Browse Results

Showing 51 through 75 of 581 results

Paap Punya: પાપ પુણ્ય

by Dada Bhagwan

આ પુસ્તકમાં જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદાશ્રીએ પાપ - પુણ્યની માન્યતા સબંધી લંબાણથી ચર્ચા કરી છે. પોતાના સરળ શબ્દોમાં પરમ પૂજ્ય દાદાશ્રીએ પાપ – પુણ્ય સમજાવતા કહ્યું છે કે બીજાને સુખ આપવાથી આપણે પુણ્ય બાંધીએ છીએ અને આપણા વચનોથી, કાર્યોથી, કે વર્તનથી, કોઈને તકલીફ આપવાથી, દુઃખ આપવાથી આપણે પાપ બાંધીએ છીએ. છતાંપણ જો આપણે પ્રતિક્રમણ કરીએ તો આપણે પાપનો નાશ કરી પુણ્ય બાંધીએ છીએ. પાપ – પુણ્યનો વિસ્તૃત અર્થ શું છે? તે પુનર્જન્મ સાથે કઈ રીતે સંકળાયેલ છે? પાપ – પુણ્યના પરિણામો શા છે? પાપ – પુણ્યના ફળો કઈ રીતે ભોગવવા પડે છે? પાપ – પુણ્યના પ્રકારો ક્યા છે? મોક્ષના પંથે પાપ – પુણ્ય શો ભાગ ભજવે છે? શું પુણ્ય મુક્તિ આપી શકે? પરમ પૂજ્ય દાદાશ્રીએ પાપ – પુણ્યના પુસ્તક માં આ બધાની ચર્ચા કરી છે. વાચકને આ વાંચન ચોક્કસપણે પાપ – પુણ્ય સબંધી જાગૃતિ વધારવા માં મદદ કરશે અને જીવનની ઘણી સમસ્યાઓના ઉત્તરો આપી મોક્ષની નજીક લઇ જશે.

Mrutyu Samaye, Pehla ne Pachi: મૃત્યુ સમયે, પહેલાં ને પછી

by Dada Bhagwan

ઘણા લોકોને મૃત્યુનો ભય હોય છે. મૃત્યુ લોકોને મૂંઝવે છે અને તેઓ દુઃખમાં ડૂબી જાય છે. દરેક જણને પોતાના જીવન દરમ્યાન ક્યારેક મૃત્યુના સાક્ષી બનવું પડે છે. આવા સમયે મૃત્યુના ખરા સ્વરૂપ વિષે સેંકડો સવાલો વ્યક્તિના મનમાં ઉભા થાય છે. જયારે તેને તેના કોઈ જવાબ નથી મળતા ત્યારે તે વ્યાકુળ બની જાય છે. મૃત્યુ શું છે? મૃત્યુની પ્રક્રીયામાં શું થાય છે? મૃત્યુ પછી શું થાય છે? મૃત્યુના અનુભવ વિષે કોણ કહી શકે? મૃત્યુ પામેલા પોતાનો અનુભવ કહી નથી શકતા. જેનો જન્મ થાય છે તેને પોતાના પૂર્વઅસ્તિત્વની ખબર નથી. જન્મ પહેલાં અને મૃત્યુ પછી શું થાય છે તે કોઈ જાણતું નથી. શું પુનર્જન્મ સત્ય છે? આત્માની માન્યતામાં શ્રદ્ધા વિના પુનર્જન્મનો આધાર શું? પરમ પૂજ્ય દાદાશ્રીએ તેમના જ્ઞાન (આત્મજ્ઞાન) થકી મૃત્યુ વિષેના તમામ રહસ્યો જેમ છે તેમ ખુલ્લા કર્યા છે. પુનર્જન્મ, જન્મ અને મૃત્યુનું ચક્ર, કર્મોનું બંધન તેઓ વૈજ્ઞાનિક રીતે સમજાવે છે અને આ કર્મોના બંધન તોડી મુક્તિ મેળવવાની અંતિમ ગુરૂ કિલ્લી પણ આપણને આપે છે. જયારે તમે આત્માનું સ્વરૂપ સમજશો, ત્યારે બધા કોયડા ઉકલી જશે. પહેલાં આત્માનો સાક્ષાત્કાર કરો પછી બધા કોયડા ઉકલી જશે. જીવન અને મૃત્યુના તમામ રહસ્યોના ખુલાસા થવાથી જન્મ અને મૃત્યુથી મુક્ત સ્થિતિએ પહોંચી શકાય છે. આ પુસ્તિકામાં આવી હકીકતો જોવામાં આવશે અને તેથી વાચકને સંસારિક અને આધ્યાત્મિક બાબતોમાં લાભ થશે.

Hu Kon Chhu?: હું કોણ છુ?

by Dada Bhagwan

જિંદગી માત્ર જીવતા રહેવાથી કંઇક વિશેષ છે. જિંદગીમાં જીવતા રહેવાથી વિશેષ કંઇક હોવું જ જોઈએ. જિંદગીનો કોઈક ઉચ્ચ હેતુ હોવો જ જોઈએ. જિંદગીનો હેતુ “ હું કોણ છું ? “ ના ખરા જવાબ સુધી પહોંચવાનો છે. અનંત જન્મોનો આ વણઉકેલ્યો પ્રશ્ન છે. “ હું કોણ છું ?“ ની શોધની ખૂટતી કડીઓ હવે જ્ઞાની પુરુષની વાણી દ્વારા શબ્દોથી મળે છે. આ શબ્દોનું (વાણીનું) સંકલન સમજણના હેતુ માટે કરવામાં આવ્યું છે. હું કોણ છું? હું શું નથી? પોતે કોણ છે? મારું શું છે? શું મારું નથી? બંધન શું છે? મોક્ષ (મુક્તિ) શું છે? ભગવાન છે? ભગવાન શું છે? જગતમાં કર્તા કોણ છે? ભગવાન કર્તા છે કે નહિ? ભગવાન નું ખરું સ્વરૂપ શું છે? આ જગતમાં કર્તાનું ખરું સ્વરૂપ શું છે? જગત કોણ ચલાવે છે? કેવી રીતે ચાલે છે? ભ્રાંતિ નું ખરું સ્વરૂપ શું છે? જે કંઈ પણ પોતે જાણે છે તે સત્ય છે કે ભ્રમ છે? પોતાના જાણેલા જ્ઞાનથી પોતે મુક્ત થશે કે બંધાયેલો રહેશે? આ સવાલોની પાછળના સત્યની આ પુસ્તક સચોટ સમજણ આપે છે.

Dada Bhagwan Kon?: દાદા ભગવાન કોણ ?

by Dada Bhagwan

જુન ૧૯૫૮ના આશરે સાંજે છ વાગ્યાના સુમારે, ગુજરાતના સુરત રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ત્રણના બાંકડા પર સુઘડ કપડા પહેરેલા કાળી ટોપીવાળા એક સજ્જન બેઠા હતા. પ્લેટફોર્મ ટ્રેનો અને લોકોથી ધમધમી રહ્યું હતું. તેમણે સૂર્યાસ્ત પહેલાં સાંજનું વાળુ હમણાં જ પૂરું કર્યું હતું અને વડોદરા જવા માટે બીજી ટ્રેનની રાહ જોતાં હતા. તેમનું નામ હતું અંબાલાલ મૂળજીભાઈ પટેલ. તેમના સહાયક વાસણો ધોવા ગયા. આ સમયે અંબાલાલની અંદર કુદરતે વિલક્ષણ આધ્યાત્મિક જગત ખુલ્લું કર્યું. અડતાલીસ મિનિટ ચાલેલા આ સ્વયંસ્ફૂરિત આત્મજ્ઞાન પછી જગતે અંબાલાલને જ્ઞાની પુરુષ દાદાશ્રી તરીકે જાણ્યા. સર્વજ્ઞ ‘દાદા ભગવાન’ તેમનામાં પ્રગટ થયા. કુદરત ક્રમે અંબાલાલ મૂળજીભાઈ રૂપી મંદિરમાં કુદરતી રીતે દાદા ભગવાન વ્યક્ત થયા. આ તેમની પૂર્વેના કેટલાય ભવોની આધ્યાત્મિક સાધનાની પરાકાષ્ઠા હતી. આ આધ્યાત્મિક જ્ઞાન સંપૂર્ણ અને સ્વયંસ્ફૂરિત રીતે વ્યક્ત થયું હતું અને આ જ્ઞાન હવે અક્રમ વિજ્ઞાનના નામે ઓળખાય છે. એક કલાકમાં તેમને બ્રહ્માંડ દર્શન લાધ્યું હતું. આધ્યાત્મિકતા ને લગતા બધા સવાલોના જવાબોનું દર્શન થયું અને સવાલો પુરેપુરા ઓગળી ગયા. આ જગત શું છે? તેને કોણ ચલાવે છે? હું કોણ છું? આપણે બધા કોણ છીએ? કર્મ શું છે? બંધન શું છે? મુક્તિ શું છે? મુક્તિ નું રહસ્ય શું છે? મોક્ષ કેવીરીતે મળે? આવા અસંખ્ય સવાલોના જવાબો આ પ્રક્રિયામાં ખુલ્લા થયા. આમ કુદરતે જગતને, સર્વોચ્ચ અને અજોડ આધ્યાત્મિક દર્શન, ભાદરણ ગામનાં સમાજના માનવંતા સભ્ય, પરણેલા અને કોન્ટ્રેક્ટનો ધંધો કરતાં શ્રી એ. એમ. પટેલના, માધ્યમથી આપ્યું. સંસારી હોવા છતાં આ કોઈ સામાન્ય પુરુષ ન હતા જેમનામાં અનંતને સમજવા, જાણવા અને અનુભવવાની અદમ્ય ઈચ્છા બાળપણથી હતી. જુન ૧૯૫૮ના આ દિવસે આવા મનુષ્યમાં અસામાન્ય વિજ્ઞાન અક્રમ વિજ્ઞાન વ્યક્ત થયું.

Chinta: ચિંતા

by Dada Bhagwan

ચિંતાથી કામ બગડે છે, એ કુદરતનો નિયમ છે. ચિંતાથી મુક્તિ કામ સુધારે છે. ભણેલા-ગણેલા અને સાધન સંપન્ન લોકો પણ ઉંચા સ્તરની ચિંતા અને તનાવથી પીડાય છે. મજુરો ચિંતા કરતા નથી અને તેમને સારી ઊંઘ આવે છે, તેની સરખામણીમાં એમના ઉપરીઓને ઊંઘની ગોળીઓ લેવી પડે છે. જેઓ ચિંતા કરે છે તેઓ પોતાની મિલકત ગુમાવે છે. અહીં એક નાનો દાખલો પરમ પૂજ્ય દાદાશ્રીના શબ્દોમાં છે કે જયારે તેમને ધંધા માં ખોટ ગઈ ત્યારે તેઓ તેમની ચિંતાઓનો અંત કેવી રીતે લાવ્યા. “ એક વખત અમારા ધંધામાં ખોટ ગઈ. આ આત્મજ્ઞાન થયા પહેલાંની વાત છે. તે વખતે, હું ચિંતા કરીને આખી રાત અજંપામાં રહ્યો. પછી મને અંદરથી જવાબ મળ્યો. આ ખોટને લીધે અત્યારે બીજા કોણ કોણ ચિંતા કરે છે? મને એમ લાગ્યું કે મારા ભાગીદાર તો વખતે અત્યારે ચિંતા ના કરતા હોય ! મે શોધી કાઢ્યું કે હું જ એકલો ચિંતા કરતો હતો. મારા બૈરી–છોકરાઓ બધા ભાગીદાર છે છતાંપણ તેઓ કોઈ શું થઇ રહ્યું છે તે જાણતા નથી. હવે એ બધા નથી જાણતા તોય એમનું ચાલે છે. હું એકલો જ અક્કલ વગરનો તે ચિંતા કરું છું. જયારે બીજા, જેઓ મારા ભાગીદાર છે તેઓ ચિંતા નથી કરતા, તો ચિંતાનો બધો મારે એકલાએ શા માટે ઉપાડવો જોઈએ? ચિંતા શું છે? વિચારો એ સમસ્યા નથી. જયારે પોતે વિચારોમાં લાગણીવશ થઇ તન્મયાકાર થાય છે ત્યારે ચિંતા શરુ થાય છે.

Bhogve Eni Bhul: ભોગવે એની ભૂલ

by Dada Bhagwan

કોઈ વ્યક્તિ કંઈપણ ભોગવે છે તો તે તેની પોતાની ભૂલના કારણે જ. જો વ્યક્તિ સુખ માણે છે તો તે તેના સારા કર્મો નું ફળ છે. પરંતુ જગતનો કાયદો નિમિત્તને ( દેખીતો કર્તા – દુઃખ પહોંચાડનાર વ્યક્તિ ) દોષી જુએ છે. ભગવાનનો કાયદો, અસલી કુદરતનો કાયદો, અસલી ગુનેગારને પકડે છે. આ કાયદો ક્ષતિરહિત છે અને તેને કદી કોઈ બદલી શકે નહિ. આ દુનિયામાં એવો કોઈ કાયદો નથી કે જે કોઈને પણ દુઃખ આપી શકે, સરકારનો કાયદો પણ નહિ. જયારે આપણી કોઈ દેખીતી ભૂલ નથી હોતી અને આપણને કોઈ ભોગવટો આવે છે ત્યારે આપણે દુઃખી થઈએ છીએ અને વારંવાર સવાલ પૂછીએ છીએ, શા માટે મને? મારી શું ભૂલ છે? કોની ભૂલ છે? લુંટનારની કે લુંટાનારની? આ દુનિયામાં કોની ભૂલ છે તે જો તમારે જાણવું હોય તો, કોણ ભોગવે છે અને તમારા ભોગવટાની પાછળ ક્યા કારણો છે? તે શોધો આ પુસ્તક “ભોગવે તેની ભૂલ” માં પરમ પૂજ્ય દાદાશ્રી બધા શાસ્ત્રોનો સાર આપીને કુદરતનો ન્યાય હકીકતમાં કેવી રીતે કેમ કામ કરે છે તે તમને કહે છે.

Banyu Tej Nyay: બન્યું તે જ ન્યાય

by Dada Bhagwan

જો તમે બન્યું તે ન્યાય કહેશો તો તમારા બધા પ્રશ્નો દૂર થઇ જશે. છતાંપણ, લોકો ન્યાય ખોળે છે અને મુક્તિની ઈચ્છા પણ રાખે છે. આ વિરોધાભાસ છે. તમને બન્નેના મળી શકે. જ્યાં સમસ્યાઓ પૂરી થાય છે ત્યાં મુક્તિની શરૂઆત થાય છે. આ આપણા અક્રમ વિજ્ઞાન ( ક્રમ વિનાનું આત્માનું જ્ઞાન ) તરીકે ઓળખાતા વિજ્ઞાનમાં કોઈ પ્રશ્નો રહેતા નથી. તેથી લોકો માટે આ માર્ગે ચાલવું સહેલું છે. પરમ પૂજ્ય દાદાશ્રીએ આ જગતને અસામાન્ય શોધ આપી છે કે આ જગત માં ક્યારેય પણ અન્યાય થતો જ નથી. જે બન્યું તે જ ન્યાય. કુદરત ક્યારેય ન્યાય થી વિરુદ્ધ ગઈ નથી. કુદરત એ કોઈ વ્યક્તિ કે ભગવાન નથી કે જે કોઈ પ્રભાવ હેઠળ હોય. કુદરત એટલે સાયન્ટીફીક સરકમસ્ટેનસીયલ એવીડન્સીસ. એક કાર્ય પૂરું થવા માટે ઘણા બધા સંજોગો ભેગા થવા જોઈએ.

Athadaman Talo: અથડામણ ટાળો

by Dada Bhagwan

રોજિંદા જીવનમાં અથડામણ ટાળવી જોઈએ. શા માટે આપણે ઝઘડો કરીને બધું બગાડવા માગીએ છીએ? આપણને આ ગમતું નથી. લોકો ટ્રાફીકના ખૂબ કડક કાયદાનું પાલન કરે છે. તેઓ પોતાના અર્થઘટન પ્રમાણે ગાડી નથી ચલાવતા, શું તેઓ ચલાવે છે? તેઓ અકસ્માતથી બચે છે, કારણકે તેઓ ટ્રાફીકના કાયદાનું પાલન કરે છે. તેવી જ રીતે, તમારા રોજિંદા જીવનમાં તમારે અથડામણ ટાળનારા કાયદાનું પાલન કરવું જોઈએ. તમે તમારા પોતાના કાયદા અને તેના અર્થ પ્રમાણે ચાલો છો તેથી અથડામણ થાય છે. જયારે લોકો ટ્રાફીકના કાયદાનું પાલન કરે છે ત્યારે ટ્રાફીકના સંચાલનમાં કોઈ તકલીફ નથી પડતી. જો તમે તમારા રોજિંદા વ્યવહારમાં આ સમજણ સાથે એ જ કાયદાનો અમલ કરશો તો તમે ફરી ક્યારેય મુશ્કેલીમાં નહિ આવો. તમારી પોતાની મર્યાદિત સમજણના આધારે તમે જિંદગીના કાયદાનું અર્થઘટન કરો છો તેથી પ્રશ્નો ઉભા થાય છે. જિંદગીના કાયદા સમજવામાં મૂળભૂત ભૂલ થાય છે. જે આ કાયદા સમજાવે છે તેને આ કાયદાઓ નો સંપૂર્ણ અનુભવ હોવો જોઈએ. શા માટે ઝઘડા થાય છે, ઝઘડાના પ્રકારો કયા છે, સંબંધોમાં ઝઘડા કેમ ટાળવા અને તમારા માનસમાં વધારે પોઝીટીવ પરિવર્તન લાવે, તેવી ઝઘડા વગરની જિંદગી માટેના ઉકેલ શોધવા આગળ વાંચો. તમારી જિંદગી ને શાંતિ અને આનંદથી ભરી દેવાનો, આધ્યાત્મિકતાના પથ પર અડગતાથી ચાલવા નો અને અંતે મોક્ષ મેળવવાનો હેતુ છે.

Aptavani Part 10 Uttarardh: આપ્તવાણી શ્રેણી ૧૦ (ઉત્તરાર્ધ)

by Dada Bhagwan

પ્રસ્તુત આપ્તવાણી શ્રેણી ૧૦ માં પરમ પૂજ્ય દાદાશ્રીનાં અંતઃકરણના – મન-બુધ્ધિ-ચિત્ત-અહંકાર ચારેય ભાગનું વિવરણ અને ગુણધર્મ સંબંધી સત્સંગનો સમાવેશ થાય છે. તે શેનું બનેલું છે? તેની ઉત્ક્રાંતિ(ડેવલપમેન્ટ) કેવી રીતે થાય છે? જાનવરોમાં, દેવગતિમાં, મનુષ્યોમાં તેમજ નાના બાળકમાં, નાના જીવોમાં અંતઃકરણનું સ્વરૂપ શું છે, કેવું છે તે સમગ્ર ફોડ જીજ્ઞાસુ-મુમુક્ષુઓને જ્ઞાનવાણી દ્વારા સાંપડે છે. અજ્ઞાન દશામાં અંતઃકરણમાં તાદાત્મ્યપણું વર્તે છે, જ્યારે આત્મસાક્ષાત્કાર પછી અંતઃકરણથી, અને એની પ્રત્યેક અવસ્થા થી મુક્ત દશા માં રહી શકાય છે. આપ્તવાણી શ્રેણી ૧૦ ઉત્તરાર્ધમાં પરમ પૂજ્ય દાદાશ્રી બુધ્ધિ, સૂઝ અને અહંકાર, તેમના સ્વભાવ અને કાર્યો વિષેનું વિજ્ઞાન ખુલ્લું કરે છે. ઘણીવાર આપણે અનુભવીએ છીએ કે આપણી બુધ્ધિ કેટલાંક નિર્ણયો લેવામાં ટેકો આપવાનાં બદલે ડખોડખલ કરે છે. આપણું ચિત્ત આપણી સ્થિરતા ડગાવે છે અથવા આપણે જોઈતી હોય તે વસ્તુઓને દેખાડે છે. આપણું ચિત્ત વ્યકિતઓનાં/સ્થળોનાં માનસિક ફોટોગ્રાફ પાડે છે. આપણો અહંકાર આત્માનુભવ અટકાવે છે અને તે માન અને કીર્તિ માટે ઝંખે છે. પોઝીટીવ કે નેગેટીવ અહંકાર, બંને કામ કરતા હોઈ શકે. પરમ પૂજ્ય દાદાશ્રીએ બુધ્ધિ-ચિત્ત-અહંકારના કાર્યોનું વિજ્ઞાન અને આ વિજ્ઞાનની સમજ કેટલી જરૂરી છે તે ખુલ્લું કર્યું છે; જેથી આ અંતઃકરણથી છૂટા રહી શકાય અને તેનાં પરિણામે આત્મા મુકિત પ્રાપ્ત કરી શકે.

Aptavani Part 10 Purvardh: આપ્તવાણી શ્રેણી ૧૦ (પૂર્વાર્ધ)

by Dada Bhagwan

પ્રસ્તુત આપ્તવાણી શ્રેણી ૧૦ માં પરમ પૂજ્ય દાદાશ્રીનાં અંતઃકરણના – મન-બુધ્ધિ-ચિત્ત-અહંકાર ચારેય ભાગનું વિવરણ અને ગુણધર્મ સંબંધી સત્સંગનો સમાવેશ થાય છે. તે શેનું બનેલું છે? તેની ઉત્ક્રાંતિ(ડેવલપમેન્ટ) કેવી રીતે થાય છે? જાનવરોમાં, દેવગતિમાં, મનુષ્યોમાં તેમજ નાના બાળકમાં, નાના જીવોમાં અંતઃકરણનું સ્વરૂપ શું છે, કેવું છે તે સમગ્ર ફોડ જીજ્ઞાસુ-મુમુક્ષુઓને જ્ઞાનવાણી દ્વારા સાંપડે છે. અજ્ઞાન દશામાં અંતઃકરણમાં તાદાત્મ્યપણું વર્તે છે, જ્યારે જ્ઞાન પછી (આત્મસાક્ષાતકાર પછી) અંતઃકરણથી અને એની પ્રત્યેક અવસ્થા થી મુક્ત દશામાં રહી શકાય છે. આપ્તવાણી શ્રેણી ૧૦ પૂર્વાર્ધમાં પરમ પૂજ્ય દાદાશ્રીએ મન ના કાર્યો અને સ્વભાવનાં વિવરણ સ્વરૂપે ફોડ પાડેલ છે. આપણા મનમાં ઉભા થતાં અસંખ્ય વિચારોનું કારણ શું છે? જ્યારે આપણે વિચારોને કંટ્રોલ કરવા જઈએ છીએ ત્યારે શું થાય છે? આપણે ઘણીવાર અનુભવીએ છીએ કે જાતજાતનાં વિચારો આપણને હેરાન કરે છે અથવા આડાઅવળા વિચારો ઉત્પન્ન થાય છે. પરમ પૂજ્ય દાદાશ્રીએ જે વિજ્ઞાન ના પાયા પર મન કાર્ય મનથી જુદાપણું રહે જેના પરિણામે આત્મા મુકિત પ્રાપ્ત કરી શકે.

Aaptsutra Part 5: આપ્તસૂત્ર - ૫

by Dada Bhagwan

પ્રસ્તુત પુસ્તકોના સેટમાં પરમ પૂજ્ય ‘દાદા ભગવાન’ના શ્રીમુખેથી વહેલ આત્મવિજ્ઞાનને સૂત્રમાં સંકલિત કરવામાં આવ્યું છે. પ્રત્યેક સૂત્ર સ્વતંત્ર તેમજ અનુસંધાનયુક્ત છે. એક એક સૂત્ર સામાન્ય સમજથી ઠેઠ કેવળ જ્ઞાનમાં સંપૂર્ણ સર્વાંગ ફોડ આપનારા તેમજ વ્યવહારના પ્રશ્નોથી માંડીને ગુહ્યતમમાં ગુહ્યતમ તત્વોનાં રહસ્યોનું અનાવરણ કરનારાં છે. આપ્ત એટલે શું? સંસારમાં ને ઠેઠ મોક્ષે જતાં સુધી સર્વ રીતે વિશ્વાસ કરવા યોગ્ય ! સંસારમાં આપ્ત કોઈ પુણ્યશાળીને પ્રાપ્ત થાય, કિંતુ મોક્ષમાર્ગમાં આપ્તપુરુષની પ્રાપ્તિ અતિ અતિ વિકટ છે. આપ્તપુરુષ જેને પ્રાપ્ત થાય એ મહા મહા ભાગ્યશાળી ! સૂત્ર એટલે શું? પૂજ્ય દાદાશ્રી સમજાવે છે : ‘સો મણ સૂતરમાં એક વાલ સોનું ગૂંથીએ ને પછી પાછું તેમાંથી શુદ્ધ સોનું કાઢવું તે.’ જે કેવળ મોક્ષના જ કામી છે એવા મુમુક્ષુઓ, ‘આપ્તસૂત્ર’ના આરાધનથી સમકિતના દ્વાર સુધી જઈ શકે તેમ છે ! સાધનાનાં સર્વે સોપાનોનું થર્મોમીટર પ્રસ્તુત ગ્રંથમાં છે. અજ્ઞાન દશાથી માંડીને ઠેઠ આત્માનું કેવળ જ્ઞાનસ્વરૂપ સુધીનાં – અજ્ઞાનીની દશા, સ્વરૂપજ્ઞાન પ્રાપ્તિ પછી મહાત્માઓની દશા, સંપૂર્ણ જ્ઞાનીની દશાને કેવળ જ્ઞાનીની દશાનાં વર્ણન પૂજ્ય દાદાશ્રીએ અત્યંત સરળ ભાષામાં સમજાવ્યાં છે. સાધકને પ્રત્યેક પળે એ પથદર્શક છે. વિશ્વના સૂક્ષ્મતમ છ તત્વોના સ્વભાવ, ગુણ, અવસ્થાઓનું, તેમજ સંસાર પરિભ્રમણના કાર્ય-કારણની સંકલના ઈ.ઈ. નો ફોડ અતિ અતિ સરળ ભાષામાં જ્ઞાની પુરુષે પ્રગટ કર્યો છે ! આશા છે કે જિજ્ઞાસુ-મુમુક્ષુઓ તેમજ તત્વચિંતકોને મોક્ષમાર્ગ પ્રકાશિત થવામાં માર્ગદર્શક બની રહે !

Adjust Everywhere: એડજસ્ટ એવરીવ્હેર

by Dada Bhagwan

ગટર ગંધાય છે ત્યારે આપણે ફરિયાદ કરીએ છીએ? તે જ રીતે અણગમતા અને નકારાત્મક લોકો ગટર જેવા છે. જે પણ ગંધાય છે તેને આપણે ગટર કહીએ છીએ અને જે સુવાસ આપે છે તેને આપણે ફુલ કહીએ છીએ. બન્ને માં એડજેસ્ટ થાઓ. છતાં બન્ને પરિસ્થિતિઓ કહે છે “અમારી પ્રત્યે વીતરાગ (રાગ અને દ્વેષ થી મુક્ત) રહો”. આપણી જિંદગી માં ઘણી વાર અણગમતી પરિસ્થિતિઓ માં આપણે બધા એડજેસ્ટ થયા છીએ. દાખલા તરીકે, આપણે વરસાદ માં છત્રી વાપરીએ છીએ. પણ આપણે વરસાદ ને સવાલો નથી પૂછતા, દલીલો નથી કરતા કે તેનો વિરોધ નથી કરતા. તેજ રીતે, આપણને ભણવામાં આનંદ આવે કે ન આવે, આપણે ભણતર ને એડજેસ્ટ થવું પડે છે. છતાંપણ, અણગમતા લોકો નો સવાલ આવે છે ત્યારે આપણે ફક્ત સવાલ, દલીલ, અને વિરોધ પર નથી અટકતા પણ મોટે ભાગે અથડામણ કરી બેસીએ છીએ. આવું શા માટે? સતત બદલાતા સંજોગો સાથે સુમેળ સાધી, અથડામણો ટાળી અંતે શાંતિ અને સુખ મેળવવા માટે ની છેવટ ની સમજણ તરીકે પરમ પૂજ્ય દાદાશ્રીએ “એડજેસ્ટ એવરીવેર” ઉઘાડું કર્યું. આ સાદા છતાં શક્તિશાળી વાક્ય માં તમારું જીવન બદલવા ની શક્તિ છે.. કેવી રીતે તે જાણવા માટે વાંચો.

Vartaman Tirthankar Shri Simandhar Swami: વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી

by Dada Bhagwan

શાસ્ત્રો કહે છે કે આજે આ કાળમાં આપણા આ જગત માંથી સીધા મોક્ષે જવું શક્ય નથી, છતાંપણ હંમેશને માટે લાંબા કાળથી વાયા મહાવિદેહ ક્ષેત્ર ( બીજા ક્ષેત્ર નું જગત ) રસ્તો ખુલ્લો જ છે. તે માટે મહાવિદેહ ક્ષેત્રે જઇ જીવતા તીર્થંકર શ્રી સીમંધર સ્વામીના દર્શન કરવાથી અંતિમ મોક્ષ મળે છે. દાદાશ્રીએ બધા મુક્તિના ઇચ્છુકોને (મુમુક્ષુઓને) પહેલાં આત્મજ્ઞાન આપ્યુંને પછી તેઓ બધા અંતરની પાક્કી ખાતરી સાથે મહાવિદેહના પંથે ચડ્યા છે. આ ધરતી પર આ કાળમાં કોઈ જીવતા તીર્થંકર નથી, પરંતુ અત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકર શ્રી સીમંધર સ્વામી જીવે છે. સીમંધર સ્વામી આ પૃથ્વીના મુમુક્ષુઓને મોક્ષ આપી શકે છે. જ્ઞાનીઓએ આ રસ્તો ફરી ખુલ્લો કર્યો છે અને તેઓ મુમુક્ષુઓને આ રસ્તે મોકલી રહ્યા છે. જીવતા તીર્થંકરને ઓળખી, તેમની પ્રત્યેનો સમર્પણ ભાવ જાગૃત કરી, દિવસ અને રાત તેમની ભક્તિ કરી, તેમની સાથે અનુસંધાન કરી અને અંતે તેમના પ્રત્યક્ષ દર્શન કરી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષે જવાય છે એમ જ્ઞાનીઓ કહે છે. જેમ જેમ સીમંધર સ્વામી પ્રત્યે સમર્પણભાવ વધશે, તેમ તેમ તેમની સાથેનું જોડાણ વધતું જશે અને આ જોડાણથી તેમની સાથે આવતા ભવનું ઋણાનુબંધ બંધાશે. અંતે આ ગાઢ બનેલું ઋણાનુબંધ ભગવાનના ચરણો સુધી પહોંચાડશે અને મોક્ષે લઇ જશે.

Manav Dharma: માનવધર્મ

by Dada Bhagwan

દરેક માનવ, જીવન જીવે છે પરંતુ તેનામાં માનવતા કેટલી છે? જન્મ, ભણતર, નોકરી, લગ્ન, છોકરાઓ, કુટુંબ, અને અંતે મૃત્યુ! શું આ રીતે જીવન ચક્ર ચાલવા નું છે? આવા જીવનનો અંતિમ ધ્યેય શો છે? શા માટે આપણે જન્મ લેવો પડે છે? આપણને શું જોઈએ છે? મનુષ્યનું શરીર આપણને મળ્યું છે... તેણે મનુષ્યની ફરજો બજાવવાની છે. જીવનમાં માનવતા હોવી જોઈએ. પરંતુ માનવતા એટલે શું? જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદાશ્રી માનવતાની વ્યાખ્યા આપતા કહે છે કે જયારે કોઈ તમને દુઃખ આપે, તકલીફ આપે છે ત્યારે તમને તે ગમતું નથી, તેથી, તમારે પણ કોઈને દુઃખ આપવું ન જોઈએ. તેમના કહેવા પ્રમાણે એ જ સૌથી મોટી માનવતા છે. જે કોઈ આ સમજશે અને જીવનમાં ઉતારશે એનો અર્થ કે એ માનવતા શું છે તે જાણે છે. મનુષ્યભવ મળ્યો એટલે ચારે ગતિમાંથી કોઈ પણ ગતિમાં જઇ શકે છે. એક મનુષ્ય ગતિ છે અને બીજી ત્રણ - જાનવર ગતિ, દેવ ગતિ અને નરક ગતિ. જેવા કૉઝ હશે તેવા ફળ મળશે. જો આપણે માનવતા બતાવીશું, તો આપણને આવતા જન્મમાં માનવ શરીર મળશે. જો આપણે અમાનવ થઈશું તો આવતો જન્મ પશુના શરીરમાં મળશે, જો આપણે ખુબ જ ખરાબ અને અમાનવીય થઈશું તો આવતો જન્મ નરક ગતિમાં થશે. જો આપણે આપણું જીવન બીજાના ભલા માટે અને કોઈ અપેક્ષા વગર મદદ કરવામાં ગાળીશું તો આપણને દેવગતિ મળશે. જો લોકો માનવતા સમજશે તો માનવ ભવ સાર્થક કરશે એવા ઉમદા હેતુ સાથે પરમ પૂજ્ય દાદાશ્રીએ આ પુસ્તકમાં માનવતાની ચર્ચા કરી છે.

Daan: દાન

by Dada Bhagwan

દાન શું છે? બીજા મનુષ્યો કે પશુઓ, જીવતાને સુખ આપવું. જયારે તમે બીજાને સુખ આપશો, ત્યારે તમને બદલામાં સુખ મળશે. તમારી પોતાની વસ્તુઓ બીજાને આપી દેવા છતાં, તમને સારું લાગશે કારણકે તમે કંઇક સારું કર્યું છે. અનંત સુખનો અનુભવ ક્યારે થશે? જયારે તમને આ જગતમાં સૌથી પ્રિય એવી વસ્તુ, જેને તમે ખુબ જ પ્રેમ કરો છો તે આપી દેશો ત્યારે. જગતના વ્યવહારમાં એ શું છે? પૈસો લોકોને પૈસા માટે વધારે પડતો પ્રેમ હોય છે. તેને જવા દો અને વહેતો મુકો. ત્યાર પછી તમે જોશો કે જેટલો વધારે તમે આપશો તેટલો વધારે તે તમારી પાસે આવશે. પરમ પૂજ્ય દાદાશ્રી એ સખાવત/દાન આપવાને લગતા અને બીજા સવાલો જેવા કે સખાવત શું છે? સખાવતના ફાયદા શા છે? સખાવતના પ્રકાર ક્યા છે? ક્યાં (કોને) સખાવત આપવી જોઈએ? દાન કેવીરીતે કરવું? ગુપ્ત સખાવત/ દાન શું છે?...અને બીજી ઘણી બધી વિસ્તૃત માહિતી આપી છે. ચોક્કસપણે તે વાચકને અમુલ્ય અને ઊંડું જ્ઞાન આપનારી લાગશે.

Bhavna Sudhare Bhavobhav: ભાવના સુધારે ભવોભવ

by Dada Bhagwan

ધર્મ અને ધાર્મિક ક્રિયામાં ઊંડા ઉતરેલા હોવા છતાંપણ આપણી વર્તણુંકમાં કેમ તેનું પ્રતિબિંબ પડતું નથી? શું તમે તેનાથી નાસીપાસ થયેલા અને મૂંઝાયેલા નથી? આની પાછળનું કારણ શું છે? પરમ પૂજ્ય દાદાશ્રીએ આવી મુંઝવણની પાછળના રહસ્યની ચોખવટ કરી છે. તેઓ કહે છે, બધું આચરણ અને વર્તણુંક એ ગયા અવતાર માં સેવેલા કારણોનાં ફળરૂપે છે. તે પરિણામ છે. ભાવ શબ્દ એ ઊંડા અંતરના હેતુ માટે છે, તે દેખાતો નથી. આ ભાવ એટલે કારણ. પરિણામ કોઈ બદલી ના શકે. જો કારણ બદલાશે તો પરીણામ બદલાશે. પરમ પૂજ્ય દાદાશ્રીએ બધા શાસ્ત્રો નો સાર કાઢીને આપણને નવ કલમો રૂપે આપ્યો છે. આ નવ કલમો એ પાયાના સ્તરેથી ભાવ બદલવા માટેની ચાવીઓ છે. શાસ્ત્રોના ઊંડા અભ્યાસ પછી પણ ભાવમાં આવો બદલાવ નહિ આવે. હજારો લોકોએ આ કલમોના સરળ સંદેશથી ફાયદો મેળવ્યો છે. આ નવ કલમો બોલ્યા કરવાથી, અંદરના નવા કારણ સંપૂર્ણપણે બદલાય છે અને પોતે આજ જીવનમાં આંતર શાંતિ મેળવે છે. તે પોતાનાં જીવન માંથી બધી નકારાત્મકતા ધોઈ નાખશે. આ બધા ધર્મ નો સાર છે. મુક્તિ નો પંથ - આધ્યાત્મિક પ્રગતિ પછી સરળ થશે.

Aptavani-12 - (Uttarardh): આપ્તવાણી શ્રેણી - ૧૨ (ઉત્તરાર્ધ)

by Dada Bhagwan

જ્ઞાન (આત્મજ્ઞાન) મળ્યા પછી મહાત્માઓને નિરંતર પાંચ આજ્ઞામાં રહેવા સિવાય બીજું કંઈ જ કરવાનું રહેતું નથી. આ પાંચ આજ્ઞા જ્ઞાનવિધિ (આત્મજ્ઞાન પ્રાપ્તિની વિધિ) દ્વારા જ્ઞાન પામેલા મહાત્માઓ માટે જ છે. પાંચ આજ્ઞામાં એક્ઝેક્ટ રહે, તે ભગવાન મહાવીર જેવી દશાને પામે! આ પુસ્તક માં પરમ પૂજ્ય દાદાશ્રીનો પાંચ આજ્ઞાનાં અર્થ પરનો સત્સંગ, પાંચ આજ્ઞાનું અપાર અને સંપૂર્ણ મહત્વ, વ્યવહારિક કાર્યોનાં ડીસ્ચાર્જ વખતે કેવીરીતે આજ્ઞામાં રહેવું, રીયલ અને રીલેટીવ સંજોગોની સાથે કેવીરીતે વર્તવું, ફાઈલોનો સમભાવે નિકાલ કેવીરીતે કરવો, ભરેલા માલ અને કર્મોના ચાર્જ અને ડીસ્ચાર્જની સમજણ અને મોક્ષના તપ ની આવશ્યકતા અને બીજી ઘણી બાબતોનો સમાવેશ થયેલો છે.. આ પ્રકારની અમૂલ્ય સમજણ, આપણને મોક્ષમાર્ગ પર પ્રગતિ માટે ખૂબ જ ઉપયોગી નીવડશે.

Aptavani Part 12 Purvardh: આપ્તવાણી શ્રેણી - ૧૨ (પૂર્વાર્ધ)

by Dada Bhagwan

અક્રમ વિજ્ઞાની પરમ પૂજ્ય દાદાશ્રીએ ઠેર ઠેર મહાત્માઓની વ્યવહારની મૂંઝવણો, આજ્ઞામાં રહેવાની મુશ્કેલીઓ તેમજ સૂક્ષ્મ જાગૃતિમાં કઈ રીતે રહેવું તેના ખુલાસાઓ કરેલા છે. જાગૃતિમાં ‘હું ચંદુલાલ છું’(વાચકે પોતાનું નામ વાપરવું) ની માન્યતામાંથી ‘હું શુધ્ધાત્મા જ છું’, ‘અકર્તા જ છું’, ‘કેવળ જ્ઞાતા-દ્રષ્ટા જ છું’. બીજું બધું આગલા ભવમાં ‘ચાર્જ’ કરેલું, તેનું ‘ડિસ્ચાર્જ’ જ છે. ભરેલો માલ જ નીકળે છે, એમાં નવા ‘કૉઝીઝ’ (કારણો) કોઈ સંજોગોમાં ઉત્પન્ન થતાં જ નથી, માત્ર ‘ઇફેક્ટોને’(અસરોને) જ તમે ‘જુઓ’ છો વગેરે વાતોનો સમાવેશ થાય છે. આ પુસ્તકમાં દાદાશ્રીની હૃદયસ્પર્શી વાણી સંકલિત કરેલ છે; જેમાં તેમણે જાગૃતિમાં રહેવાની જુદી જુદી રીતોનું વર્ણન કરેલ છે, જે આત્મકલ્યાણ માટે સૌથી મહત્વનું છે. જાગૃતિ પ્રાપ્ત કરવા અને જાળવી રાખવા માટે પરમ પૂજ્ય દાદાશ્રીએ પોતાની જાત સાથે જુદાંપણાનું, જાત જોડે વાતચીતનાં પ્રયોગથી કેવી રીતે ‘જ્ઞાતા-દ્રષ્ટા’ રહેવું, કેવી રીતે કર્મનાં ચાર્જ અને ડીસ્ચાર્જનાં સિધ્ધાંતને સમજીને વાપરવું વગેરેનું.. દર્શન ખુલ્લું કર્યું છે. તો આત્મજાગૃતિ વધારવાં માટે આ પુસ્તક વાંચો જે છેવટે આપણને મોક્ષ તરફ દોરી જશે.

Aaptsutra Part 4: આપ્તસૂત્ર - ૪

by Dada Bhagwan

પ્રસ્તુત પુસ્તકોના સેટમાં પરમ પૂજ્ય ‘દાદા ભગવાન’ના શ્રીમુખેથી વહેલ આત્મવિજ્ઞાનને સૂત્રમાં સંકલિત કરવામાં આવ્યું છે. પ્રત્યેક સૂત્ર સ્વતંત્ર તેમજ અનુસંધાનયુક્ત છે. એક એક સૂત્ર સામાન્ય સમજથી ઠેઠ કેવળ જ્ઞાનમાં સંપૂર્ણ સર્વાંગ ફોડ આપનારા તેમજ વ્યવહારના પ્રશ્નોથી માંડીને ગુહ્યતમમાં ગુહ્યતમ તત્વોનાં રહસ્યોનું અનાવરણ કરનારાં છે. આપ્ત એટલે શું? સંસારમાં ને ઠેઠ મોક્ષે જતાં સુધી સર્વ રીતે વિશ્વાસ કરવા યોગ્ય ! સંસારમાં આપ્ત કોઈ પુણ્યશાળીને પ્રાપ્ત થાય, કિંતુ મોક્ષમાર્ગમાં આપ્તપુરુષની પ્રાપ્તિ અતિ અતિ વિકટ છે. આપ્તપુરુષ જેને પ્રાપ્ત થાય એ મહા મહા ભાગ્યશાળી ! સૂત્ર એટલે શું? પૂજ્ય દાદાશ્રી સમજાવે છે : ‘સો મણ સૂતરમાં એક વાલ સોનું ગૂંથીએ ને પછી પાછું તેમાંથી શુદ્ધ સોનું કાઢવું તે.’ જે કેવળ મોક્ષના જ કામી છે એવા મુમુક્ષુઓ, ‘આપ્તસૂત્ર’ના આરાધનથી સમકિતના દ્વાર સુધી જઈ શકે તેમ છે ! સાધનાનાં સર્વે સોપાનોનું થર્મોમીટર પ્રસ્તુત ગ્રંથમાં છે. અજ્ઞાન દશાથી માંડીને ઠેઠ આત્માનું કેવળ જ્ઞાનસ્વરૂપ સુધીનાં – અજ્ઞાનીની દશા, સ્વરૂપજ્ઞાન પ્રાપ્તિ પછી મહાત્માઓની દશા, સંપૂર્ણ જ્ઞાનીની દશાને કેવળ જ્ઞાનીની દશાનાં વર્ણન પૂજ્ય દાદાશ્રીએ અત્યંત સરળ ભાષામાં સમજાવ્યાં છે. સાધકને પ્રત્યેક પળે એ પથદર્શક છે. વિશ્વના સૂક્ષ્મતમ છ તત્વોના સ્વભાવ, ગુણ, અવસ્થાઓનું, તેમજ સંસાર પરિભ્રમણના કાર્ય-કારણની સંકલના ઈ.ઈ. નો ફોડ અતિ અતિ સરળ ભાષામાં જ્ઞાની પુરુષે પ્રગટ કર્યો છે ! આશા છે કે જિજ્ઞાસુ-મુમુક્ષુઓ તેમજ તત્વચિંતકોને મોક્ષમાર્ગ પ્રકાશિત થવામાં માર્ગદર્શક બની રહે !

Aptavani Part 3: આપ્તવાણી - ૩

by Dada Bhagwan

લોકોને જીવનમાં સંખ્યાબંધ ધ્યેયો અને મહત્વાકાંક્ષાઓ હોય છે. છતાંપણ, આપણામાંના મોટા ભાગના લોકો “ હું કોણ છું ?” સવાલનો જવાબ આપવામાં અસમર્થ છે. અનંતકાળથી લોકો જીવનમાં ભૌતિક ચીજો પાછળ પડેલા છે. છતાંપણ, એક ખરા જ્ઞાની પુરુષ આત્મસાક્ષાત્કારનો ખરો રસ્તો બતાવશે અને સંસારિક બંધનોથી મુક્ત થવામાં મદદ કરશે. આ પુસ્તકમાં, પરમ પૂજ્ય દાદાશ્રીએ આત્મા અને તેના ગુણધર્મો અને (આત્માના) પોતાના જ્ઞાન, દર્શન, શક્તિ, સુખ શું છે? સ્વસત્તા (બહારના સંજોગો પર આધારિત ન હોય) પરસત્તા ( બહારના સંજોગો પર આધારિત ) સ્વપરિણામ (રીલેટીવ સ્વરૂપના જ્ઞાતા દ્રષ્ટા ) અને પરપરિણામ (પોતાને કર્તા જાણીને), વ્યવહાર આત્મા અને નિશ્ચય આત્મા અને બીજા ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી છે. પુસ્તકના બીજા ભાગમાં, પરમ પૂજ્ય દાદાશ્રીએ અથડામણ વગર જીવન કેમ જીવવું, રાઇટ બિલીફથી કઈ રીતે દુઃખ નથી રહેતું, અને કુટુંબને લગતા મુદ્દાઓ, જેવા કે છોકરાઓ સાથેનો વ્યવહાર, સામાને સુધારવા કરતાં જાતે સુધરવું, એડજસ્ટમેન્ટ લેવા, રીલેટીવ બાબતમાં ઉપલક રહેવું, કુટુંબના સભ્યોને જુદા જુદા વ્યક્તિઓ સાથે, મહેમાનો સાથે, ઉપરીઓ સાથે, સંબંધોમાં સ્વાભાવિકતા રાખવી વગેરે માટે ચાવીઓ આપી છે. આ પુસ્તકનું વાંચન આપણા જીવનમાં પરમ આનંદ અને શાંતિ મેળવવામાં ઘણું ઉપયોગી થશે.

Aptavani Part 11 Uttarardh: આપ્તવાણી શ્રેણી - ૧૧ (ઉત્તરાર્ધ)

by Dada Bhagwan

સ્વરૂપ જ્ઞાનની પ્ર્રાપ્તિ પછી પોતે ‘શુધ્ધાત્મા’ પદમાં આવી જાય છે. પોતે કર્તા નથી પણ સ્વરૂપ કેવળ જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદી છે. અહીં એ પ્રશ્ન ઊભો થાય છે કે, તો પછી જગત કોણ ચલાવે છે? જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદાશ્રીની શોધખોળ મુજબ હમેંશા ‘વ્યવસ્થિત શક્તિ’નાં આધીન જગત ચાલે છે માટે જગત હમેંશા “વ્યવસ્થિત” જ રહેલું છે. વ્યવસ્થિત શક્તિ એટલે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ, કેટલા બધાં સંયોગો ભેગા થઈને પછી જે આવે તે પરિણામ. વ્યવસ્થિતનું જ્ઞાન આપણને ભયમુક્ત રાખે છે. ચિંતા, ઉપાધિ, ટેન્શન રહિત બનાવે છે ! પ્રસ્તુત ગ્રંથમાં પરમ પૂજ્ય દાદાશ્રી વ્યવસ્થિત શકિતનાં સિધ્ધાંત ને વિગતવાર સમજાવે છે. ‘મેં કર્યું’ એવું થયું કે કર્તા થયા. કર્તા થાય તેની જોખમદારી ઊભી થાય. ‘આ મેં કર્યું’ એમ થયું કે કર્મને પોતે આધાર આપ્યો એટલે કર્મ બંધાય. જો કે આત્મજ્ઞાન પછી આવા વિચાર જતાં રહે છે કારણકે પોતાને અનુભવ થાય છે કોઈ સ્વતંત્ર કર્તા નથી. જેવી રીતે તમે સ્વતંત્ર કર્તા નથી તેમ બીજી વ્યકિત પણ સ્વતંત્ર કર્તા નથી. તેથી સામી વ્યક્તિ સાથે રાગ-દ્વેષ ના થાય. વ્યવસ્થિતનું જ્ઞાન આપણને રોજબરોજનાં જીવનમાં મદદ કરી શકે તેવું છે, આપણને વર્તમાનમાં રાખે અને ભૂત કે ભવિષ્યના ગુંચવાડામાં અટવાઈ ના જવાય. પરંતુ વર્તમાનમાં આપણી કામ કરવાની એફિસિયન્સી(શક્તિ) વધારે છે. જોકે પરમ પૂજ્ય દાદાશ્રી વ્યવસ્થિત શક્તિનાં જ્ઞાનનાં દુરૂપયોગ સામે ચેતવે છે કે જ્યાં કોઈ હેતુપૂર્વક કશુંક અવળું કરે અને પછી વ્યવસ્થિત શકિત પર આરોપ મૂકે. સાચી સમજણ અને વ્યવસ્થિત શકિતનાં જ્ઞાનનાં વ્યવહારુ ઉપયોગથી જીવનમાં શાંતિ અને સમતા આવશે. જે આપણને આત્યંતિક કલ્યાણ તરફ દોરી જશે.

Aptavani Part 11 Purvardh: આપ્તવાણી શ્રેણી-૧૧ (પૂર્વાર્ધ)

by Dada Bhagwan

જગતની વાસ્ત્વિકતાઓ જાણવા જીવ જ્યારથી જન્મ્યો ત્યારથી ઝઝૂમ્યા કરે છે પણ તે જડતું જ નથી. વાસ્ત્વિકતા નાં પાયામાં ‘હું કોણ છું’ અને ‘કોણ કરે છે આ બધું’ એ પ્રશ્નો છે. જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદાશ્રીએ પ્રસ્તુત ગ્રંથમાં ‘કોણ કરે છે અને આ જગત કેવી રીતે ચાલે છે !’ તેના વિશેનું રહસ્ય અગોપિત કર્યું છે. જગત “વ્યવસ્થિત શક્તિ” ના સિધ્ધાંતથી ચાલે છે. આત્મવિજ્ઞાન ને સમજવા માટે ‘વ્યવસ્થિત શક્તિ’વીરીતે કામ કરે છે તે સમજવું અત્યંત મહત્વનું બની જાય છે. વ્યવસ્થિત શક્તિ એટલે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ, કેટલાંય બધાં સંયોગો ભેગા થઈને પછી જે આવે તે પરિણામ ! પરમ પૂજ્ય દાદાશ્રીએ ખરો કર્તા કોણ છે, વ્યવસ્થિત શક્તિ શું છે, આ શકિતનો રોલ શું છે, કેવીરીતે આપણા કર્મોની ચોક્કસ ઈફેક્ટ આવે છે. આવું શા માટે બન્યું તેનાં વાસ્તવિક ફોડ પડ્યા છે. આ સમજણ સાથે, કશુંક અવળું બન્યું તો ન તો આપણે કોઈ પર આરોપ મૂકીશું અથવા કંઈક સવળું બન્યું તો ન તો સ્વાર્થી બનીને તેનો ગર્વરસ લઈશું. આ સમજણ આપણા જીવનમાં શાંતિ અને સમતા રાખશે.

Aptasutra Part 3: આપ્તસૂત્ર - ૩

by Dada Bhagwan

પ્રસ્તુત પુસ્તકોના સેટમાં પરમ પૂજ્ય ‘દાદા ભગવાન’ના શ્રીમુખેથી વહેલ આત્મવિજ્ઞાનને સૂત્રમાં સંકલિત કરવામાં આવ્યું છે. પ્રત્યેક સૂત્ર સ્વતંત્ર તેમજ અનુસંધાનયુક્ત છે. એક એક સૂત્ર સામાન્ય સમજથી ઠેઠ કેવળ જ્ઞાનમાં સંપૂર્ણ સર્વાંગ ફોડ આપનારા તેમજ વ્યવહારના પ્રશ્નોથી માંડીને ગુહ્યતમમાં ગુહ્યતમ તત્વોનાં રહસ્યોનું અનાવરણ કરનારાં છે. આપ્ત એટલે શું? સંસારમાં ને ઠેઠ મોક્ષે જતાં સુધી સર્વ રીતે વિશ્વાસ કરવા યોગ્ય ! સંસારમાં આપ્ત કોઈ પુણ્યશાળીને પ્રાપ્ત થાય, કિંતુ મોક્ષમાર્ગમાં આપ્તપુરુષની પ્રાપ્તિ અતિ અતિ વિકટ છે. આપ્તપુરુષ જેને પ્રાપ્ત થાય એ મહા મહા ભાગ્યશાળી ! સૂત્ર એટલે શું? પૂજ્ય દાદાશ્રી સમજાવે છે : ‘સો મણ સૂતરમાં એક વાલ સોનું ગૂંથીએ ને પછી પાછું તેમાંથી શુદ્ધ સોનું કાઢવું તે.’ જે કેવળ મોક્ષના જ કામી છે એવા મુમુક્ષુઓ, ‘આપ્તસૂત્ર’ના આરાધનથી સમકિતના દ્વાર સુધી જઈ શકે તેમ છે ! સાધનાનાં સર્વે સોપાનોનું થર્મોમીટર પ્રસ્તુત ગ્રંથમાં છે. અજ્ઞાન દશાથી માંડીને ઠેઠ આત્માનું કેવળ જ્ઞાનસ્વરૂપ સુધીનાં – અજ્ઞાનીની દશા, સ્વરૂપજ્ઞાન પ્રાપ્તિ પછી મહાત્માઓની દશા, સંપૂર્ણ જ્ઞાનીની દશાને કેવળ જ્ઞાનીની દશાનાં વર્ણન પૂજ્ય દાદાશ્રીએ અત્યંત સરળ ભાષામાં સમજાવ્યાં છે. સાધકને પ્રત્યેક પળે એ પથદર્શક છે. વિશ્વના સૂક્ષ્મતમ છ તત્વોના સ્વભાવ, ગુણ, અવસ્થાઓનું, તેમજ સંસાર પરિભ્રમણના કાર્ય-કારણની સંકલના ઈ.ઈ. નો ફોડ અતિ અતિ સરળ ભાષામાં જ્ઞાની પુરુષે પ્રગટ કર્યો છે ! આશા છે કે જિજ્ઞાસુ-મુમુક્ષુઓ તેમજ તત્વચિંતકોને મોક્ષમાર્ગ પ્રકાશિત થવામાં માર્ગદર્શક બની રહે !

Pati Patni No Divya Vyavahar (Granth): પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર (ગ્રંથ)

by Dada Bhagwan

આ કાળના પુરુષો અને સ્ત્રીઓમાં જન્મજાત સ્વભાવથી થતી સમસ્યાઓ ભરપૂર છે, જે મતભેદ, અથડામણ અને વાદવિવાદમાં પરિણમે છે. સતયુગમાં પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે બહુ ઓછી સમસ્યાઓ હતી કારણ કે જન્મજાત સરળતાને કારણે તેઓ એકબીજા સાથે સહેલાઈથી એડજસ્ટ થઇ શકતા. અત્યારે કળિયુગમાં પુરુષો અને સ્ત્રીઓના વ્યક્તિગત સ્વભાવને કારણે હુંસાતુંસી થાય છે. પરણેલાઓને સતત એકબીજા સાથે મતભેદ થાય છે અને તેથી તેમને તેમના સહજીવનમાં સુમેળ લાગતો નથી. આ કળિયુગમાં સતત સંઘર્ષ અને તણાવ વચ્ચે પરણેલા કેવી રીતે સુમેળ અને સ્વતંત્રતા મેળવી શકે? આ પતિ – પત્ની નો દિવ્ય વ્યવહાર પુસ્તકમાં પરમ પૂજ્ય દાદાશ્રીએ પતિ અને પત્નીના વ્યવહારને લગતા દરેક જાતના પ્રશ્નોના જવાબ આપ્યા છે; જે તેમના સબંધની સમસ્યાઓ દૂર કરવામાં મદદરૂપ થાય છે; જેથી તેઓ સુખી લગ્ન જીવન જીવી શકે. પરમ પૂજ્ય દાદાશ્રી પણ પરણેલા હતા, પરંતુ તેમને તેમની પત્ની જોડે આખા જીવનમાં એકપણ મતભેદ થયો ન હતો. આધ્યાત્મિક જ્ઞાની પરમ પૂજ્ય દાદાશ્રીને આત્મજ્ઞાન થયા પછીના ત્રીસ વરસોમાં આ સંબંધે પૂછાયેલા હજારો પ્રશ્નોનો આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમને જીવન સુમેળથી જીવવું છે, પોતાના જીવનનો હેતુ શોધવો છે અને શુદ્ધ પ્રેમ મેળવવો છે એવા બધા પરણેલા જોડકાઓને આત્મોદ્ધારના પંથે ચડાવવામાં પરમ પૂજ્ય દાદાશ્રી નિમિત્ત બન્યા છે.

Krodh: ક્રોધ

by Dada Bhagwan

જયારે પોતાના ધાર્યા પ્રમાણે નથી થતું, અથવા જયારે સામી વ્યક્તિ પોતાને સમજતી નથી, અથવા જયારે દ્રષ્ટિકોણમાં ફરક હોય ત્યારે મોટાભાગે પોતાને ક્રોધ આવે છે. ઘણીવાર આપણને ખોટા માનવામાં આવે છે, જયારે આપણે પોતે સાચા છીએ એમ માનતા હોઈએ ત્યારે આપણને ક્રોધ આવે છે. આપણી પોતાની સમજણના આધારે આપણે પોતાને સાચા માનતા હોઈએ છીએ જયારે સામી વ્યક્તિ માને છે કે તે સાચી છે. મોટાભાગે જયારે આપણને સમજ નથી પડતી કે આગળ શું કરવું, આપણી પાસે દૂરદ્રષ્ટિ કે સૂઝ નથી હોતી ત્યારે આપણે ક્રોધિત થઈએ છીએ. જે લોકો આપણને સૌથી વધારે પ્રેમ કરે છે તેમની સાથેના સંબંધો ને જ આપણે નુકશાન પહોંચાડીએ છીએ. આપણે આપણા સંતાનોને બધા જ સુખચેન, સાથ, સલામતી આપવા માંગીએ છીએ પરંતુ આપણા ક્રોધથી સંતાનો પોતાના જ ઘરમાં ભયભીત રહે છે. ક્રોધિત લોકો સાથે કેમ વર્તવું? જયારે કોઈ યંત્ર બહુ ગરમ થઇ જાય, ત્યારે આપણે તેને થોડા સમય માટે એમજ છોડી દેવું જોઈએ તો તે ટુંક સમયમાં ઠંડું થઇ જશે. પરંતુ જો તમે તેને છેડતા રહેશો તો તમે દાઝશો. તમારા સંબધો અને ક્રોધની સમસ્યાના ઉકેલ માટે આગળ વાંચો.

Refine Search

Showing 51 through 75 of 581 results