Browse Results

Showing 76 through 100 of 581 results

Chamatkar: ચમત્કાર

by Dada Bhagwan

આજનાં અતિ આધુનિક અને વૈજ્ઞાનિક કાળમાં પણ લોકો કંઈક ચમત્કાર થશે તેવી ભ્રાંતિમાં રાચે છે. તેઓ કોઈક અલૌકિક ઘટનાઓ ઘટવાની રાહ જુએ છે. ભારત જેવા દેશમાં જ્યાં મોટા ભાગની પ્રજા ચમત્કારોમાં માને છે, તે ઘણી અંધશ્રદ્ધાઓ, ભ્રાંતિ અને ભયને જન્માવે છે. જે દેશની પ્રજા ચમત્કારોને માનતી, રાચતી ને પૂજતી થાય તે દેશના આધ્યાત્મનું પતન ક્યાં જઈ ને અટકશે તેની કલ્પના જ થાય તેમ નથી. ચમત્કાર કહેવો કોને ?સામાન્ય માણસની બુદ્ધિથી ના સમજાય તેવી બહારની ક્રિયા થઈ તે ચમત્કાર ? પણ તેમાં બુદ્ધિની સમજની સાપેક્ષતા માણસે માણસે ભિન્ન હોય. એકની બુદ્ધિમાં ના સમાય તો બીજાની બુદ્ધિમાં સમાય. બુદ્ધિની સીમા ય દરેકની ભિન્ન ભિન્ન જ ને ! ચમત્કાર પરનું પ્રસ્તુત પુસ્તક - શું આવા ચમત્કારોનું આપણા જીવનમાં ખરેખર કોઈ મહત્વ છે? ચમત્કારનો સહારો લઈને અંતે આપણને મળ્યું શું? તેનાં પર પ્રકાશ પાડે છે. જ્ઞાની પુરુષ દાદાશ્રીએ ચમત્કારની યથાર્થ ‘ડેફીનેશન’(વ્યાખ્યા), સિદ્ધિ અને ચમત્કાર વચ્ચેનો તફાવત, ચમત્કારમાં માન્યતા અને ધર્મ વચ્ચેનો સંબંધ, શું ચમત્કાર ખરેખર આપણું કંઈક સારું કરે છે કે તે માત્ર એક કલ્પના જ છે ? શું ચમત્કારો આપણા જીવન અને ધર્મને અસર કરે છે ? શું તે આપણા જીવનને સારું કે ખરાબ બનાવી શકે? શું આપણે ચમત્કારો કરીને ભગવાનને રાજી કરી શકીએ? વગેરે તે સર્વ બાબતો સમજાવી છે. દાદાશ્રી વાચકને મોક્ષમાર્ગ તરફ વાળે છે, જ્યાં (કહેવાતા)ચમત્કારનું કોઈ જ સ્થાન નથી, કારણકે આત્મા આ બધાથી પર છે. પ્રસ્તુત પુસ્તક સુજ્ઞ વાચકને ચમત્કારનો ખરો મતલબ ખોળવામાં અને આધ્યાત્મના સાચા માર્ગ પર ચાલવામાં સહાયક થશે.

Aptavani Part 13 Purvardh: આપ્તવાણી શ્રેણી - ૧૩ (પૂર્વાર્ધ)

by Dada Bhagwan

બધા જ શાસ્ત્રો, બધા જ આધ્યાત્મિક સત્સંગો અને આધ્યાત્મિક ક્રિયાઓનો એક જ અને સમાન સાર છે અને તે ‘આત્માનું જ્ઞાન અને જાગૃતિ’ પ્રાપ્ત કરવી તે છે. ‘પોતે’ શુધ્ધ છે, પરંતુ પોતાને ‘હું કોણ છું?’ તેની રોંગ બિલિફ છે. ‘હું ચંદુલાલ છું’ ની આ રોંગ બિલિફે પ્રકૃતિને ઊભી કરી છે. આ જગતમાં માત્ર બે જ વસ્તુ છે, જડ અને ચેતન. બંને અનાદિથી સર્વથા ભિન્ન અને તદ્નક નિરાળા છે, પરંતુ બંને તત્વોના ભેગા થવાથી વિશેષભાવ “હું ચંદુલાલ છું” ઊભો થાય છે જે આત્મજ્ઞાનનાં મૂળભૂત સિધ્ધાંતને “હું શુધ્ધાત્મા છું” ને અસંગત છે. પ્રસ્તુત પુસ્તકમાં અક્રમવિજ્ઞાનનાં જ્ઞાની પુરુષની વાણી પ્રકાશિત થયેલ છે જેઓ વિશ્વમાં પરમ પૂજ્ય દાદાશ્રી તરીકે જાણીતા છે. તેમણે પ્રકૃતિનાં રૂટ કોઝની, પ્રકૃતિને કઈ રીતે ‘પોતા’થી (આત્માથી) જુદી રાખવી, અને કઈ રીતે પ્રકૃતિને માત્ર ‘જોયા’ કરવાની તેની વિગતવાર સમજણ આપી છે. પ્રસ્તુત ગ્રંથના પૂર્વાધમાં આઠેય પ્રકારનાં કર્મોને વિગતવાર સમજાવ્યા છે. આ પુસ્તક પ્રકૃતિ અને કર્મોનું વિજ્ઞાન(સાયન્સ) બાબતમાં જાગૃત કરનાર છે.

Aptavani Part 13 Uttarardh: આપ્તવાણી શ્રેણી - ૧૩ (ઉત્તરાર્ધ)

by Dada Bhagwan

બધા જ શાસ્ત્રો, બધા જ આધ્યાત્મિક સત્સંગો અને આધ્યાત્મિક ક્રિયાઓનો એક જ અને સમાન સાર છે અને તે ‘આત્માનું જ્ઞાન અને જાગૃતિ’ પ્રાપ્ત કરવી તે છે. ‘પોતે’ શુધ્ધ છે, પરંતુ પોતાને ‘હું કોણ છે?’ તેની રોંગ બિલિફ છે. ‘હું ચંદુલાલ છું’ ની આ રોંગ બિલિફે પ્રકૃતિને ઊભી કરી છે. પ્રસ્તુત પુસ્તકમાં પરમ પૂજ્ય દાદાશ્રીની જુદાં જુદાં પાસા પર જેવા કે પ્રજ્ઞા, રાગ-દ્વેષ, ગમો-અણગમો, વીતરાગતા, જ્ઞાન-અજ્ઞાન, દર્શન અને આવા અનેક આત્મજ્ઞાન સંબંધી પાસાઓની વાતો (સત્સંગ)પ્રકાશિત થયેલ છે. આ પુસ્તક પ્રકૃતિ અને આત્મા નાં સાયન્સ બાબતમાં જાગૃત કરનાર છે.

Aptasutra Part 2: આપ્તસૂત્ર - ૨

by Dada Bhagwan

પ્રસ્તુત પુસ્તકોના સેટમાં પરમ પૂજ્ય ‘દાદા ભગવાન’ના શ્રીમુખેથી વહેલ આત્મવિજ્ઞાનને સૂત્રમાં સંકલિત કરવામાં આવ્યું છે. પ્રત્યેક સૂત્ર સ્વતંત્ર તેમજ અનુસંધાનયુક્ત છે. એક એક સૂત્ર સામાન્ય સમજથી ઠેઠ કેવળ જ્ઞાનમાં સંપૂર્ણ સર્વાંગ ફોડ આપનારા તેમજ વ્યવહારના પ્રશ્નોથી માંડીને ગુહ્યતમમાં ગુહ્યતમ તત્વોનાં રહસ્યોનું અનાવરણ કરનારાં છે. આપ્ત એટલે શું? સંસારમાં ને ઠેઠ મોક્ષે જતાં સુધી સર્વ રીતે વિશ્વાસ કરવા યોગ્ય ! સંસારમાં આપ્ત કોઈ પુણ્યશાળીને પ્રાપ્ત થાય, કિંતુ મોક્ષમાર્ગમાં આપ્તપુરુષની પ્રાપ્તિ અતિ અતિ વિકટ છે. આપ્તપુરુષ જેને પ્રાપ્ત થાય એ મહા મહા ભાગ્યશાળી ! સૂત્ર એટલે શું? પૂજ્ય દાદાશ્રી સમજાવે છે : ‘સો મણ સૂતરમાં એક વાલ સોનું ગૂંથીએ ને પછી પાછું તેમાંથી શુદ્ધ સોનું કાઢવું તે.’ જે કેવળ મોક્ષના જ કામી છે એવા મુમુક્ષુઓ, ‘આપ્તસૂત્ર’ના આરાધનથી સમકિતના દ્વાર સુધી જઈ શકે તેમ છે ! સાધનાનાં સર્વે સોપાનોનું થર્મોમીટર પ્રસ્તુત ગ્રંથમાં છે. અજ્ઞાન દશાથી માંડીને ઠેઠ આત્માનું કેવળ જ્ઞાનસ્વરૂપ સુધીનાં – અજ્ઞાનીની દશા, સ્વરૂપજ્ઞાન પ્રાપ્તિ પછી મહાત્માઓની દશા, સંપૂર્ણ જ્ઞાનીની દશાને કેવળ જ્ઞાનીની દશાનાં વર્ણન પૂજ્ય દાદાશ્રીએ અત્યંત સરળ ભાષામાં સમજાવ્યાં છે. સાધકને પ્રત્યેક પળે એ પથદર્શક છે. વિશ્વના સૂક્ષ્મતમ છ તત્વોના સ્વભાવ, ગુણ, અવસ્થાઓનું, તેમજ સંસાર પરિભ્રમણના કાર્ય-કારણની સંકલના ઈ.ઈ. નો ફોડ અતિ અતિ સરળ ભાષામાં જ્ઞાની પુરુષે પ્રગટ કર્યો છે ! આશા છે કે જિજ્ઞાસુ-મુમુક્ષુઓ તેમજ તત્વચિંતકોને મોક્ષમાર્ગ પ્રકાશિત થવામાં માર્ગદર્શક બની રહે !

Aptasutra Part 1: આપ્તસૂત્ર - ૧

by Dada Bhagwan

પ્રસ્તુત પુસ્તકોના સેટમાં પરમ પૂજ્ય ‘દાદા ભગવાન’ના શ્રીમુખેથી વહેલ આત્મવિજ્ઞાનને સૂત્રમાં સંકલિત કરવામાં આવ્યું છે. પ્રત્યેક સૂત્ર સ્વતંત્ર તેમજ અનુસંધાનયુક્ત છે. એક એક સૂત્ર સામાન્ય સમજથી ઠેઠ કેવળ જ્ઞાનમાં સંપૂર્ણ સર્વાંગ ફોડ આપનારા તેમજ વ્યવહારના પ્રશ્નોથી માંડીને ગુહ્યતમમાં ગુહ્યતમ તત્વોનાં રહસ્યોનું અનાવરણ કરનારાં છે. આપ્ત એટલે શું? સંસારમાં ને ઠેઠ મોક્ષે જતાં સુધી સર્વ રીતે વિશ્વાસ કરવા યોગ્ય ! સંસારમાં આપ્ત કોઈ પુણ્યશાળીને પ્રાપ્ત થાય, કિંતુ મોક્ષમાર્ગમાં આપ્તપુરુષની પ્રાપ્તિ અતિ અતિ વિકટ છે. આપ્તપુરુષ જેને પ્રાપ્ત થાય એ મહા મહા ભાગ્યશાળી ! સૂત્ર એટલે શું? પૂજ્ય દાદાશ્રી સમજાવે છે : ‘સો મણ સૂતરમાં એક વાલ સોનું ગૂંથીએ ને પછી પાછું તેમાંથી શુદ્ધ સોનું કાઢવું તે.’ જે કેવળ મોક્ષના જ કામી છે એવા મુમુક્ષુઓ, ‘આપ્તસૂત્ર’ના આરાધનથી સમકિતના દ્વાર સુધી જઈ શકે તેમ છે ! સાધનાનાં સર્વે સોપાનોનું થર્મોમીટર પ્રસ્તુત ગ્રંથમાં છે. અજ્ઞાન દશાથી માંડીને ઠેઠ આત્માનું કેવળ જ્ઞાનસ્વરૂપ સુધીનાં – અજ્ઞાનીની દશા, સ્વરૂપજ્ઞાન પ્રાપ્તિ પછી મહાત્માઓની દશા, સંપૂર્ણ જ્ઞાનીની દશાને કેવળ જ્ઞાનીની દશાનાં વર્ણન પૂજ્ય દાદાશ્રીએ અત્યંત સરળ ભાષામાં સમજાવ્યાં છે. સાધકને પ્રત્યેક પળે એ પથદર્શક છે. વિશ્વના સૂક્ષ્મતમ છ તત્વોના સ્વભાવ, ગુણ, અવસ્થાઓનું, તેમજ સંસાર પરિભ્રમણના કાર્ય-કારણની સંકલના ઈ.ઈ. નો ફોડ અતિ અતિ સરળ ભાષામાં જ્ઞાની પુરુષે પ્રગટ કર્યો છે ! આશા છે કે જિજ્ઞાસુ-મુમુક્ષુઓ તેમજ તત્વચિંતકોને મોક્ષમાર્ગ પ્રકાશિત થવામાં માર્ગદર્શક બની રહે !

Satya Asatya Na Rahasyo: સત્ય અસત્યના રહસ્યો

by Dada Bhagwan

ઘણા લોકો શું સાચું છે અને શું નથી, શું ખરું છે અને શું ખોટું છે તે સમજવા મથે છે. શું ખરું છે અને શું ખોટું છે એનો ફરક સમજવામાં સતત મુંઝવણ થાય છે. પરમ પૂજ્ય દાદાશ્રી, જ્ઞાની પુરુષના કહેવા પ્રમાણે સંસારમાં ત્રણ જાતના સત્ય છે. એક ત્રિકાળ સત્ય બીજું રીલેટીવ સત્ય અને ત્રીજું અસત્ય. આ પુસ્તકમાં, પરમ પૂજ્ય દાદાશ્રીએ ત્રિકાળ સત્ય અને રીલેટીવ સત્યના અર્થની ચર્ચા કરી છે. ત્રિકાળ સત્ય, જેનો ક્યારેય નાશ થતો નથી; તે અનંત છે. તે આત્મા માટે છે. તમે શુદ્ધાત્મા છો તેનું ભાન થવું તે ત્રિકાળ સત્ય (સત્) છે. આ અંતિમ સત્ય છે. રીલેટીવ સત્ય એ લોકોનું માનેલું કે ઠરાવેલું સત્ય છે; જે એક વ્યક્તિના દ્રષ્ટિકોણથી સત્ય છે તે બીજી વ્યક્તિના દ્રષ્ટિકોણથી સત્ય ન પણ હોય. રીલેટીવ સત્ય વ્યક્તિએ, વ્યક્તિએ બદલાઈ શકે. રીલેટીવ સત્ય એ રીલેટીવ જગત માં પ્રગતિ કરવા માટે મદદ કરી શકે, પરંતુ રીયલ પ્રગતિ માટે પરમ સત્ય જરૂરી છે. આ પુસ્તકમાં પરમ પૂજ્ય દાદાશ્રીના પરમ અને રીલેટીવ સત્યના સત્સંગો વાંચો અને સત્ય, અસત્ય અને સત્ નાં સ્વરૂપ વિષેની તમારી મુંઝવણ દૂર કરો. આવી સમજણ મુક્તિના પંથે આગળ વધવામાં મદદ કરશે.

Pratikraman (Granth): પ્રતિક્રમણ (ગ્રંથ)

by Dada Bhagwan

પોતાની ઈચ્છા ન હોવા છતાં દરેક મનુષ્ય ભૂલો કરે છે. લોકો પોતાની ભૂલોમાં સપડાય છે અને સતત ભોગવટામાં રહે છે. તેમને એનાથી મુક્ત થવાની, આંતરશાંતિ મેળવવાની, અને મુક્તિના રસ્તે આગળ વધવાની અંતરથી ઈચ્છા હોય છે. તીર્થંકરો અને જ્ઞાનીઓએ આ જગતને આવા દુઃખો માંથી છૂટવાનું એકમાત્ર સાધન (શસ્ત્ર) આપ્યું છે, અને તે સાધન (શસ્ત્ર) એટલે આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન (આલોચના – પોતાની ભૂલોની કબુલાત કરવી; પ્રતિક્રમણ – ભૂલોની માફી માગવી; અને પ્રત્યાખ્યાન – ભૂલો ફરી નહિ કરવાનો દ્રઢ નિશ્ચય). અસંખ્ય લોકો એ આ સાધન (શસ્ત્ર)થી નફરત અને વેરભાવના વિશાળ વટવૃક્ષના મૂળ નો નાશ કરી મુક્તિરૂપી સંપતિ મેળવી છે. જ્ઞાની પુરુષ, દાદા ભગવાને પોતાની વાણી વડે પ્રતિક્રમણનું આ વિજ્ઞાન જેમ છે તેમ ખુલ્લું કર્યું છે. તેમના કહેલા શબ્દો આ અને બીજા ઘણા પુસ્તકો માં જોવા મળશે; સત્ય અને મુક્તિના આકાંક્ષી માટે આ શબ્દો અમુલ્ય પુરવાર થશે.

Maa-Baap Chhokra No Vyavahar (Granth): મા-બાપ છોકરાનો વ્યવહાર (ગ્રંથ)

by Dada Bhagwan

મા – બાપ અને છોકરા વચ્ચેનો સંબંધ એ પોતાના અસ્તિત્વની મૂળભૂત કડી છે. આપણા મહાન ભગવાનોને પણ મા – બાપ હતા જેમનો તેઓ આદર કરતા અને તેમને પૂજ્ય ગણતા. આજના જમાનામાં આ સંબંધ જટિલ થઇ રહ્યા છે. મા – બાપોને તેમના છોકરાઓ સામે ફરીયાદોની લાંબી યાદી છે, જેવી કે છોકરાઓ તેમની આજ્ઞા પાળતા નથી, મોડા ઉઠે છે, ભણતા નથી, તેમને ખોટી આદતો પડી છે, એકબીજા સાથે ઝગડે છે, વગેરે. છોકરાઓ મા – બાપની અપેક્ષાઓ પૂરી કરી શકતા નથી. તેવી જ રીતે છોકરાઓને લાગે છે કે મા – બાપ તેમને સમજવા માગતા નથી, વધારે પડતા કડક છે, વગેરે વગેરે. આ પુસ્તકમાં, જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદાશ્રીના, કુટુંબની અંદરના આ ઘનિષ્ટ સંબંધો વિષેના સત્સંગો આપવામાં આવ્યા છે. હાલની સમસ્યાઓને સંસારિક અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી ચર્ચવામાં આવી છે. જૂની અને નવી પેઢી વચ્ચે વધતી તિરાડો ઉપર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. મા – બાપની ફરજો અને બાળકો, તરુણો, કિશોરો, અને યુવાન વયસ્કોની તેમના મા – બાપ પ્રત્યેની ફરજો, સ્પષ્ટતા અને કરુણાથી સમજાવવામાં આવી છે. પરમ પૂજ્ય દાદાશ્રીએ પ્રેમ અને સ્નેહથી કેવી રીતે મા – બાપ છોકરાના આ સુંદર સંબંધમાં સુમેળ સાધી શકાય તે હેતુથી ‘હકારાત્મક બાલઉછેરનો પાયો નાખવામાં પહેલ કરી છે? આ પુસ્તકના બે વિભાગ પાડવામાં આવ્યા છે, પહેલાં વિભાગમાં પરમ પૂજ્ય દાદાશ્રીએ મા – બાપની છોકરાં સાથેની સમસ્યા અને તેના ઉકેલની ચર્ચા કરી છે. બીજા ભાગમાં છોકરાંને મા – બાપ સાથેના વ્યવહાર માં આવતી મુશ્કેલીઓની ચર્ચા કરી છે. આ પુસ્તક મા – બાપ અને છોકરાં વચ્ચે સુમેળ સાધી, સંબંધો ઉષ્માભર્યા બનાવવામાં ખુબ જ મદદરૂપ થશે.

Vaani No Siddhant (Granth): વાણીનો સિધ્ધાંત(ગ્રંથ)

by Dada Bhagwan

સવારે જાગ્યા ત્યાંથી સૂતાં સુધી અવિરત વાણીનો વ્યવહાર દરેકને ચાલતો જ હોય છે ! અરે ઊંઘમાં ય કેટલાંક બબડતા હોય છે !!! વાણીનો વ્યવહાર બે રીતે પરિણમતો હોય છે. કડવો યા તો મીઠો ! ઘણી વખત, આપણાથી એવું બોલાઈ જાય છે જે આપણે ઈચ્છતા નહોતા અને પછી તેનો પસ્તાવો કરીએ છીએ. પ્રસ્તુત પુસ્તકમાં જ્ઞાની પુરુષ, દાદાશ્રીએ વાણીના સૂક્ષ્મમાં સૂક્ષ્મ અને સૈદ્ધાંતિક ફોડની જબરદસ્ત સમજણ આપી છે. દાદાશ્રી વાણીના સૂક્ષ્મમાં સૂક્ષ્મ સૈદ્ધાંતિક ફોડથી માંડીને દૈનિક વ્યવહાર જીવનમાં પતિ-પત્ની વચ્ચે, મા-બાપ છોકરાં વચ્ચે, નોકર- શેઠ વચ્ચે, જે વાણી વપરાય છે, તે કેવી સમ્યક્ પ્રકારે હોવી જોઈએ કે કોઈને દુઃખ ન થાય, તેના પ્રેક્ટીકલ દાખલાઓ આપી સુંદર સમાધાન કરાવે છે. સાથે સાથે દાદાશ્રી કોઈના તરફથી આવતી કડવી (કટુ) વાણી સામે સમતાથી કેવીરીતે વર્તવું તેનો ઉકેલ આપે છે. પ્રસ્તુત પુસ્તક વાચકને વાણીથી ઉત્પન્ન થતી અથડામણો અને એમાં કઈ રીતે સમાધાનકારી ઉકેલ લાવવાં? તેમ જ પોતાની કડવી વાણી, આઘાતી વાણી હોય, તો તેને કઈ સમજણે ફેરફાર કરવો? તેનું માર્ગદર્શન આપે છે. (પ્રસ્તુત પુસ્તકનું વાંચન) વાચક ઘર અને બહારનાં બધાં જ વ્યવહારોમાં (સંબંધોમાં) પોતે કેવીરીતે કલેશ રહિત બનવું તે શીખી શકે છે.

Paisa No Vyavahar (Granth): પૈસાનો વ્યવહાર (ગ્રંથ)

by Dada Bhagwan

આપણા જીવનમાં પૈસાનું પોતાનું મહત્વ છે. જગત પૈસા અને મિલકતને એક સૌથી મહત્વની વસ્તુ માને છે. કંઈ પણ કરવા માટે પૈસો જરૂરી છે તેથી લોકોને પૈસા ઉપર વધારે પ્રેમ છે. તેથી જગતમાં ચારેબાજુ નૈતિક કે અનૈતિક રસ્તે વધારે પૈસો મેળવવા માટે લડાઈઓ થઇ રહી છે. પૈસા અને મિલકતની અસમાન વહેચણીને લીધે લોકો પરેશાન છે. આ ભયંકર કળિયુગમાં, પૈસાની બાબતમાં નૈતિક અને પ્રમાણિક રહેવું બહુ મુશ્કેલ છે. જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદાશ્રીએ જેવી જોઈ છે એવી પૈસાની દુનિયાને લગતા આ પુસ્તકમાં પરમ પૂજ્ય દાદાશ્રીએ પૈસો, દાન, અને પૈસાના ઉપયોગને લગતા પોતાના વિચારો રજુ કર્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે પૈસો ગયા ભવના પુણ્યનું ફળ છે. જયારે તમે બીજાને મદદ કરો છો ત્યારે ધનસંપત્તિ તમારી પાસે આવે છે એ સિવાય નહિ. જેને બીજા સાથે વહેચવાની ઈચ્છા છે તેને ધનસંપત્તિ પ્રાપ્ત થાય છે. ચાર પ્રકાર ના દાન છે, અન્ન દાન, ઔષધ દાન, જ્ઞાન દાન અને અભય દાન. પૈસાના વિજ્ઞાનની અણસમજણને કારણે પૈસા માટેનો લોભ ઉભો થયો છે જેનાથી અવતાર પછી અવતાર થયા કરે છે. તેથી આ પુસ્તક વાંચો, સમજો અને પૈસા માટેના આધ્યાત્મિક વિચારો ગ્રહણ કરો.

Aptavani Part 8: આપ્તવાણી શ્રેણી - ૮

by Dada Bhagwan

પ્રસ્તુત ગ્રંથમાં પ્રગટ પ્રત્યક્ષ અક્રમવિજ્ઞાનનાં જ્ઞાની પુરુષ કે જેઓ પરમ પૂજ્ય દાદાશ્રી તરીકે ઓળખાય છે તેમનાં સ્વમુખેથી વહેલું આત્મતત્વ, તેમ જ અન્ય તત્વો સંબંધી વાસ્તવિક દર્શન ખુલ્લું થાય છે. લોકોને ઘણાં પ્રશ્નો સતાવે છે જેવા કે, ‘હું કોણ છું?, જાણવું કઈ રીતે?’ ‘પોતાના સ્વરૂપની ઓળખાણ કેવી રીતે મેળવી શકું?’, ‘ આત્મ સાક્ષાત્કાર કઈ રીતે પામવો?’ જન્મ-મરણ શું છે? કર્મ શું છે? આત્માના અસ્તિત્વની આશંકાથી માંડીને આત્મા શું હશે, કેવો હશે? શું કરતો હશે? જેવા સેંકડો પ્રશ્નોનાં વૈજ્ઞાનિક સમાધાન પરમ પૂજ્ય દાદાશ્રીએ અત્રે અગોપ્યાં છે. તમામ શાસ્ત્રોનો, સાધકોનો, સાધનાઓનો સાર એક જ છે કે પોતાના આત્માનું ભાન, જ્ઞાન કરી લેવું. ‘મૂળ આત્મા’, તો શુધ્ધ જ છે માત્ર ‘પોતાને’ જે રોંગ ‘બિલિફ’ બેસી ગઈ છે તે પ્રગટ ‘જ્ઞાની પુરુષ’ પાસે આંટી ઊકલી જાય છે. જે કોટી ભવે ન થાય તે ‘જ્ઞાની’ પાસેથી અંતઃમુહૂર્તમાં પ્રાપ્ત થાય તેમ છે ! આખા ગ્રંથનું સંકલન બે વિભાગમાં વિભાજિત થાય છે. પૂર્વાર્ધમાં પરમ પૂજ્ય દાદાશ્રીએ આત્માનું સ્વરૂપ, જ્યારે ઉત્તરાર્ધમાં આત્મ સાક્ષાત્કાર કઈ રીતે પામવો, તે મોક્ષમાર્ગ ખુલ્લો કર્યો છેપ્રસ્તુત સંકલન આત્મા અને મુકિતનાં શોધક મુમુક્ષુઓ માટે આત્માસંબંધી વાસ્તવિક સમજણ આપીને મોક્ષમાર્ગ ના દરવાજા ખુલ્લાં કરે છે.

Aptavani Part 7: આપ્તવાણી - ૭

by Dada Bhagwan

પ્રસ્તુત ગ્રંથ આપ્તવાણી ૭માં પરમ પૂજ્ય દાદાશ્રીની જીવનવ્યવહાર સંબંધી વાતચીત અને પ્રશ્નોત્તરી રૂપી વાણી નું સંકલન કરવામાં આવ્યું છે. જ્ઞાની પુરુષ જીવનના સામાન્યમાં સામાન્ય પ્રસંગોને પણ અસાધારણ દ્રષ્ટિ અને સમજણથી જુએ છે. આવા પ્રસંગો સુજ્ઞ વાચકને જીવનવ્યવહારમાં એક નવી જ દ્રષ્ટિ અને નવી જ વિચારશ્રેણી આપે છે. જે મુદ્દાઓ પર અહીં વર્ણન કરેલ છે તેમાંના કેટલાક આપણને વિચલિત કરી દે છે જેવા કે- જંજાળી જીવનમાં જાગૃતિ, લક્ષ્મીનું ચિંતવન , ગૂંચવાડામાં કેવીરીતે શાંતિપૂર્ણ રીતે રહી શકાય?, ટાળો કંટાળો, ચિંતાથી મુક્તિ, ભય પર કેવીરીતે વિજય મેળવવો?, કઢાપો-અજંપો, ફરિયાદો, જીવનની અંતિમ પળોમાં શું બને છે?, ક્રોધ કષાય, અતિ ગંભીર બિમારીમાં કેવીરીતે સમતા રાખવી?, પાપ-પુણ્યની પરિભાષા, ધંધા/ઓફીસમાં રોજબરોજની સમસ્યાઓનો અને આવી બીજી ઘણી જીવનમાં આવતી મુશ્કેલીઓનો કેવીરીતે નિકાલ કરવો. પ્રસ્તુત ગ્રંથમાં પ્રગટ જ્ઞાની પુરુષની એ હૃદયસ્પર્શી વાણીનું સંકલન કરવામાં આવ્યું છે કે જેમાં આવાં થોડાક પ્રસંગોને વિગતવાર પ્રકાશિત કરવામાં આવ્યા છે, જેથી પ્રત્યેક સુજ્ઞ વાચકને પોતાના જીવન વ્યવહારમાં એક નવી જ દ્રષ્ટિ, નવાં જ દર્શનની (સમજણ ની)તેમજ વિચારક દશાની નવી જ કડીઓ ખુલ્લી થવામાં મદદરૂપ થાય તેવો અંતર-આશય છે.

Divaswapn: દિવાસ્વપ્ન

by ગીજુભાઈ બધેકા

દિવાસ્વપ્ન પુસ્તક ૩ ખંડ માં લખાયેલ છે પ્રથમ ખંડ માં ૧૦ પ્રકરણ છે.દ્વિતીય ખંડ માં ૭ પ્રકરણ છે . તૃતીય ખંડ માં ૯ પ્રકરણ આપેલ છે અને અંત માં સન્માનથેલી અર્પણ સમારંભ પ્રસંગે આપેલા ભાષણમાંથી લીધેલ પ્રશંગ રજુ કરવા માં આવેલ છે .

Vicharo ane Dhanvan Bano: વિચારો અને ધનવાન બનો: પ્રેરણાત્મક ક્લાસિક વિચારો

by Napoleon Hill

આ પુસ્તકમાં ધનવાન થવાના એવા રહસ્યો છે જે તમારા જીવનને બદલી નાખશે. ‘વિચારો અને ધનવાન બનો’ પુસ્તક મહાન લેખક નેપોલિયન હિલના 'Law of Success' પર આધારીત છે. એમાં અખૂટ સંપત્તિ અને સિદ્ધિ મેળવનારા પ્રખ્યાત વ્યક્તિઓના શાણપણનો નિચોડ સમાવેલ છે. વિશ્વના અગ્રગણ્ય ચિંતક અને વિદ્વાન એન્ડ્રયુ કાર્નેગી, થોમસ વોટસન અને એલેકઝાંડર ગ્રેહામ બેલની સિદ્ધિઓનો ઝીણવટભર્યો અભ્યાસ હિલે બહુ નાની ઉંમરે કર્યો હતો. હિલને આ પુસ્તકની પ્રેરણા એન્ડ્રયુ કાર્નેગીના - સફળતાના જાદુઈ સૂત્ર’ પરથી મળેલ છે. કાર્નેગીએ પોતાના જાદુઈ સૂત્રો જે યુવાનોને શીખવ્યા તે બધા યુવાનો ધનવાન બની ગયા, જેનાથી તે સૂત્રો અસરકારક છે તેવું સાબિત થયું. આ પુસ્તક આપને કાર્નેગીના જાદુઈ સૂત્રો અને મહાન લોકો ધનવાન કેવી રીતે બન્યા તે શીખવશે. ધનવાન બનવા માટે આ પુસ્તક ‘શું કરવું’ અને ‘તે કેવી રીતે કરવું’ તે પણ શીખવશે. જો તમે આ પુસ્તકમાં જણાવેલ સરળ મૂળભૂત પદ્ધતિઓ શીખીને તેનો અમલ કરશો તો તમે હકીકતમાં સફળ અને ધનવાન બનશો અને જીવનમાં જે પણ ઇચ્છતા હશો તે મેળવી શકશો.

Ekbijane Gamta Rahiye: એકબીજાને ગમતાં રહીએ

by Kaajal Oza Vaidya

આ લેખો સુખની શોધમાં કદાચ તમારો નકશો બની શકે એવા ઉદ્દેશથી લખ્યા છે અને તે દ્વારા તમને’ સુખી’ થવાની નાની નાની ફોર્મ્યુલા આપવાનો પ્રયાસ છે.

The Alchemist: ધ અલ્કેમીસ્ટ: સેવેલું સપનું સાકાર કરવાની પ્રેરણાત્મક કથા

by Paulo Coelho

ધ ઍલ્કેમિસ્ટ એ એક ઉત્તમ નવલકથા છે જેમાં સેન્ટિયાગો નામનો છોકરો ઇજિપ્તના પિરામિડમાં ખજાનાની શોધમાં પ્રવાસ પર નીકળે છે અને તેના વિશે વારંવાર સ્વપ્ન જોતા અને રસ્તામાં માર્ગદર્શકોને મળે છે, પ્રેમમાં પડે છે અને સૌથી અગત્યનું, તે કોણ છે અને પોતાની જાતને કેવી રીતે સુધારવી તેનું સાચું મહત્વ શીખે છે અને જીવનમાં ખરેખર શું મહત્વનું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

Dhartino Chhedo Ghar: ઘરતીનો છેડો ઘર! (રશિમ બંસલ)

by Rashmi Bansal Gujarati Translation Sonal Modi

આ શહેરો મુંબઈ જેટલાં પ્રકાશિત નથી,તો પ્રદુષિત પણ નથી.અહીં મુંબઈ જેટલી ગ્લેમર નથી તો ગંદકી પણ નથી.અહીં શાંતિ છે,તથા ખભે હાથ મૂકીને”ચિંતા ન કરીશ ભાઈ...અમે છીએ ને”કહેનારા પરિવારજનો છે.અહીં સવારે સાતની ફાસ્ટ ’ પડકવા દોડવાનું નથી.ભવિષ્ય ખરેખર ઉજ્જવળ છે..આપણને સહુને જાણે મૂક સૂચન મળી રહ્યું છે.દુનિયા ઘણી ખૂંદી વળ્યો,હવે ધૂળિયે મારગ પાછો વળ..ભાઈ,ધરતીનો છેડો,તે ઘર !”

Aapanee Durbalatao

by Swami Sachchidanand

આપણી દુર્બળતાઓ - આ પુસ્તક માત્ર પ્રજાને જાગૃત કરવા લખાયેલું છે.

Eare Ame Eva Semester 4 - Kutch University: એવા રે અમે એવા સેમિસ્ટર ૪ - કચ્છ યુનિવર્સિટી

by Vinod Bhatt

આ પુસ્તક ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છયુનિવર્સિટીના અભ્યાસક્રમ અનુસાર બી.એ. ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી પાઠ્યપુસ્તકછે 

Coffee Stories: Coffee સ્ટોરીઝ: એક સિપ હૂંફાળા સંબંધોને નામ!

by Raam Mori

આપણી સંસ્કૃતિ કથા અને કથનશૈલીની સંસ્કૃતિ રહી છે. કથાઓ આપણી આસપાસ દરેક ક્ષણે જીવાતી જ હોય છે. ધબકતી હૂંફાળી કથાઓ, સમાજના ડરથી સંકોડાયેલી તર નીચે ઠરી ગયેલી કથાઓ, પહેલાં જ ઘૂંટડે કડવી ઝેર લાગતી કથાઓ તો એક એક સિપ સાથે વધુને વધુ ગળચટ્ટી બનતી કથાઓ. નજરની સામે દરરોજ ભજવાતી એવી કથાઓ જે હજુ સુધી આપણા ધ્યાનમાં જ નથી આવી અથવા એવી કથાઓ જે સતત ધ્યાનમાં તો આવી છે પણ આપણે સતત આંખો મીંચી રાખી છે. કથાઓ એવી જેમાં આપણું પોતાનું મૌન ઘૂંટાયેલું રહ્યું છે ને એ મૌનની પરિભાષાને પણ લોકો ઉકેલી જાણે છે તો એવી પણ કથાઓ જેમાં ચિલ્લાઈ ચિલ્લાઈને પીડાને પોકારવામાં આવી હોય એમ છતાં એને સાંભળનાર કોઈ નથી હોતું. દઝાડતી, ફરિયાદ કરી લાલ આંખ કરીને આપણી સામે એકધારું જોઈ રહી છે એવી કથાઓ ખરેખર કોફીના કપ સાથે પુરી થઇ જાય અને કોફીની જેમ મગજ સતેજ કરી દે એવી વાર્તાઓનો સમુહ!

Mahotu (Short Stories): મહોતું

by Raam Mori

'રામ મોરી'. ગુજરાતી સાહિત્ય સાથે જોડાયેલું એક એવું નામ છે જેને વાચકો અને વિવેચકોએ એકી અવાજે વધાવી લીધા છે. અનેક એવોર્ડ અને માન સમ્માન સાથે પોંખાયેલી રામ મોરીની કલમ ‘મહોતું’ વાર્તાસંગ્રહ દ્વારા સ્ત્રીઓના મનોજગતના નવા લોકમાં લઈ જાય છે. સમજવું અને સ્વીકારવું એ બંને અલગ ઘટના છે. ‘મહોતું’ સંગ્રહની વાર્તાઓ તમે સમજી શકશો પણ એ કથાઓની અંદર ઘૂંટાયેલા ઘેરા વાસ્તવને સ્વીકારવું કદાચ તમારા માટે અઘરું થઈ પડશે. આ કથાઓમાં લોહીલુહાણ કરી મુકે એવું વાસ્તવ સમાજની સામે દાંતિયા કરીને ઉભું છે. 21મી સદીમાં પણ સ્ત્રીઓ કેવી વિષમ સ્થિતિમાં જીવે છે એ કરૂણતા અહીં મૂંગા રહીને પણ ગોકીરો મચાવે છે. અહીં ગ્રામ્ય, નગર અને મહાનગરની સ્ત્રીઓની એવી કથાઓ છે જે એવા ખૂણાઓની વાત કરે છે, એવી પીડાઓને પંપાળે છે જેની વાત હજી સુધી કદાચ થઈ જ નથી...એ બધી કથાઓમાંથી પસાર થતાં તમને અનુભવાશે કે સ્ત્રી માસ્ટર ગ્રેજ્યુએટ હોય કે પછી અંગૂઠાછાપ, અદ્યતન ટેક્નોલોજી વચ્ચે જીવતી હોય કે ડુંગરાની ટૂક પર રહેતી હોય, મેગામોલમાંથી શોપિંગ કરતી હોય કે ગુજરી બજારમાંથી હટાણું કરતી હોય, કિટ્ટી પાર્ટી કરતી હોય કે જીવંતીકા માતાના વ્રતના પારણા કરતી હોય એ બંને અવસ્થામાં જીવતી સ્ત્રી વચ્ચે કોઈ ભેદ છે જ નહીં..... સ્ત્રી એ માત્ર સ્ત્રી છે જેને કોઈ એક નામ નથી, કોઈ એક સંબંધ નથી, કોઈ ગોત્ર નથી કે કોઈ જાત નથી!

Pale pale rahasya sarjati romancake katha “CRIME SCENE": પળે પળે રહસ્ય સર્જતી રોમાંચક કથા "CRIME SCENE"

by Agatha Christie Nitin Bhatt

આ પુસ્તકમાં અદમ્ય આકર્ષણ છે દસ વ્યક્તિ મૃત્યુ પામે છે એ વાત એવી રીતે કહેવાની હતી કે તે હાસ્યાસ્પદ ન લાગે અને એ સાથે જ એમના મૃત્યુનું કારણ પણ દેખાઈ ન આવે. ખુબજ રોમાંચક કથા છે.

Zalak-02 Zalak Zalak

by Suresh Dalal

ચિત્રલેખાનાં પથદર્શક હરકિસન મહેતાએ સુરેશભાઈને ચિત્રલેખાનું પહેલું પાનું લખવાનું ઈજન આપ્યું અને શરૂ થઈ ‘ઝલક’યાત્રા... આ સાતત્યપૂર્ણ શબ્દસફરના વીસ ભાગો પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ચૂક્યા છે. આ લેખો આપણી માણસાઈને ટટ્ટાર રાખવા સમર્થ છે.

Pagni Hodi Hath Halesa

by Suresh Dalal

Collection of Children's Verses

Dhisum Dhisum

by Suresh Dalal

બાળક એટલે વિસ્મયની દુનિયાનો વિષ્ણુભગવાન. એની સૃષ્ટિમાં પૂર્ણવિરામનું મહત્ત્વ નથી, પણ આશ્ચર્યચિહ્નોનું સામ્રાજ્ય છે. તમે જો એની દુનિયા તરફ જુઓ તો બાળકાવ્યો કે બાળવાર્તાની ગંગોત્રી શોધવા માટે બહુ દૂર નહીં જવું પડે. ફરિયાદ તો એના હોઠ પર હોય જ. સુરેશ દલાલે એમની આગવી શૈલીમાં બાળકાવ્ય સંગ્રહોમાં રજૂ કર્યા છે.

Refine Search

Showing 76 through 100 of 581 results