Browse Results

Showing 551 through 575 of 581 results

Pratikran (Sanxipt): પ્રતિક્રમણ (સંક્ષિપ્ત)

by Dada Bhagwan

પોતાની ઈચ્છા ન હોવા છતાં દરેક મનુષ્ય ભૂલો કરે છે. લોકો પોતાની ભૂલોમાં સપડાય છે અને સતત ભોગવટામાં રહે છે. તેમને એનાથી મુક્ત થવાની, આંતરશાંતિ મેળવવાની, અને મુક્તિના રસ્તે આગળ વધવાની અંતરથી ઈચ્છા હોય છે. તીર્થંકરો અને જ્ઞાનીઓએ આ જગતને આવા દુઃખો માંથી છૂટવાનું એકમાત્ર સાધન (શસ્ત્ર) આપ્યું છે, અને તે સાધન (શસ્ત્ર) એટલે આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન (આલોચના – પોતાની ભૂલોની કબુલાત કરવી; પ્રતિક્રમણ – ભૂલોની માફી માગવી; અને પ્રત્યાખ્યાન – ભૂલો ફરી નહિ કરવાનો દ્રઢ નિશ્ચય). અસંખ્ય લોકો એ આ સાધન (શસ્ત્ર)થી નફરત અને વેરભાવના વિશાળ વટવૃક્ષના મૂળ નો નાશ કરી મુક્તિરૂપી સંપતિ મેળવી છે. જ્ઞાની પુરુષ, દાદા ભગવાને પોતાની વાણી વડે પ્રતિક્રમણનું આ વિજ્ઞાન જેમ છે તેમ ખુલ્લું કર્યું છે. તેમના કહેલા શબ્દો આ અને બીજા ઘણા પુસ્તકો માં જોવા મળશે; સત્ય અને મુક્તિના આકાંક્ષી માટે આ શબ્દો અમુલ્ય પુરવાર થશે.

Prem: પ્રેમ

by Dada Bhagwan

પ્રેમથી આખી જિંદગીમાં પત્ની અને સંતાનોની ભૂલ ક્યારેય પણ નહિ દેખાય. પ્રેમમાં કોઈ ભૂલો દેખાતી જ નથી. લોકો એકબીજાની ભૂલો કેમ જુએ છે તે જુઓ, ‘તું આવો છે’ ‘ના, તું આવો છે.’ જગતે પ્રેમનો એક અંશ પણ જોયો નથી. આ બધું મોહ અને આસક્તિ છે. શુદ્ધ પ્રેમ વધતો કે ઘટતો નથી. શુદ્ધ પ્રેમ બિનશરતી હોય છે. પ્રેમમાં કોઈ અપેક્ષા નથી હોતી. પ્રેમ ક્યારેય કોઈ અપેક્ષા રાખતો નથી. જગતના વ્યવહારમાં, ફક્ત પ્રેમ જ બાળકો, કામદારો અને બીજા બધાને જીતી શકે છે. બીજા બધા ઉપાયો અંતે નિરર્થક પુરવાર થશે. તમે છોડ ઉગાડો છો, તેને પણ તમારે પ્રેમથી સિંચન કરવું પડે છે. ફક્ત પાણી નાખીને તેની પર બુમો પાડવાથી નહિ ચાલે. જો પ્રેમથી ઉછેરવામાં આવે, તેની સાથે પ્રેમથી વાતો કરવામાં આવે, તો તે તમને મોટા સુંદર ફૂલો આપશે! તો અનુમાન કરો, મનુષ્યો પર આ પ્રેમ કેટલી મોટી અસર કરી શકે!. જગતે અગાઉ ક્યારેય જોયો, સાંભળ્યો, માન્યો કે અનુભવ્યો નથી તેવો પરમ પ્રેમ આપણે જોઈતો હોય તો પ્રેમની જીવતી મૂર્તિ એવા જ્ઞાની પુરુષની ભક્તિ કરવી જોઈએ. તમારા જીવન ને પ્રેમ અને સુખથી ભરી દેવા વાંચો....

Vani Vyavahar (Sanxipt): વાણી વ્યવહાર (સંક્ષિપ્ત)

by Dada Bhagwan

શબ્દો પૈસા સમાન છે.એક એક ગણીને પૈસાની જેમ તેનો ઉપયોગ કરો. પરમ પૂજ્ય દાદાશ્રી વાણીને લગતા મૂળભૂત અને સુક્ષ્મ સિદ્ધાંતોની ઊંડી સમજ આપે છે. આપણા મિત્રો અને કુટુંબીજનો સાથેની આપણી વાણી કેમ શુદ્ધ કરવી કે જેથી કોઈને દુઃખ ન થાય, તેના વ્યવહારુ ઉકેલો તેઓ આપે છે. પરમ પૂજ્ય દાદાશ્રી કુશળતાથી, જુદા જુદા દાખલાઓ સાથે એવી આપે છે જેથી વાચકને એવું લાગે છે મારા જ જીવનની વાતો છે. તેમના ઉકેલો સીધા હ્રદયને સ્પર્શે છે અને મુક્તિ ભણી લઇ જાય છે. પરમ પૂજ્ય દાદાશ્રીએ વાણીનું ખરું સ્વરૂપ ખુલ્લું કર્યું છે. વાણી જડ છે. તે એક રેકોર્ડ છે. જયારે તમે ટેપ વગાડો છો ત્યારે તે ટેપ પહેલાં રેકોર્ડ કરેલી હોવી જોઈએ, ખરું ને? તેવી જ રીતે, તમારી આખી જિંદગીની વાણીની ટેપ ગયા ભવમાં રેકોર્ડ થયેલી છે અને આ ભવ માં તે ફક્ત વાગી રહી છે. જેમ રેકોર્ડ ઉપર પીન મુકતાં તે વાગવા માંડે છે, તેવી જ રીતે જેવા સંજોગો ભેગા થશે કે તેવી તમારી વાણીની રેકોર્ડ વાગવા માંડશે. વાણીનું વિજ્ઞાન સમજવા માટે આગળ વાંચો....

Aptavani-14 Part-3: આપ્તવાણી શ્રેણી-૧૪ ભાગ-૩

by Dada Bhagwan

આપ્તવાણી ૧૪, ભાગ ૩ માં પ્રકાશિત પ્રશ્નોત્તરી સત્સંગમાં પરમ પૂજ્ય દાદાશ્રી આત્મજ્ઞાનથી લઈને કેવળજ્ઞાન દશા સુધી પહોંચવા માટેની બધી સમજણ ખુલ્લી કરે છે. ખંડ ૧ માં આત્માના સ્વરૂપો રીઅલી, રીલેટીવલી, સંસાર વ્યવહારમાં દરેક રીતે, કર્મ બાંધતી વખતે, કર્મફળ ભોગવતી વખતે અને પોતે મૂળ સ્વરૂપે કોણ છે, એમ અસ્તિત્વના સ્વરૂપો જે જ્ઞાની પુરુષના શ્રીમુખે બોલાયા છે, એના વિગતવાર ફોડ પ્રાપ્ત થાય છે. પ્રતિષ્ઠિત આત્મા, વ્યવહાર આત્મા, પાવર ચેતન, મિશ્રચેતન, નિશ્ચેતન ચેતન અને મિકેનીકલ ચેતનની જ્ઞાનીની દ્રષ્ટિમાં જે યથાર્થ સમજણ છે તે શબ્દોના માધ્યમથી પરમ પૂજ્ય દાદાશ્રીની વાણી દ્વારા પ્રાપ્ત થાય છે. ખંડ ૨ માં જ્ઞાન સ્વરૂપની સમજણ, સ્વરૂપના અજ્ઞાનથી લઈને કેવળજ્ઞાન સુધીના પ્રકારો તેમજ જ્ઞાન-દર્શનના વિવિધ પ્રકારોની વિસ્તૃત સમજણ પ્રાપ્ત થાય છે. અજ્ઞાનમાં કુમતિ, કુશ્રુત, કુઅવધિ તથા જ્ઞાનમાં શ્રુતજ્ઞાન, મતિજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવ જ્ઞાન અને કેવળ જ્ઞાન એમ પાંચ વિભાગ તેમજ દર્શનમાં ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવળ દર્શન વગેરેના આધ્યાત્મિક ફોડ પ્રાપ્ત થાય છે.

Aptavani-14 Part-4: આપ્તવાણી શ્રેણી-૧૪ ભાગ-૪

by Dada Bhagwan

આ આપ્તવાણીમાં પરમ પૂજ્ય દાદાશ્રીએ અનુભવેલા આત્માના ગુણધર્મો અને સ્વભાવનું વર્ણન છે. થિયરેટિકલ અને એટલું જ પ્રેક્ટિકલ રીતે, એ ગુણને ઉપયોગમાં પોતે કેવી રીતે લઈ શક્યા, એમને એ વર્ત્યું છે અને આપણને પણ એને ઉપયોગમાં લઈ આત્મામાં આવી જવાની અદભુત સમજ આપી શક્યા. અને એ ગુણ ઉપયોગમાં લઈ સંસારી પરિસ્થિતિઓમાં વીતરાગતા કેવી રીતે રાખી શકાય, તેવી વાતો સિદ્ધ સ્તુતિના ચેપ્ટરમાં આપણને પ્રાપ્ત થાય છે તથા લૌકિક માન્યતાઓ સામે વાસ્તવિકતા શું છે ? તેમ જ માન્યતાઓની વિવિધ દશાઓમાં આ ગુણ-સ્વભાવ કેવી રીતે ઉપયોગમાં લેવાય ? જ્ઞાની પુરુષને આવા ગુણ-સ્વભાવ કેવી રીતે યથાર્થપણે વર્તે છે ? અને એથી આગળ તીર્થંકર સાહેબોને સર્વોચ્ચ દશામાં કેવું વર્તતું હશે ? એ બધી વાતો દાદા શ્રીમુખે નીકળી છે, તે સર્વ અત્રે સમાવિષ્ટ થઈ છે.

Guru Shishya: ગુરુ શિષ્ય

by Dada Bhagwan

જગત માં કેટલાય જુદા જુદા સંબંધો છે, જેમ કે પિતા-પુત્ર, માતા-પુત્ર અથવા પુત્રી, પતિ-પત્ની વગેરે., અને જગત માં ગુરૂ-શિષ્ય જેવા નાજુક સંબંધો પણ હોય છે. આ એવો સંબંધ છે જેમાં ગુરૂ ને સમર્પણ કર્યા પછી શિષ્ય આખી જીન્દગી નિષ્ઠાપૂર્વક તેમને વળગી રહે છે, અને તેમના પ્રત્યે પોતાનો પરમ વિનય વધારતો રહે છે, તે ગુરૂ ની આજ્ઞા માં રહે છે અને વિશેષ પ્રકારની પરમ આધ્યાત્મિક સિદ્ધિ મેળવે છે. આ પુસ્તક માં આદર્શ ગુરૂ અને આદર્શ શિષ્ય કેવા હોવા જોઈએ તેનું સુંદર વર્ણન કરવા માં આવ્યું છે. વર્તમાનમાં ગુરુ વિષે ઘણી જુદી જુદી માન્યતાઓ પ્રચલિત છે તેથી લોકો સાચા ગુરુને કેવી રીતે શોધવા ? તેના ગૂંચવાડામાં પડી જાય છે.આ વિષય પર ગુંચવતા પ્રશ્નો, પરમ પૂજ્ય દાદાશ્રી (આધ્યાત્મિક વિજ્ઞાની) ને પૂછવામાં આવ્યા છે. અને તેમને પ્રશ્નકર્તાને સંતોષ થાય ત્યાં સુધી આ પ્રશ્નોનાં જવાબ આપ્યા છે. સામાન્ય રીતે લોકો ગુરૂ, સતગુરુ (સંત) અને જ્ઞાની ને સરખા ગણે છે, જયારે આ પુસ્તક માં પરમ પૂજ્ય દાદાશ્રી ત્રણે વચ્ચે નો સ્પષ્ટ તફાવત બતાવે છે. બન્ને ગુરૂ અને શિષ્ય મુક્તિ ના માર્ગ પર આગળ વધે તે ધ્યેય અને દ્રષ્ટિ થી પરમ પૂજ્ય દાદાશ્રી જ્ઞાની પદ માં રહી ગુરૂ શિષ્ય ના સંબંધો ની જુદી જુદી દ્રષ્ટિ થી સમજણ આપે છે.

Sahajata: સહજતા

by Dada Bhagwan

મોક્ષ કોને કહેવાય? પોતાના શુદ્ધાત્મા પદને પ્રાપ્ત કરવું તે. – જે કુદરતી રીતે સ્વાભાવિક છે- જે સહજ છે. જો કે કર્મબંધનનાં અને અજ્ઞાનતાના કારણે આપણને આપણા શુધ્ધ સ્વરૂપનું ભાન નથી – જે સ્વભાવથી જ સહજ છે - શુદ્ધાત્મા છે. તો સહજતા કેવીરીતે પ્રાપ્ત કરવી ? જ્ઞાની પુરુષ પાસે તેનો ઉપાય છે અને આવા મહાન જ્ઞાની પુરુષ, દાદાશ્રીએ આપણને સહજતા પ્રાપ્ત કરવાની ચાવીઓ આપી છે. તેમણે આપણને પોતાના શુદ્ધ સ્વરૂપનો પરિચય કરાવ્યો(આત્મજ્ઞાન આપ્યું). મૂળ આત્મા તો સહજ છે, શુદ્ધ જ છે. લોકો ઈમોશનલ(ચંચળ/અસહજ) બને છે કારણકે તેઓ વિચાર, વાણી અને વર્તન (મન-વચન-કાયા) સાથે તન્મયાકાર થઈ જાય છે. તેને જુદાં રાખવાથી અને તેના જ્ઞાતા-દ્રષ્ટા રહેવાથી તમે સહજતા પ્રાપ્ત કરી શકશો. એકવાર જ્ઞાન પ્રાપ્ત કર્યા (જ્ઞાનવિધિ દ્વારા) પછી પોતાનો શુદ્ધાત્મા(જે સહજ છે અને રહેશે) જાગૃત થાય છે. પછી મન-બુદ્ધિ-અહંકાર-શરીરની સહજ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે દાદાશ્રીએ પાંચ આજ્ઞાઓ આપી છે. પ્રસ્તુત પુસ્તકમાં દાદાશ્રીએ સહજતાનો અર્થ, સહજ સ્થિતિમાં વિક્ષેપનાં કારણો અમે જ્ઞાતા-દ્રષ્ટા રહીને સહજતા કેવીરીતે પ્રાપ્ત કરવી આ બધાનું સંપૂર્ણ વિજ્ઞાન આપ્યું છે. આ પુસ્તકનું વાંચન અવશ્ય આપણને સહજ સ્વરૂપ બનાવશે અને શાંતિપૂર્ણ જીવન તરફ દોરી જશે.

Aatm Sakshatkar: આત્મસાક્ષાત્કાર

by Dada Bhagwan

જીવ માત્ર શું ખોળે છે ? આનંદ ખોળે છે, પણ ઘડીવાર આનંદ મળતો નથી. લગ્નમાં જાય કે નાટકમાં જાય, પણ વળી પાછું દુઃખ આવે છે. જે સુખ પછી દુઃખ આવે એને સુખ કહેવાય જ કેમ ? એ તો મૂર્છાનો આનંદ કહેવાય. સુખ તો ‘પરમેનન્ટ’ હોય. આ તો ‘ટેમ્પરરી’ સુખ છે ને પાછું કલ્પિત છે, માનેલું છે. દરેક આત્મા શું ખોળે છે ? કાયમનું સુખ, શાશ્વત સુખ ખોળે છે. તે ‘આમાંથી આવશે. આ લઉં. આમ કરું, બંગલો બંધાવું તો સુખ આવશે, ગાડી લઉં તો સુખ આવશે.’ એમ કર્યા કરે છે પણ કશું આવતું નથી. ઊલટો વધારે ને વધારે જંજાળોમાં ગૂંચાય છે. સુખ પોતાની મહીં જ છે, આત્મામાં જ છે. એટલે આત્મા પ્રાપ્ત કરે તો (સનાતન) સુખ જ પ્રાપ્ત થાય.

Aptavani-14 Part-5: આપ્તવાણી શ્રેણી-૧૪ ભાગ-૫

by Dada Bhagwan

આ આપ્તવાણીમાં આત્માના સ્વરૂપ વિશે સૈદ્ધાંતિક વાતોને સંકલન કરવાનો પ્રયાસ થયો છે. જેમાં કેવળજ્ઞાન સ્વરૂપ, ચૈતન્યઘન સ્વરૂપ, વિજ્ઞાન સ્વરૂપ, સચ્ચિદાનંદ સ્વરૂપ, પ્રકાશ સ્વરૂપ, અવ્યાબાધ સ્વરૂપ, ટંકોત્કીર્ણ, અરીસા જેવો, અનંત પ્રદેશી, અરૂપી-અમૂર્ત, સૂક્ષ્મતમ, સિદ્ધ ભગવાન, મોક્ષ આદિ અનેક ફોડ પાડ્યા છે.પરમ પૂજ્ય દાદાશ્રીએ સત્સંગમાં પ્રદાન કરેલી આવી વિવિધ સમજને યથાયોગ્ય સંકલન કરી આ પુસ્તકમાં પ્રકાશન કરવામાં આવેલ છે. જે મૂળ અવર્ણનીય,અવક્તવ્ય,નિઃશબ્દ એવા આત્મસ્વરૂપની સમાજ પામવા સહાયરૂપ બનશે.

Gnani Purursh 'Dada Bhagwan' Bhag-1: જ્ઞાની પુરુષ ‘દાદા ભગવાન’ ભાગ-૧

by Dada Bhagwan

પ્રત્યેક કાળચક્રમાં ઘણા જ્ઞાનીઓતથા મહાન પુરુષો જન્મ લે છે. પરંતુ તેઓની આંતરિક જ્ઞાન દશાનું રહસ્ય હજુ અક્બંધ રહી જાય છે. પ્રસ્તુત ગ્રંથ “જ્ઞાની પુરુષ” માં પરમ પૂજ્ય દાદા ભગવાનના જ્ઞાન દશા પૂર્વેના વિવિધ પ્રસંગો તથા તેમના વિચક્ષણ જીવનશૈલી સમા અદ્ભુત દ્રશ્યોનુંતાદ્રશ્ય અહીં વિગતવાર જાણવા મળે છે. એક સામાન્ય માનવી હોવા છતા એમની મહીંસમાયેલી અસામાન્ય લાક્ષણિકતાઓ રૂપી ખજાનો છતો થાય છે. તેમના જીવનના માત્ર એક પ્રસંગમાંથી અદ્ભૂત અધ્યાત્મિક ફોડનું વિશ્વ દર્શન પ્રસ્તુત ગ્રંથ દ્વારા કરાવ્યું છે. જીવન વ્યવહારમાં સચોટ નિર્ણયશક્તિની સૂઝ તથા વ્યવહારીક સમજણની અટકણોના ફોડરૂપીઅનોખી સૂઝનો ભંડાર“જ્ઞાની પુરુષ” ગ્રંથ દ્વારાજગતને પ્રાપ્ત થશે. આ પવિત્ર ગ્રંથનું અધ્યયન કરી જ્ઞાની પુરુષના જીવન-દર્શનની અદ્ભૂત સફર કરવાની અમૂલ્ય તક ઝીલી લઈએ.

Gnani Purursh 'Dada Bhagwan' Bhag-2: જ્ઞાની પુરુષ ‘દાદા ભગવાન’ ભાગ-૨

by Dada Bhagwan

પ્રસ્તુત ગ્રંથ જ્ઞાની પુરુષ ભાગ-૨ માં પરમ પૂજ્ય દાદા ભગવાનના હીરાબા સાથેના લગ્ન જીવન દરમિયાન એમની અદભુત વીતરાગ દશા સાથે આદર્શ વ્યવહારનો સંપૂર્ણ ચિતાર મળે છે. પરમ પૂજ્ય દાદાશ્રીને હીરાબાનો સંયોગ થયો ત્યારથી લઈને હીરાબાનો વિયોગ થયો ત્યાં સુધીના એમના ગૃહસ્થ જીવનની વાતોનું પરમ પૂજ્ય દાદાશ્રીના જ શબ્દોમાં પ્રસ્તુત ગ્રંથમાં સંકલન થયું છે. જેમાં આપણને એમનો આદર્શ વ્યવહાર, દરેક વ્યવહારમાં પોઝિટિવ દ્રષ્ટિ, એમની એડજસ્ટમેન્ટ લેવા નીકળાઓ, બોધ કળાઓ તેમજ એમની નિર્મોહી, મમતારહિત, દુઃખના પ્રસંગોમાં ભોગવટારહિત દશા અને છેવટની વીતરાગ દશા જાણવાને માણવા મળશે.એમની એક ફેર ભૂલ થયા બાદ એ પ્રસંગનું તારણ કાઢી ફરીએ ભૂલોમાંથી કાયમ માટે બહાર નીકળી જવાની દ્રષ્ટિ તેમજ સામાને સોટકા નિર્દોષ જ જોઈ અને પોતાના દોષો ખોળી કાઢી તેમાંથી મુક્ત થવાની એમની તમન્ના ખુલ્લી કરે છે. સમજણના સાંધા વડે મતભેદોથી મુક્ત થતા થતા હીરાબા સાથે સંપૂર્ણ મતભેદ વગરનું જીવન જીવ્યા, જેની આખી સફર આપણને અત્રે જાણવા મળશે. આ કાળના લોકોનું મહાન પુણ્ય જ ગણાય કે જ્ઞાનીપુરુષ નું ગૃહસ્થ જીવન જોવા મળ્યું.સઘળા એડજસ્ટમેન્ટ સાથે વ્યવહારમાં આદર્શપણાની ઉણપ કોઈ ખૂણે જણાતી નથી. પ્રસ્તુત ગ્રંથનું અધ્યયન આપણા વ્યવહારને આદર્શ બનાવી વિના અડચણે મોક્ષમાર્ગ પૂરો કરવામાં સહાયભૂત બની રહે એ જ અંતરની પ્રાર્થના.

Gnani Purursh 'Dada Bhagwan' Bhag-3: જ્ઞાની પુરુષ ‘દાદા ભગવાન’ ભાગ-૩

by Dada Bhagwan

પ્રસ્તુત ગ્રંથ જ્ઞાની પુરુષ ભાગ-3માં દરેક માણસોને એમના લેવલે જે જીવનમાં તકલીફો પડતી હોય, તેમાં આત્માના જ્ઞાનમાં રહી સમતાભાવે કર્મ પૂરા કરી શકે અને નવા કર્મ બંધાય નહીં, એવું કંઈક અનુભવજ્ઞાન અને સમજ આપવાની પરમ પૂજ્ય દાદાભગવાનની તીવ્ર ભાવનાની ઝાંખી થાય છે. તે ભાવનાના આધારે પોતે પૂર્વે બુદ્ધિના આશયમાં કંઈક એવું માગીને આવેલા હશે, કે એવો ધંધો જોઈએ છે કે જેમાં બધી જ જાતના સંસાર વ્યવહારના અનુભવો થાય કે જે સામાન્ય માણસ અનુભવતો હોય.તે એવો જ કન્ટ્રાક્ટનો નંગોડ ધંધો એમને ભેગો થયો.જેમાં મજૂરથી માંડી મોટા પ્રધાનો, પ્રેસિડન્ટો, કોન્ટ્રાક્ટરો, શેઠિયાઓ, એન્જિનિયરો, મોટા ઑફિસરો બધા જ ભેગા થાય.પોતે એ જ બધા વ્યવહારમાં જ્ઞાનપૂર્વક રહી, સાચી સમજણ ગોઠવી, કેવી રીતે સંસારવ્યવહાર પૂરો કરી અને અંદર પોતે વીતરાગતામાં રહી શક્યા, એનું વિવરણ જ્ઞાની પુરુષ ભાગ-૩ ગ્રંથમાં મળે છે! દાદાશ્રીના અંતર આશયના ફોડ, એમની આંતરિક દશાની સમજણ, સીમિત ન રહેતા સહુ કોઈને સુલભ થાય અને વાંચનારના હૃદય સુધી સ્પર્શી તે રૂપ થવાની શ્રેણીઓ ચઢાવે એવો નમ્ર પ્રયાસ અહીં કરવામાં આવ્યો છે.

Mati No Manas: માટિ નો માનસ: વાસ્તવિક અનુભવો પર આધારિત સાચી વાર્તાઓ

by Dr Nimitt Oza

આ પુસ્તક બે ભાગમાં વહેંચાયેલું છે. પ્રથમ ભાગ વાસ્તવિક જીવનની વાર્તાઓનું સંકલન છે અને દર્દીઓના જીવનની વાસ્તવિક ઘટનાઓથી પ્રેરિત છે. બીજા ભાગમાં આપણી આસપાસના વિવિધ માનવીય મૂલ્યો અને સંબંધો જેવા કે માતા, પિતા, પુત્રી, મિત્ર, શાળા, દાદા, દાદી વગેરેનું કાવ્યાત્મક વર્ણન છે. આ પુસ્તક મનુષ્ય અને સર્જક વિશે છે.

F.Y.B.A. Farajiyat Vishay Gujrati GUJ-COM Bhag 1 - BAOU: પ્રથમ વર્ષ બી.એ. ફરજિયાત વિષય ગુજરાતી ભાગ ૧

by Babasaheb Ambedkar Open University

આ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રસ્તુત પુસ્તક પ્રથમ વર્ષ બી.એ.ફરજિયાત વિષય ગુજરાતી ભાગ 1નું છે.

F.Y.B.A. Farajiyat Vishay Gujrati GUJ-COM Bhag 2 - BAOU: પ્રથમ વર્ષ બી.એ. ફરજિયાત વિષય ગુજરાતી ભાગ ૨

by Babasaheb Ambedkar Open University

આ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રસ્તુત પુસ્તક પ્રથમ વર્ષ બી.એ.ફરજિયાત વિષય ગુજરાતી ભાગ 2નું છે.

Samajsastra Paper 1 - Samajsastra Parichay (Mukhya Vishay Tatha Goun) SOCM SOCS - 101 Samajshastra Aek Samajik Vignan 1 - BAOU: સમાજશાસ્ત્ર પેપર -01 સમાજશાસ્ત્ર પરિચય (મુખ્ય વિષય તથા ગૌણ) SOCM-101/SOCS- 101 સમાજશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન - 1

by Babasaheb Ambedkar Open University

આ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રસ્તુત પુસ્તક પ્રથમ વર્ષ બી.એ.સમાજશાસ્ત્ર પેપર 1 નું છે.

Samajsastra Paper 1 - Samajsastra Parichay (Mukhya Vishay Tatha Goun) SOCM SOCS - 101 Samajik Kriya - Aantarkriya, Samajik Niyantran 2 - BAOU: સમાજશાસ્ત્ર પેપર - 01 સમાજશાસ્ત્ર પરિચય(મુખ્ય વિષય તથા ગૌણ) SOCM - 101/SOCS – 101 વિભાગ – ૨ સામાજિક ક્રિયા - આંતરક્રિયા, સામાજિક નિયંત્રણ - 2

by Babasaheb Ambedkar Open University

આ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રસ્તુત પુસ્તક પ્રથમ વર્ષ બી.એ.સમાજશાસ્ત્ર પેપર 1 નું છે.

Samajsastra Paper 1 - Samajsastra Parichay (Mukhya Vishay Tatha Goun) SOCM SOCS - 101 Samaj Dhoran - Dhoran Anurupta, Samajik Juth 3 - BAOU: સમાજશાસ્ત્ર પેપર - 01 સમાજશાસ્ત્ર પરિચય (મુખ્ય વિષય તથા ગૌણ) - સામાજિક ધોરણ - ધોરણ અનુરૂપતા, સામાજિક જૂથ 3

by Babasaheb Ambedkar Open University

આ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રસ્તુત પુસ્તક પ્રથમ વર્ષ બી.એ.સમાજશાસ્ત્ર પેપર 1 નું છે.

Samajsastra Paper 1 - Samajsastra Parichay (Mukhya Vishay Tatha Goun) SOCM SOCS 101 - Darrajo, Bhumika, Samajik Sansthao 4 - BAOU.epub: સમાજશાસ્ત્ર પેપર - 01 સમાજશાસ્ત્ર પરિચય (મુખ્ય વિષય તથા ગૌણ) - દરજજો, ભૂમિકા, સામાજિક સંસ્થાઓ - 4

by Babasaheb Ambedkar Open University

આ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રસ્તુત પુસ્તક પ્રથમ વર્ષ બી.એ.સમાજશાસ્ત્ર પેપર 1 નું છે.

Samajsastra Paper 2 - Bharatma Samaj (Mukhya Vishay Tatha Goun) SOCM SOCS - 102 Bharatma Ekta Ane Vividhta 1 - BAOU: સમાજશાસ્ત્ર પેપર -102 ભારતમાં સમાજ (મુખ્ય વિષય તથા ગૌણ) SOCM-102/SOCS- 102 ભારતમાં એકતા અને વિવિધતા - 1

by Babasaheb Ambedkar Open University

આ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રસ્તુત પુસ્તક પ્રથમ વર્ષ બી.એ.સમાજશાસ્ત્ર પેપર 2 નું છે.

Samajsastra Paper 2 - Bharatma Samaj (Mukhya Vishay Tatha Goun) SOCM SOCS - 102 Bharatma Samajik Sansthao 2 - BAOU: સમાજશાસ્ત્ર પેપર -02 ભારતમાં સમાજ(મુખ્ય વિષય તથા ગૌણ) ભારતમાં સામાજિક સંસ્થાઓ – 2

by Babasaheb Ambedkar Open University

આ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રસ્તુત પુસ્તક પ્રથમ વર્ષ બી.એ.સમાજશાસ્ત્ર પેપર 2 નું છે.

Samajsastra Paper 2 - Bharatma Samaj (Mukhya Vishay Tatha Goun) SOCM SOCS - 102 Bharatma Samajik Vargo 3 - BAOU: સમાજશાસ્ત્ર પેપર -02 (મુખ્ય વિષય તથા ગૌણ) SOCM-102/SOCS- 102 ભારતમાં સામાજિક વર્ગો - 3

by Babasaheb Ambedkar Open University

આ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રસ્તુત પુસ્તક પ્રથમ વર્ષ બી.એ.સમાજશાસ્ત્ર પેપર 2 નું છે.

Samajsastra Paper 2 - Bharatma Samaj (Mukhya Vishay Tatha Goun) SOCM SOCS - 102 Anusuchit jatio, Anusuchit janjatio Ane Anya Pchhat Vargo 4 - BAOU: સમાજશાસ્ત્ર પેપર -02 ભારતમાં સમાજ (મુખ્ય વિષય તથા ગૌણ) SOCM-102/SOCS- 102 અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પછાત વર્ગો - 4

by Babasaheb Ambedkar Open University

આ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રસ્તુત પુસ્તક પ્રથમ વર્ષ બી.એ.સમાજશાસ્ત્ર પેપર 2 નું છે.

Etihas Paper 1 - Prachin Bharatno Etihas (Pragaitihasik Yugthi e.s.Chhati Sadi Sudhi) Vibhag 4 - Guptyug Ane Anuguptyug - BAOU: પ્રથમ વર્ષ બી.એ.- ઈતિહાસ પેપર – ૧ (મુખ્ય તથા ગૌણ)HISM/HISS – 101 - પ્રાચીન ભારતનો ઈતિહાસ ગુપ્તયુગ અને અનુગુપ્તયુગ વિભાગ - 4

by Babasaheb Ambedkar Open University

આ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રસ્તુત પુસ્તક પ્રથમ વર્ષ બી.એ. ઇતિહાસ પેપર 1 નું છે.

Computer Darpan class 3 - GSTB: કમ્પ્યુટર દર્પણ ધોરણ ૩

by Tejas R. Thakkar

ઓપનસોર્સ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ આધારિત તેમજ ગુજરાત બોર્ડના કમ્પ્યૂટર વિષયને સંલગ્ન એકમાત્ર કમ્પ્યૂટર સિરીઝ.

Refine Search

Showing 551 through 575 of 581 results