ત્ર, ઇતિહાસ વગેરેની જેમ રાજ્યશાસ્ત્ર પણ આવું જ એક શાસ્ત્ર છે, ઓ બધાં સામાજિક શાસ્ત્રો મનુષ્યના સમાજ જીવનના કોઈ ને કોઈ પાસાને સ્પર્શે છે. તેથી જ તો તે સામાજિક શાસ્ત્રો કહેવાય છે, સમાજજીવનનાં જુદાં-જુદાં પાસાંનો વિશિષ્ટ અને સમગ્રતયા અભ્યાસ કરનારાં આ શાસ્ત્રોમાં રાજ્યશાત્રે આગવું સ્થાન ધરાવે છે, અંગ્રેજી ભાષામાં રાજ્યશાસ્ત્રને પોલિટિકલ સાયન્સ (Political Science) કહેવામાં આવે છે, પોલિટિકલ શબ્દ ગ્રીક ભાષાના ‘પોલિટી’શબ્દ પરથી ઉતરી આવ્યો છે, ગ્રીક લોકો પોતાના નગર અથવા શહેરને ‘પોલિટી’કહેતાં. આથી રાજ્યશાસ્ત્ર એટલે નગરજીવનની ચર્ચા કરતું શાસ્ત્ર એમ માનવામાં આવતું હતું. એ વખતે નગરરાજજ્યો હતાં, આજે એવાં નગરરાજ્ય રહ્યાં નથી અને તેનું સ્થાન નાનાં-મોટાં વિશાળ રાજ્યોએ લીધું છે તેમ કહી શકાય. પ્રસ્તુત પાઠ્યપુસ્તક માં 10 પાઠ આપેલ છે

Jeevanshikshan November - 2020: જીવનશિક્ષણ નવેમ્બર – ૨૦૨૦

by V. Patel Mr Yogesh K. Patel Dr Ct Tundia Shri Kalpesh Patel Dr Balwant Tejani Shri Pragya Radadia Dr B. P. Chaudhary Shri Sanjay Thacker Mr Hiren Vyas

જીવનશિક્ષણ સપ્ટેમ્બર નવેમ્બર – ૨૦૨૦

Gypsyni Diary

by Narendra Phanse

યુદ્ધ એ ‘યુદ્ધ માટેની કળા’ જ છે. બધી જ કળાઓની જેમ યુદ્ધકળામાં પણ વિવિધ પ્રકારના પ્રવાહોનો સમાવેશ થાય છે. તેમાં માનસશાસ્ત્ર, ભૂગોળ, પૃથ્વીનો કુશળતાપૂર્વક ઉપયોગ, આક્રમણ, સંરક્ષણ, શારીરિક અને માનસિક કઠોરતા, ચિંતનશક્તિ, દૂરદર્શિતા, શિસ્ત, હુકમનો આદર, વિવિધ હથિયારોનો અને સરસરંજામોનો ઉપયોગ, ઉપરી તેમજ નીચેના અધિકારીઓ તરફની વફાદારી અને નેતાગીરી (leadership) જેવા પ્રકારો હોય છે. આ બધા પ્રકારના ગુણોની પ્રાપ્તિથી જ સંરક્ષણના ઉમદા અધિકારીનું ઘડતર થાય છે. આ ગુણો દરેક હરોળમાં કાયમી હોય છે. જેમ જેમ વ્યક્તિ અધિકારીની શ્રેણીની નિસરણીમાં પ્રગતિ કરતી જાય છે તેમ તેમ એનામાં પરિપક્વતા આવતી જાય છે.

Navchetan Andhjan Mandal Samachar: નવચેતન અંધજન મંડળ સમાચાર

by Dipika Pindoriya Maru Jalpa Bharti Chavda Jogal Dilip Charvi Bhatt

આ મુખપત્ર શ્રી નવચેતન અંધજન મંડળ દ્વારા ચાલતી દિવ્યાંગ વિકાસની પ્રવૃત્તિઓ અને કાર્યનું પ્રતિબિંબ છે.

No Return Suspense Thriller Novel in Gujarati : નો રીટન પ્રવિણ પીઠડિયા

by Pravin Pithadiya

ભારતનાં પૂર્વોત્તર રાજ્ય સિક્કિમની સરહદે પથરાયેલી કંચનજંઘા પર્વતમાળાઓ ની તળેટીમાં ખેલાતી એક ભિષણ જીવલેણ જંગ એટલે " નો રીટર્ન ". સદીઓથી એ પર્વતમાળા પોતાની અંદર એક રહસ્ય છૂપાવીને બેઠી છે...એક ખતરનાક સત્ય તેની અંદર ઢબૂરાઇને પડયું હતું. એ સત્યને ઉજાગર કરે છે " નો રીટર્ન ". અમિત...એક સિધો-સાદો સરળ યુવક અચાનક એક અકસ્માતનો ભોગ બને છે. સાવ સામાન્ય જણાતો એ અકસ્માત તેનાં જીવનમાં ભયાનક ઝંઝાવાત લઈને આવે છે. અકસ્માતના કારણે શરૂ થાય છે ભયાનક સ્વપ્નો નો સિલસિલો. છ- છ મહિનાઓ સુધી જ્યારે એ બિહામણા સ્વપ્નો તેનો કેડો મુકતા નથી ત્યારે તે એ સ્વપ્નો ની ગૂથ્થી ઉકેલવા નિકળી પડે છે...અને પછી સર્જાય છે પળેપળ રોમાંચક ઘટનાઓની હારમાળા...જેનું અનુસંધાન જોડાય છે એક પછી એક રહસ્યનાં તાણાવાણા ગૂંથતી આ કથામાં જોડાય છે ખૂનખાર પાત્રોની શૃંખલા. એક નાનકડી ચિંગારી બહું મોટી ભયાનક આંધી ને જન્મ આપે છે. હવે પછી શું થશે એ પ્રશ્નનો ઉત્તર મેળવવાની જિજ્ઞાસા તમને આ કહાનીનું એક પછી એક પાનું ઉથલાવવા મજબૂર કરી દેશે.

Shri Punit Maharaj

by Pra Jaykrushna N Trivedi

શ્રી પુનિત મહારાજ એ નવજીવન દ્વારા પ્રકાશિત સંતવાણી ગ્રંથાવલિનું પચ્ચીસ પુસ્તક છે. સંતવાણી ગ્રંથાવલિ એ ભારતના મહાનુભાવોના જીવન અને વિચારને વાચક સુધી પહોંચાડવાનો નવજીવન ટ્રસ્ટનો નમ્ર પ્રયાસ છે.

Meera

by Hansha Pradeep

આ પુસ્તક દુનિયાના મુખ્ય મુખ્ય ધર્મોની બોધકથાઓ તોમ જ ધર્મગુરુઓ અને પયગંબરોનાં જીવનની સાચી ઘટનાઓને રજૂ કરતી સચિત્ર પુસ્તિકાઓ પ્રસિદ્ધ કરવાની યોજનાના ભાગ રૂપે હિંદુસ્તાની સાહિત્ય સભા અને નવજીવન ટ્રસ્ટે પ્રસિદ્ધ કરેલ ‘સહુને માટે સાહિત્ય’નો એક ભાગ છે. નવું વાંચતા સીખેલા આબાલવૃદ્ધ સહુ કોઈને આ પુસ્તિકાઓ વાંચવી ગમશે એવી અમને આશા છે. મુખ્ય હેતુ બાળકોમાં વિશ્વના પ્રાચીન વારસા અને જીવન મૂલ્યો સ્થાપિત થાય તે છે.આ વાતો ની રજૂઆતની ખૂબી એ છે કે તેમાં સીધો ઉપદેશ ક્યાંય નથી. જીવનના વ્યવહાર અને અનુભવોને વણી લેતી આ વાતો સહુ કોઈને સરળતાથી સમજાય અને યાદ રહી જાય તેવી છે. એટલે જ આ શ્રેણીને ‘સહુને માટે સાહિત્ય’નું નામ આપ્યુ છે.

Navchetan Andhjan Mandal Samachar: નવચેતન અંધજન મંડળ સમાચાર (જુલાઈ-ઓક્ટોબર 2020)

by Laljibhai Prajapati Damjibhai Oza Maru Jalpa Bharti Chavda Charvi Bhatt

નવચેતન અંધજન મંડળ સમાચાર માસ – જુલાઈ, ઓગસ્ટ,સેપ્ટેમ્બર,ઓક્ટોબર 2020

Gujrati Sahitya Madhyakal Semester 3 - Kutch University Guidebook: ગુજરાતી સાહિત્ય મધ્યકાળ સેમિસ્ટર 3 - કચ્છ યુનિવર્સિટી ગાઈડબુક

by Parikh Zala Prakashan

આ પુસ્તક ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના જૂન: 2016 - 17 થી અમલમાં આવેલા નવા અભ્યાસક્રમ (CBCS) અનુસાર પ્રથમ વર્ષ બી.એ. ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે

Okhaharana

by Mahakavi Premanand

મહાકવિ પ્રેમાંનદ કૃત ઓખાહરણની શરૂઆત ગણેશ સ્તુતિથી થાય છે અને ત્યાર પછી કુલ ૯૩ કડવામાં કથા વહેંચાયેલી છે. બાણાસુરનો મદ ભાંગે છે, કૃષ્ણ શિવ વચ્ચે સૂલેહ થાય છે અને ઓખા-અનિરુદ્ધ ગૃહસંસાર માંડે છે. આ બધું કવિ પ્રેમાનંદની કાવ્યાત્મક આખ્યાન શૈલીમાં અહીં વાંચવા મળશે. અને અંતે, હરણ (અપહરણ) તો અનિરુદ્ધનું થયું છતાં કહેવાયું ઓખાહરણ !

Annadata Suyya

by Priyadarshi

આ પુસ્તક દુનિયાના મુખ્ય મુખ્ય ધર્મોની બોધકથાઓ તોમ જ ધર્મગુરુઓ અને પયગંબરોનાં જીવનની સાચી ઘટનાઓને રજૂ કરતી સચિત્ર પુસ્તિકાઓ પ્રસિદ્ધ કરવાની યોજનાના ભાગ રૂપે હિંદુસ્તાની સાહિત્ય સભા અને નવજીવન ટ્રસ્ટે પ્રસિદ્ધ કરેલ ‘સહુને માટે સાહિત્ય’નો એક ભાગ છે. નવું વાંચતા સીખેલા આબાલવૃદ્ધ સહુ કોઈને આ પુસ્તિકાઓ વાંચવી ગમશે એવી અમને આશા છે. મુખ્ય હેતુ બાળકોમાં વિશ્વના પ્રાચીન વારસા અને જીવન મૂલ્યો સ્થાપિત થાય તે છે.આ વાતો ની રજૂઆતની ખૂબી એ છે કે તેમાં સીધો ઉપદેશ ક્યાંય નથી. જીવનના વ્યવહાર અને અનુભવોને વણી લેતી આ વાતો સહુ કોઈને સરળતાથી સમજાય અને યાદ રહી જાય તેવી છે. એટલે જ આ શ્રેણીને ‘સહુને માટે સાહિત્ય’નું નામ આપ્યુ છે.

Divyangoni Duniya: દિવ્યાંગોની દુનિયા

by Prof. Dr. Ashwin Jansari

આ પુસ્તક નો હેતુ દિવ્યાંગ બાળકો અને વ્યક્તિઓની મુશ્કેલીઓ અને સમસ્યાઓ અંગે જાણકારી મેળવવાનો છે. તેઓ કેવી રીતે સમાયોજન મેળવી શકે, વિવિધ યોજનાઓ અને અન્ય બાબતો અંગેના લેખો દ્વારા જાણવા મળે છે.

Jeevan Shikshan - March 2021: જીવનશિક્ષણ – માર્ચ 2021

by Rajkot Dr. B. P. Chaudhary Patan Shri S Radadia

જીવનશિક્ષણ માર્ચ 2021

Refine Search

Showing 501 through 525 of 581 results