Browse Results

Showing 226 through 250 of 585 results

Gujarati Semester 2 class 7 - GSTB: ગુજરાતી સેમેસ્ટર 2 વર્ગ 7 - જીએસટીબી

by Gstb

આ પાઠ્યપુસ્તકને અનુભવ, ચિંતન, ઉપયોજન અને નિષ્કર્ષ તારવવાને લગતી પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણને અધ્યેતાકેન્દ્રી બનાવવાનો પ્રયાસ કર્યો છે.પાઠયપુસ્તક દ્વારા પ્રવૃત્તિલક્ષી શિક્ષણની બાબત નાવીન્યપૂર્ણ રીતે પ્રસ્તુત કરવામાં આવી છે. તે દ્વારા અધ્યયન અધ્યાપન પ્રક્રિયા રોચક બનશે.પ્રસ્તુત પાઠ્યપુસ્તક ધોરણ 7 ના દ્વિતીય સત્ર નું છે તેમાં ૧૧ પાઠ અને 2 પુનરાવર્તન છે તેમજ પુરક વાંચન પણ છે.

Gujarati Semester 1 class 6 - GSTB: ગુજરાતી સેમેસ્ટર 1 વર્ગ 6 - જીએસટીબી

by Gstb

આ પુસ્તક ધોરણ ૬ નું ગુજરાતી (સેમિસ્ટર ૧) વિષય નું પાઠ્યપુસ્તક છે .જેમાં ૯ પાઠ છે અને પુનરાવર્તન ૧ અને ૨ પણ છે.

Gujarati Semester 2 class 6 - GSTB: ગુજરાત સેમેસ્ટર 2 વર્ગ 6 - જીએસટીબી

by Gstb

આ પુસ્તક ધોરણ ૬ નું ગુજરાતી (સેમિસ્ટર ૨) વિષય નું પાઠ્યપુસ્તક છે .જેમાં પાઠ ૧૦ થી ૧૮સુધી છે અને પુર્નાવર્તન ૩ અને ૪ છે સાથે પુરક વાંચન માં ૪ પાઠ અને એક કાવ્ય છે .

Gujarati class 12 - GSTB Guidebook: ગુજરાતી ધોરણ ૧૨ - જીએસટીબી ગાઈડબુક

by Navneet

પ્રસ્તુત પુસ્તક ધોરણ ૧૨ ગુજરાતી વિષયની ગાઈડબુક છે.

Gujarati class 4 - GSTB: ગુજરાતી (પાઠ્યપુસ્તક ) ધોરણ 4 - જીએસટીબી

by Mr Kishorebhai Parth Dr. Begging Mr. Yahya Flat Bornea

પ્રસ્તુત પાઠ્યપુસ્તકને ગુણવત્તાયુક્ત તથા બાળભોગ્ય બનાવવા માટે પૂરતી જહેમત ઉઠાવી છે. તેના ચતુરંગી સ્વરૂપ દ્વારા બાળકો હોંશે હોંશે તેનો ઉપયોગ કરે એવું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.તેમાં પેલા પાઠ માં નાવડી ચાલી છે વાર્તા ને ચિત્ર દ્વારા સરસ રીતે સમજાવેલ છે. પાઠ 2 ઠંડી કવિતા સ્વરૂપે ફ્રીજ માં મુકેલ વસ્તુઓ પોતાની વાત કહે છે.પાઠ 3 સાચી હજ ખુદાને ખુદાઈ પ્યારી છે. તમે ગરીબ હોવા છતાં પેલાં દુઃખી બાળકોને મદદ કરી અને હજનો વિચાર છોડી દીધો, એ જ કારણ છે કે ખુદાના દરબારમાં માત્ર તમારી જ હજ મંજૂર થઈ. પાઠ 4 લાખા વણજારા વિષે વાત કરેલ છે તેમાં તેને વગર વિચારે કુતરા ને મારી નાખ્યો અને એક વફાદાર કુતરા મિત્ર ને ગુમાવી દિહો તે સરસ રીતે સમજાવેલ છે. પુનરાવર્તન 1 આપેલ છે ત્યારબાદ પાઠ 5 ઉખાણા તેમાં 8 ઉખાણા સમજુતી અને ચિત્ર સાથે આપેલ છે. ઝવેરચંદ મેઘાણી ની રાતાફુલ કવિતા આપેલ છે .કલાકાર ની ભૂલ પાઠ માં સરસ વાર્તા દ્વારા સમજુતી આપેલ છે ત્યાર બાદ પુનરાવર્તન 2 આપેલ છે. દ્વિતીય સત્ર માં પત્ર લખવાની મજા ઈશ્વર પરમાર ની વાર્તા છે. હું તો પુછુ સુન્દરમ ની સરસ કવિતા છે . જ્યોતીન્દ્ર દવે દ્વારી લિખી હાસ્ય લેખ જે અકબર બીરબલ ની વાર્તા પર આધારિત છે. ઉટ અને ફકીર વાર્તા દ્વારા સમજુતી આપેલ છે.ત્યારબાદ પુનરાવર્તન 3 આપેલ છે સ્વામી વિવેકાનંદ ના બાળપણ ના જીવન પર આધારિત વાત કહેવામાં આવી છે .પંખી ની જાત ખરેખર દયાળુ છે તે સરસ રીતે સમજવામાં આવ્યું છે. ત્યાર બાદ ચાલો સૈનિક સૈનિક રમીએ અને 2 બહાદુર છોકરા પાઠ આપેલ છે .ત્યારબાદ પુનરાવર્તન 4 અને પુરક વાંચન આપેલ છે. પુરક વાંચનમાં 4 પાઠ આપેલ છે

Gujarati class 5 - GSTB: ગુજરાતી ધોરણ ૫ - જીએસટીબી

by Gstb

આ પાઠ્યપુસ્તકોમાં આપવામાં આવેલી પ્રવૃત્તિઓ એવી રીતે યોજવામાં આવી છે કે, જેથી પ્રવૃત્તિ પછી એ અંગે ચર્ચા અથવા ચિંતન થાય, ઉપયોજન થાય અને શું શીખ્યા એ પણ તારવી શકાય. બાળકોને અવારનવાર વ્યક્તિગત રીતે તેમજ સામૂહિક રીતે નાના કે મોટા જૂથમાં કામ કરવાનો-અધ્યયનનો અવસર મળે એવી આ શિક્ષણ-સામગ્રી છે. પ્રવૃત્તિલક્ષી શિક્ષણની આ તરાહ કદાચ સૌ પ્રથમવાર પ્રયોજાઈ રહી છે. આશા છે કે આ પાઠ્યપુસ્તકોના ઉપયોગ દ્વારા અધ્યયન-અધ્યાપન-પ્રક્રિયા સરળ તેમજ રોચક બનશે. આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખી ગુજરાતી માધ્યમનાં બાળકોમાટે ધોરણ 5 ગુજરાતી વિષયની વિદ્યાર્થી-આવૃત્તિ તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રથમ સત્ર માં 1 અને 2 પુનરાવર્તન છે અને 7 એકમ છે એકમ 1 ચિત્રપાઠ છે એકમ 2 પ્રાથના છે,એકમ ૩બોધકથા છે એકમ 4, પ્રકૃતિ ગીત છે, 5મુ એકમ હાસ્યકથા છે. એકમ 6 નર્મદા મૈયા પ્રવાસ વર્ણન છે એકમ 7 ઊર્મિ ગીત છે. દ્વિતીય સત્ર માં 8 મુ એકમ ઊર્મિગીત છે,કદર લોકકથા છે, ભૂલની સજા નાટક છે, હિંડોળો લોક ગીત છે,તેની સાથે પ્રસંગ કથા અને જીવન ચરિત્ર પણ છે પુનરાવર્તન 3 અને 4 પણ છે , પુરક વાંચન માં 4 એકમ આપેલ છે .

Gujarati class 9 - GSTB Navneet Guidebook: ગુજરાતી ધોરણ ૯ - નવનીત - જીએસટીબી

by Navneet

ધોરણ 9 ગુજરાતી વિષયની નવનીત છે.

Gujarati pratham Bhasha class 9 - GSTB

by Gujarat rajya Shala pathypustak mandal Gandhinagar

આ પુસ્તક ધોરણ ૯ ગુજરાતી પ્રથમ ભાષાનું શૈક્ષણિક પાઠ્ય પુસ્તક છે .

Gujrati Sahitya Madhyakal Semester 3 - Kutch University Guidebook: ગુજરાતી સાહિત્ય મધ્યકાળ સેમિસ્ટર 3 - કચ્છ યુનિવર્સિટી ગાઈડબુક

by Parikh Zala Prakashan

આ પુસ્તક ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના જૂન: 2016 - 17 થી અમલમાં આવેલા નવા અભ્યાસક્રમ (CBCS) અનુસાર પ્રથમ વર્ષ બી.એ. ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે

Gujrati Semester 1 class 7 - GSTB: ગુજરાતી સેમેસ્ટર 1 વર્ગ 7 - જીએસટીબી

by Gstb

આ પુસ્તક  ધોરણ ૭ ગુજરાતી વિષય નું  પ્રથમ સત્રનું પાઠ્યપુસ્તક છે .

Gujrati class 11 - GSTB

by Gstb

પ્રસ્તુત પાઠ્યપુસ્તક ધોરણ - ૧૧ ના ગુજરાતી વિષયનું છે જેમાં ૨૬ પાઠ વ્યાકરણ લેખન અને પુરક વાંચન સાથે આપેલ છે.

Guru Govindsinh

by Madhurima Kohli

આ પુસ્તક દુનિયાના મુખ્ય મુખ્ય ધર્મોની બોધકથાઓ તોમ જ ધર્મગુરુઓ અને પયગંબરોનાં જીવનની સાચી ઘટનાઓને રજૂ કરતી સચિત્ર પુસ્તિકાઓ પ્રસિદ્ધ કરવાની યોજનાના ભાગ રૂપે હિંદુસ્તાની સાહિત્ય સભા અને નવજીવન ટ્રસ્ટે પ્રસિદ્ધ કરેલ ‘સહુને માટે સાહિત્ય’નો એક ભાગ છે. નવું વાંચતા સીખેલા આબાલવૃદ્ધ સહુ કોઈને આ પુસ્તિકાઓ વાંચવી ગમશે એવી અમને આશા છે. મુખ્ય હેતુ બાળકોમાં વિશ્વના પ્રાચીન વારસા અને જીવન મૂલ્યો સ્થાપિત થાય તે છે.આ વાતો ની રજૂઆતની ખૂબી એ છે કે તેમાં સીધો ઉપદેશ ક્યાંય નથી. જીવનના વ્યવહાર અને અનુભવોને વણી લેતી આ વાતો સહુ કોઈને સરળતાથી સમજાય અને યાદ રહી જાય તેવી છે. એટલે જ આ શ્રેણીને ‘સહુને માટે સાહિત્ય’નું નામ આપ્યુ છે.

Guru Nanakdev

by Nalin Chhotalal Pandya

ગુરુ નાનકદેવ એ નવજીવન દ્વારા પ્રકાશિત સંતવાણી ગ્રંથાવલિનું તેરમું પુસ્તક છે. સંતવાણી ગ્રંથાવલિ એ ભારતના મહાનુભાવોના જીવન અને વિચારને વાચક સુધી પહોંચાડવાનો નવજીવન ટ્રસ્ટનો નમ્ર પ્રયાસ છે.

Guru Shishya: ગુરુ શિષ્ય

by Dada Bhagwan

જગત માં કેટલાય જુદા જુદા સંબંધો છે, જેમ કે પિતા-પુત્ર, માતા-પુત્ર અથવા પુત્રી, પતિ-પત્ની વગેરે., અને જગત માં ગુરૂ-શિષ્ય જેવા નાજુક સંબંધો પણ હોય છે. આ એવો સંબંધ છે જેમાં ગુરૂ ને સમર્પણ કર્યા પછી શિષ્ય આખી જીન્દગી નિષ્ઠાપૂર્વક તેમને વળગી રહે છે, અને તેમના પ્રત્યે પોતાનો પરમ વિનય વધારતો રહે છે, તે ગુરૂ ની આજ્ઞા માં રહે છે અને વિશેષ પ્રકારની પરમ આધ્યાત્મિક સિદ્ધિ મેળવે છે. આ પુસ્તક માં આદર્શ ગુરૂ અને આદર્શ શિષ્ય કેવા હોવા જોઈએ તેનું સુંદર વર્ણન કરવા માં આવ્યું છે. વર્તમાનમાં ગુરુ વિષે ઘણી જુદી જુદી માન્યતાઓ પ્રચલિત છે તેથી લોકો સાચા ગુરુને કેવી રીતે શોધવા ? તેના ગૂંચવાડામાં પડી જાય છે.આ વિષય પર ગુંચવતા પ્રશ્નો, પરમ પૂજ્ય દાદાશ્રી (આધ્યાત્મિક વિજ્ઞાની) ને પૂછવામાં આવ્યા છે. અને તેમને પ્રશ્નકર્તાને સંતોષ થાય ત્યાં સુધી આ પ્રશ્નોનાં જવાબ આપ્યા છે. સામાન્ય રીતે લોકો ગુરૂ, સતગુરુ (સંત) અને જ્ઞાની ને સરખા ગણે છે, જયારે આ પુસ્તક માં પરમ પૂજ્ય દાદાશ્રી ત્રણે વચ્ચે નો સ્પષ્ટ તફાવત બતાવે છે. બન્ને ગુરૂ અને શિષ્ય મુક્તિ ના માર્ગ પર આગળ વધે તે ધ્યેય અને દ્રષ્ટિ થી પરમ પૂજ્ય દાદાશ્રી જ્ઞાની પદ માં રહી ગુરૂ શિષ્ય ના સંબંધો ની જુદી જુદી દ્રષ્ટિ થી સમજણ આપે છે.

Gypsyni Diary

by Narendra Phanse

યુદ્ધ એ ‘યુદ્ધ માટેની કળા’ જ છે. બધી જ કળાઓની જેમ યુદ્ધકળામાં પણ વિવિધ પ્રકારના પ્રવાહોનો સમાવેશ થાય છે. તેમાં માનસશાસ્ત્ર, ભૂગોળ, પૃથ્વીનો કુશળતાપૂર્વક ઉપયોગ, આક્રમણ, સંરક્ષણ, શારીરિક અને માનસિક કઠોરતા, ચિંતનશક્તિ, દૂરદર્શિતા, શિસ્ત, હુકમનો આદર, વિવિધ હથિયારોનો અને સરસરંજામોનો ઉપયોગ, ઉપરી તેમજ નીચેના અધિકારીઓ તરફની વફાદારી અને નેતાગીરી (leadership) જેવા પ્રકારો હોય છે. આ બધા પ્રકારના ગુણોની પ્રાપ્તિથી જ સંરક્ષણના ઉમદા અધિકારીનું ઘડતર થાય છે. આ ગુણો દરેક હરોળમાં કાયમી હોય છે. જેમ જેમ વ્યક્તિ અધિકારીની શ્રેણીની નિસરણીમાં પ્રગતિ કરતી જાય છે તેમ તેમ એનામાં પરિપક્વતા આવતી જાય છે.

Hazrat Mohammad Payagambar

by Arunika Manoj Daru

હજરત મહંમદ પયગંબર એ નવજીવન દ્વારા પ્રકાશિત સંતવાણી ગ્રંથાવલિનું નવમું પુસ્તક છે. સંતવાણી ગ્રંથાવલિ એ ભારતના મહાનુભાવોના જીવન અને વિચારને વાચક સુધી પહોંચાડવાનો નવજીવન ટ્રસ્ટનો નમ્ર પ્રયાસ છે.

Himalay No Pravas

by Kakasaheb Kalelkar

પ્રવાસી જેમ જેમ પ્રવાસ કરતો જાય છે તેમ તેમ તે કુનેહ કેળવે છે; ધીરજ અને ઉદારતા કેળવે છે; અને અંતે સારામાં સારો સમાજશાસ્ત્રી બને છે. પ્રવાસ એટલે અગવડો વેઠવાની બાદશાહી ઢબ. મુસાફરીમાં અગવડો આવવાથી માણસને એમ નથી થતું કે આપણા દારિદ્રયનું એ એક પ્રતીક છે. એને થાય છે કે સૂઝશક્તિ કેળવવાની આ એક તક આપણને મળી છે. એક રીતે જોતાં પ્રવાસ એ વ્યક્તિત્વના વિકાસનું સાધન છે; જ્યારે બીજી રીતે જોતાં એ દેશભક્તિનો એક અનુભવ-તરબોળ પ્રકાર છે. જેટલો દેશ આપણે જોયો, તપાસ્યો, પોતાનો કર્યો તેટલા દેશ પ્રત્યે આપણી વિશિષ્ટ લાગણી કેળવાય છે, એની સાથે આત્મીયતા બંધાય છે, એને વિશે અભિમાન અથવા ભક્તિ પેદા થાય છે, આપણે એના ભક્ત બની જઈએ છીએ. કોઈ પણ પ્રાંતની મુસાફરી કરી આવ્યા પછી અખબારોમાં વંચાતા ત્યાંના સમાચારો પ્રત્યે આપણી કેટલી બધી આસ્થા બંધાય છે!

Hind Swaraj

by M. K. Gandhi

હિંસાની વિચારધારાને આપણે સામાન્ય રીતે માનીએ છીએ તેથી વધુ અનુમોદન પ્રાપ્ત છે. હિંસાના હિમાયતીઓના બે વર્ગ છે. અલ્પ અને વધુ અલ્પ થતો જતો એક સમુદાય હિંસામાં માને છે અને એ મુજબ આચરણ કરવા તૈયાર હોય છે. બીજો અતિ મોટો એક વર્ગ હંમેશા રહ્યો છે જે હિંસામાં આસ્થા ધરાવે છે ખરો, પણ, હમણાના આંદોલનની નિષ્ફળતાના કડવા અનુભવ પછી, એમની એ આસ્થા આચરણમાં પરિણમતી નથી. કાર્યસિદ્ધિ માટે જબરદસ્તી સિવાય બીજા માર્ગ એમની પાસે હોતા નથી. હિંસામાં એમનો ઇતબાર એવો જડબેસલાક હોય છે કે બીજાં બધાં કામો કરવાને અને કશાનો ભોગ આપવાને રસ્તે જતા એ અટકે છે. આ બેઉ અનિષ્ટ જબરાં છે. હિંસાનાં તમામ સ્વરૂપોને આપણે તિલાંજાલિ નહીં આપીએ અને ઇતર પરિબળને આપણું ચાલકબળ નહીં બનાવીએ ત્યાં સુધી આપણી આ માતૃભૂમિના નવનિર્માણની આશા મિથ્યા છે. હિંસાચારના નકારનો તકાજો આજે છે એટલો કદી નહોતો. આ ધ્યેયસિદ્ધિ માટે શ્રી ગાંધીના આ વિખ્યાત પુસ્તકના પ્રકાશન અને તેના વિશાળ ફેલાવાથી બહેતર બીજો કયો રસ્તો હોઈ શકે? [હિંદ સ્વરાજ] - ચ. રાજગોપાલાચાર સત્યાગ્રહ સભા, મદ્રાસ, 6–6–’19

Hindi class 9 - GSTB Guidebook: હિન્દી ધોરણ - ૯ નવનીત ગાઇડબૂક

by Navneet Education Limited

ધોરણ ૯ હિન્દી વિષયની ગાઈડ છે.

Honshiyaar Sona

by Vinita Krishna

સોનાના પપ્પાએ એક સરસ રમકડું બનાવ્યું. એ લોકોએ એકબીજાને કેવી રીતે મદદ કરે તેની આ સુંદર વાર્તા વાંચો.

Hu Kon Chhu?: હું કોણ છુ?

by Dada Bhagwan

જિંદગી માત્ર જીવતા રહેવાથી કંઇક વિશેષ છે. જિંદગીમાં જીવતા રહેવાથી વિશેષ કંઇક હોવું જ જોઈએ. જિંદગીનો કોઈક ઉચ્ચ હેતુ હોવો જ જોઈએ. જિંદગીનો હેતુ “ હું કોણ છું ? “ ના ખરા જવાબ સુધી પહોંચવાનો છે. અનંત જન્મોનો આ વણઉકેલ્યો પ્રશ્ન છે. “ હું કોણ છું ?“ ની શોધની ખૂટતી કડીઓ હવે જ્ઞાની પુરુષની વાણી દ્વારા શબ્દોથી મળે છે. આ શબ્દોનું (વાણીનું) સંકલન સમજણના હેતુ માટે કરવામાં આવ્યું છે. હું કોણ છું? હું શું નથી? પોતે કોણ છે? મારું શું છે? શું મારું નથી? બંધન શું છે? મોક્ષ (મુક્તિ) શું છે? ભગવાન છે? ભગવાન શું છે? જગતમાં કર્તા કોણ છે? ભગવાન કર્તા છે કે નહિ? ભગવાન નું ખરું સ્વરૂપ શું છે? આ જગતમાં કર્તાનું ખરું સ્વરૂપ શું છે? જગત કોણ ચલાવે છે? કેવી રીતે ચાલે છે? ભ્રાંતિ નું ખરું સ્વરૂપ શું છે? જે કંઈ પણ પોતે જાણે છે તે સત્ય છે કે ભ્રમ છે? પોતાના જાણેલા જ્ઞાનથી પોતે મુક્ત થશે કે બંધાયેલો રહેશે? આ સવાલોની પાછળના સત્યની આ પુસ્તક સચોટ સમજણ આપે છે.

Itihas class 11 - GSTB: ઇતિહાસ વર્ગ 11 - જીએસટીબી

by Dr Like This. J. Parmar Convener Dr. Jan Solanki

ગુજરાત સરકાર દ્વારા મંજૂર થયેલા ધોરણ 11, ઈતિહાસ વિષયના નવા અભ્યાસક્રમ અનુસાર તૈયાર કરવામાં આવેલ આ પાઠ્યપુસ્તકમાં કુલ ૧૫ પાઠ આપેલ છે.

Itihas class 12 - GSTB

by Gstb

Education book

Jagatna Itihas nu Sankshipt Rekha Darshan

by Jawaharlal Nehru

છોકરાછોકરીઓ માત્ર એક જ દેશનો ઇતિહાસ શીખે, અને તેમાં પણ ઘણી વાર તો તેઓ કેટલીક તારીખો અને થોડી હકીકતો ગોખી કાઢે, એ મને જરાયે પસંદ નથી. ઇતિહાસ એ તો એક સળંગસૂત્ર અને અખંડ વસ્તુ છે; એટલે દુનિયાના ઇતર ભાગોમાં શું બન્યું હતું એનાથી માહિતગાર ન હોઈએ તો આપણે કોઈ એક દેશનો ઇતિહાસ પણ બરાબર ન સમજી શકીએ. હું ઉમેદ રાખું છું કે આમ સંકુચિત દૃષ્ટિથી કેવળ એકબે દેશ પૂરતો જ નહીં પણ આખી દુનિયાનું અવલોકન કરીને વ્યાપક દૃષ્ટિથી તું ઇતિહાસ શીખશે. તું હંમેશાં એટલું યાદ રાખજે કે, દુનિયાની જુદી જુદી પ્રજાઓમાં આપણે ધારી લઈએ છીએ તેટલી બધી ભિન્નતા કે તફાવત નથી. નકશાઓ કે નકશાપોથીઓ જુદા જુદા દેશોને આપણને ભિન્ન ભિન્ન રંગોમાં દર્શાવે છે. બેશક, પ્રજાઓ એકબીજીથી ભિન્ન છે ખરી, પણ તેમનામાં પરસ્પર સામ્ય પણ ઘણું જ છે. આ વસ્તુ આપણે બરાબર લક્ષમાં રાખવી જોઈએ અને નકશાઓના રંગોથી કે રાષ્ટ્રોની સરહદોથી ભોળવાઈ જવું જોઈએ નહીં.

Refine Search

Showing 226 through 250 of 585 results