- Table View
- List View
SESV - 05 - Manosamajik Ane Koutumbik Samasyao - Kutumbni Samelgiri Ane Sashaktikaran - 3 - BAOU: મનોસામાજિક અને કૌટુંબિક સમસ્યાઓ કુટુંબની સામેલગીરી અને સશક્તિકરણ - ૩
by Babasaheb Ambedkar Open UniversitySESV – 05 મનોસામાજિક અને કૌટુંબિક સમસ્યાઓ કુટુંબની સામેલગીરી અને સશક્તિકરણ – 3.
SESV - 05 - Manosamajik Ane Koutumbik Samasyao - Muddao Sanlagnna Ane Rahat - 2 - BAOU: મનોસામાજિક અને કૌટુંબિક સમસ્યાઓ મુદ્દાઓ, સંલગ્ન અને રાહત - ૨
by Babasaheb Ambedkar Open UniversitySESV – 05 મનોસામાજિક અને કૌટુંબિક સમસ્યાઓ મુદ્દાઓ, સંલગ્ન અને રાહત – 2.
SESV - 05 - Manosamajik Ane Koutumbik Samasyao - Punarvasan Prakriyama Samuday - 4 - BAOU: મનોસામાજિક અને કૌટુંબિક સમસ્યાઓ પુનર્વસન પ્રક્રિયામાં સમુદાય - ૪
by Babasaheb Ambedkar Open UniversitySESV - 05 મનોસામાજિક અને કૌટુંબિક સમસ્યાઓ પુનર્વસન પ્રક્રિયામાં સમુદાય – ૪.
SESV - 05 - Manosamajik Ane Koutumbik Samasyao -Samuday Adharit Punarvasan - 5 - BAOU: મનોસામાજિક અને કૌટુંબિક સમસ્યાઓ સમુદાય આધારિત પુર્નવસન - ૫
by Babasaheb Ambedkar Open UniversitySESV – 05 મનોસામાજિક અને કૌટુંબિક સમસ્યાઓ સમુદાય આધારિત પુર્નવસન – 5.
SESV - Akaraṇi ane jaruriyatoni olakha - Manava Ankhani Eneṭomi ane phijhiyoloji - 1 BAOU: આકારણી અને જરૂરિયાતોની ઓળખ - માનવ આંખની એનેટોમી અને ફિઝીયોલોજી - 1
by Babasaheb Ambedkar Open Universityઆ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. તેની સંમતિથી ર્ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી (અમદાવાદ)એ તેનો ગુજરાતી અનુવાદ કરાવી આ પુસ્તિકા પ્રસિધ્ધ કરી છે.
SESV - Akaraṇi ane jaruriyatoni olakha drastiksatina prakaro - 2 BAOU: આકારણી અને જરૂરિયાતોની ઓળખ દ્રષ્ટિક્ષતિના પ્રકારો - 2
by Babasaheb Ambedkar Open Universityઆ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. તેની સંમતિથી ર્ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી (અમદાવાદ)એ તેનો ગુજરાતી અનુવાદ કરાવી આ પુસ્તિકા પ્રસિધ્ધ કરી છે.
SESV - Akarni ane jaruriyatoni Odakh - Drastixati ane Bhuviklangta sathe (VIMD) Balkini Shakshanik Jaruriyato ane Aakarni - 5 BAOU: આકારણી અને જરૂરિયાતોની ઓળખ દ્રષ્ટિક્ષતિ અને બહુવિકલાંગતા સાથે (VIMD) બાળકોની શૈક્ષણિક જરૂરિયાતો અને આકારણી - 5
by Babasaheb Ambedkar Open Universityઆ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. તેની સંમતિથી ર્ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી (અમદાવાદ)એ તેનો ગુજરાતી અનુવાદ કરાવી આ પુસ્તિકા પ્રસિધ્ધ કરી છે.
SESV - Akarni ane jaruriyatoni Odakh - Drastixati mate suchano ane Teni Jaruriyat 3 - BAOU: આકારણી અને જરૂરિયાતોની ઓળખ - વિભાગ – 3 - દ્રષ્ટિક્ષતિ માટે સૂચનો અને તેની જરૂરિયાત - 3
by Babasaheb Ambedkar Open Universityપુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. તેની સંમતિથી ર્ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી (અમદાવાદ)એ તેનો ગુજરાતી અનુવાદ કરાવી આ પુસ્તિકા પ્રસિધ્ધ કરી છે.
SESV - Akarni ane jaruriyatoni Odakh - Drastixatini Odakh ane Mulyankan - 4 BAOU: આકારણી અને જરૂરિયાતોની ઓળખ - દ્રષ્ટિક્ષતિની ઓળખ અને મૂલ્યાંકન - 4
by Babasaheb Ambedkar Open Universityઆ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. તેની સંમતિથી ર્ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી (અમદાવાદ)એ તેનો ગુજરાતી અનુવાદ કરાવી આ પુસ્તિકા પ્રસિધ્ધ કરી છે.
Sachhaini Jeet
by Gulam Sufi Haidariઆ પુસ્તક દુનિયાના મુખ્ય મુખ્ય ધર્મોની બોધકથાઓ તોમ જ ધર્મગુરુઓ અને પયગંબરોનાં જીવનની સાચી ઘટનાઓને રજૂ કરતી સચિત્ર પુસ્તિકાઓ પ્રસિદ્ધ કરવાની યોજનાના ભાગ રૂપે હિંદુસ્તાની સાહિત્ય સભા અને નવજીવન ટ્રસ્ટે પ્રસિદ્ધ કરેલ ‘સહુને માટે સાહિત્ય’નો એક ભાગ છે. નવું વાંચતા સીખેલા આબાલવૃદ્ધ સહુ કોઈને આ પુસ્તિકાઓ વાંચવી ગમશે એવી અમને આશા છે. મુખ્ય હેતુ બાળકોમાં વિશ્વના પ્રાચીન વારસા અને જીવન મૂલ્યો સ્થાપિત થાય તે છે.આ વાતો ની રજૂઆતની ખૂબી એ છે કે તેમાં સીધો ઉપદેશ ક્યાંય નથી. જીવનના વ્યવહાર અને અનુભવોને વણી લેતી આ વાતો સહુ કોઈને સરળતાથી સમજાય અને યાદ રહી જાય તેવી છે. એટલે જ આ શ્રેણીને ‘સહુને માટે સાહિત્ય’નું નામ આપ્યુ છે.
Sadhu Vasvani
by Priyakant P Sukalaસાધુ વાસવાણી એ નવજીવન દ્વારા પ્રકાશિત સંતવાણી ગ્રંથાવલિનું ઓગણીસમું પુસ્તક છે. સંતવાણી ગ્રંથાવલિ એ ભારતના મહાનુભાવોના જીવન અને વિચારને વાચક સુધી પહોંચાડવાનો નવજીવન ટ્રસ્ટનો નમ્ર પ્રયાસ છે.
Sahajata: સહજતા
by Dada Bhagwanમોક્ષ કોને કહેવાય? પોતાના શુદ્ધાત્મા પદને પ્રાપ્ત કરવું તે. – જે કુદરતી રીતે સ્વાભાવિક છે- જે સહજ છે. જો કે કર્મબંધનનાં અને અજ્ઞાનતાના કારણે આપણને આપણા શુધ્ધ સ્વરૂપનું ભાન નથી – જે સ્વભાવથી જ સહજ છે - શુદ્ધાત્મા છે. તો સહજતા કેવીરીતે પ્રાપ્ત કરવી ? જ્ઞાની પુરુષ પાસે તેનો ઉપાય છે અને આવા મહાન જ્ઞાની પુરુષ, દાદાશ્રીએ આપણને સહજતા પ્રાપ્ત કરવાની ચાવીઓ આપી છે. તેમણે આપણને પોતાના શુદ્ધ સ્વરૂપનો પરિચય કરાવ્યો(આત્મજ્ઞાન આપ્યું). મૂળ આત્મા તો સહજ છે, શુદ્ધ જ છે. લોકો ઈમોશનલ(ચંચળ/અસહજ) બને છે કારણકે તેઓ વિચાર, વાણી અને વર્તન (મન-વચન-કાયા) સાથે તન્મયાકાર થઈ જાય છે. તેને જુદાં રાખવાથી અને તેના જ્ઞાતા-દ્રષ્ટા રહેવાથી તમે સહજતા પ્રાપ્ત કરી શકશો. એકવાર જ્ઞાન પ્રાપ્ત કર્યા (જ્ઞાનવિધિ દ્વારા) પછી પોતાનો શુદ્ધાત્મા(જે સહજ છે અને રહેશે) જાગૃત થાય છે. પછી મન-બુદ્ધિ-અહંકાર-શરીરની સહજ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે દાદાશ્રીએ પાંચ આજ્ઞાઓ આપી છે. પ્રસ્તુત પુસ્તકમાં દાદાશ્રીએ સહજતાનો અર્થ, સહજ સ્થિતિમાં વિક્ષેપનાં કારણો અમે જ્ઞાતા-દ્રષ્ટા રહીને સહજતા કેવીરીતે પ્રાપ્ત કરવી આ બધાનું સંપૂર્ણ વિજ્ઞાન આપ્યું છે. આ પુસ્તકનું વાંચન અવશ્ય આપણને સહજ સ્વરૂપ બનાવશે અને શાંતિપૂર્ણ જીવન તરફ દોરી જશે.
Sahitya Bharti class 10 - Maharashtra Board: સાહિત્ય ભારતી ધોરણ 10 - મહારાષ્ટ્ર બોર્ડ
by Maharashtra State Bureau of Textbook Production and Curriculum Researchમહારાષ્ટ્ર રાજ્ય પાઠયપુસ્તક નિર્મિતિ અને અભ્યાસક્રમ સંશોધન મંડળ દસમાં ધોરણ ના આ પાઠયપુસ્તકમાં ગુજરાતી ભાષાના માધ્યમ દ્વારા વિચારો વ્યક્ત કરવા માટે શબ્દસંપત્તિ બહોળી હોવી જરૂરી છે. સરળ વ્યાકરણ અને કૃતિયુક્ત સ્વાધ્યાયો આપની ભાષાભિવ્યક્તિ સમૃદ્ધ બનાવશે. સર્વધર્મ સમભાવ, દેશપ્રેમ, કુટુંબપ્રેમ, ભારતનો સાંસ્કૃતિક વારસો, પર્યાવરણ, સકારાત્મક અભિગમ, હળવું હાસ્ય, બચત કરવાની વૃત્તિ, આપત્તિનો સામનો કરવાની શકિત, સંવેદનશીલતા વ્યક્ત કરતી કૃતિઓને અહીં સમાવિષ્ટ કરવામાં આવી છે. પ્રત્યેક પાઠ/કાવ્યના અંતે આપેલા વૈવિધ્યપૂર્ણ સ્વાધ્યાયો તેમજ ઉપક્રમોને લીધે તમારી સર્જનશક્તિને વેગ મળશે. શબ્દોના અર્થ, જોડશબ્દ, સહસંબંધ જેવી કૃતિઓને લીધે ‘શબ્દકોશ' વાપરવાની તમને ટેવ પડશે. વિશેષવાંચન તમને વાંચન તરફ વાળો અને લેખન કૌશલ્ય તમારી લેખન રુચિ વધારશે. આમ મૂળભૂત ભાષિક કૌશલ્યો વિકસાવવાનો અહીં પ્રયાસ કરવામાં આવ્યો છે. પાઠયપુસ્તક અને આધુનિક તંત્રજ્ઞાનનો તમે સમન્વય સાધી શકો છો.
Sahitya Bharti class 8 - Maharashtra Board: સાહિત્યભારતી ધોરણ 8 - મહારાષ્ટ્ર બોર્ડ
by Maharashtra State Bureau of Textbook Production and Curriculum Researchમહારાષ્ટ્ર રાજ્ય પાઠયપુસ્તક નિર્મિતિ અને અભ્યાસક્રમ સંશોધન મંડળ પાસે આઠમાં ધોરણનું પાઠયપુસ્તકમાંના પાઠ, કવિતા, સામાજિક કથા પૌરાણિક કથા, વૈજ્ઞાનિક માહિતી, નૃત્યકલા વાંચીને તમને નવાં-નવાં શબ્દ, રૂઢિપ્રયોગો, પ્રસંગોની જાણ થશે. આ પુસ્તક વાંચીને/અભ્યાસીને માતૃભાષામાં રુચિ વધશે, તેવી અપેક્ષા છે.આ પાઠયપુસ્તક તમને જાતે નવું લખવા અને બોલવાની તક આપશે. પુસ્તકની કૃતિઓ દ્વારા કોમ્પ્યુટર અને ઈન્ટરનેટનો રચનાત્મક ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન મળશે, એવી ખાતરી છે.આપણી ભાષા શીખતાં-શીખતાં આપણે આપણી સંસ્કૃતિ અને સંસ્કારનું પણ જતન કરતાં શીખવે.
Sahitya Parichay class 5 - Maharashtra Board: સાહિત્ય પરિચય ધોરણ ૫ - મહારાષ્ટ્ર બોર્ડ
by Maharashtra State Bureau of Textbook Production and Curriculum Researchમહારાષ્ટ્ર રાજ્ય પાઠયપુસ્તક નિર્મિતિ અને અભ્યાસક્રમ સંશોધન મંડળ પાંચમાં ધોરણ ના આ શૃંખલાનું આ પ્રથમ પુસ્તક છે. તેથી આ વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષા સમજાય, બોલતાં, વાંચતા અને લખતાં આવડે તેવી અપેક્ષા છે. સાથે જ વિદ્યાર્થીઓની સંભાષણ શક્તિ યોગ્ય રીતે વિકસે, વ્યાકરણનું જ્ઞાન તબક્કાવાર પ્રાપ્ત કરે અને ગુજરાતી ભાષાને સારી રીતે આત્મસાત કરી તેનો આદર કરતાં થાય તેવી પણ અપેક્ષા છે. આ પુસ્તકમાં શિક્ષક-વિદ્યાર્થી વચ્ચેની આંતરક્રિયા દ્વારા શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે આત્મીયતા કેળવાશે, અધ્યયન-અધ્યાપનની પ્રક્રિયા સરળ અને સહજ બની વર્ગનું વાતાવરણ જીવંત બનશે. ‘હું વાંચુ... તમે પણ વાંચો” દ્વારા વિદ્યાર્થીની વાચન રુચિ વધશે. નવું વાંચવાની, જાણવાની પ્રવૃત્તિને ગતિ મળશે. દરેક કૃતિ નીચે આપેલા ઉપક્રમો વિદ્યાર્થીઓને આનંદદાયી શિક્ષણ પ્રદાન કરવામાં ઉપયોગી નિવડશે એવી ખાતરી છે.
Sahitya Parichay class 6 - Maharashtra Board: સાહિત્ય પરિચય ધોરણ 6 - મહારાષ્ટ્ર બોર્ડ
by Maharashtra State Bureau of Textbook Production and Curriculum Researchમહારાષ્ટ્ર રાજ્ય પાઠયપુસ્તક નિર્મિતિ અને અભ્યાસક્રમ સંશોધન મંડળ ધોરણ છઠ્ઠા માટે સંયુક્ત ભાષા ગુજરાતીનું સાહિત્ય પરિચયનું પાઠયપુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. આ પાઠ્યપુસ્તક આપના હાથમાં મૂકતા અમને આનંદ થાય છે. અધ્યયન-અધ્યાપન પ્રક્યિા બાલકેંદ્રી તેમજ આનંદદાયી બની રહે, સ્વયંઅધ્યયન ઉપર ભાર આપવામાં આવે, તેવા વ્યાપક દૃષ્ટિકોણથી આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. આ ધોરણની આખરે વિદ્યાર્થીઓએ કઈ ક્ષમતા પ્રાપ્ત કરવી તે દર્શાવતા ભાષાવિષયક અપેક્ષિત ક્ષમતા વિધાનોનો પાઠયપુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સંયુક્ત ભાષા શીખનાર વિદ્યાર્થીઓના ભાવવિશ્વને ધ્યાનમાં રાખીને આ પાઠ્યપુસ્તકમાં ગદ્ય અને પદ્ય કૃતિઓને પસંદ કરવામાં આવી છે. ભાષિક કૌશલ્યોના વિકાસ માટે નવીનતા સભર સ્વાધ્યાયો, પ્રસ્તાવના અંતર્ગત કૃતિઓ, પ્રકલ્પો તેમજ સંભાષણની પ્રવૃત્તિઓ આપેલી છે. શિક્ષકોના માર્ગદર્શન માટે દરેક કૃતિના અધ્યાપન માટે અધ્યાપન સંકેત આપેલા છે.
Sahitya Parichay class 7 - Maharashtra Board: ગુજરાતી સાહિત્ય પરિચય ધોરણ 7 - મહારાષ્ટ્ર બોર્ડ
by મહારાષ્ટ્ર રાજ્ય પાઠ્યપુસ્તક નિર્મિત અને અભ્યાસક્રમ સંશોધન મંડળમહારાષ્ટ્ર રાજ્ય પાઠયપુસ્તક નિર્મિતિ અને અભ્યાસક્રમ સંશોધન મંડળ પાસે સાતમા ધોરણનું ‘સાહિત્ય પરિચય' પાઠ્યપુસ્તકમાં બોધાત્મક, ગુણાત્મક, જ્ઞાનાત્મક કૃતિઓ સાથે રાષ્ટ્રીયતાને પોષક, મૂલ્યનિષ્ઠ, એકાગ્રતાને કેળવે તેવી અને લાગણીસભર કૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પર્યાવરણ અંગે જાગૃતિ લાવે, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણનો વિકાસ થાય, બૌદ્ધિક વિકાસની સાથે પ્રવાસ અને માહિતીના જ્ઞાનમાં વૃદ્ધિ કરે અને દરેક ભાષિક કૌશલ્યોનો વિકાસ થાય તે માટે પૂરેપૂરો પ્રયત્ન કરવામાંઆવ્યો છે. ભાષિક સમજની ખૂબજ સરળ શબ્દોમાં રજૂઆત વિદ્યાર્થીઓ સહેલાઈથી સમજી શકશે. અહીં આપેલા પ્રકલ્પો વિદ્યાર્થીઓની સર્જનશક્તિ ખીલવરો ‘કૃતિમાંથી શબ્દો શોધો’, ‘નિરીક્ષણ કરો', ‘ચર્ચા કરો', અને વિચારશીલ સ્વાધ્યાયો વિદ્યાર્થીઓની આકલનશક્તિને વેગ આપશે.
Samaj thi Prapt Brahmacharya-Purvardh: સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય (પૂર્વાર્ધ)
by Dada Bhagwanદરેક મનુષ્ય પાસે પોતાના આત્માને ઓળખીને આત્યંતિક કલ્યાણ (મોક્ષ) પ્રાપ્ત કરવાની શક્તિ છે. પરંતુ, આ માર્ગમાં વિષય સૌથી મોટું બાધક કારણ બની શકે છે. એકમાત્ર પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ જ વિષય આકર્ષણ પાછળનું વિજ્ઞાન સમજાવીને તેમાંથી બહાર નીકળવામાં મદદ કરી શકે. પ્રસ્તુત પુસ્તકમાં સંપૂજ્ય દાદાશ્રીએ વિજાતીય વ્યકિત પ્રત્યે અનુભવાતા આકર્ષણની ઈફેક્ટ અને કોઝીઝનું વર્ણન કર્યુ છે. તેમણે એ વર્ણન કર્યુ છે કે કેવીરીતે અબ્રહ્મચર્યનાં(વિષય-વિકારનાં) પરિણામો જોખમી છે - તે મન અને શરીરને કેવીરીતે અવળી અસર કરે છે અને કર્મ બંધન કરાવે છે. પ્રસ્તુત પુસ્તકનો ખંડ ૧ મૂળભૂત રીતે આકર્ષણ-વિકર્ષણનાં સિદ્ધાંતનું વર્ણન અને તે કેવીરીતે આત્માનુભવને અટકાવે છે અને બ્રહ્મચર્યનાં મહાત્મ્યની સમજણને સમર્પિત થયેલ છે. પ્રસ્તુત પુસ્તકના ખંડ ૨માં બ્રહ્મચર્ય પાળવાનાં નિશ્ચયી માટેનો સત્સંગ સંકલિત થયેલો છે. બ્રહ્મચર્યનાં પરિણામો જ્ઞાની શ્રીમુખે જાણવાથી તેના પ્રતિ આફરીન થયેલો સાધક તે પ્રતિ ડગ માંડવાની સહેજ હિંમત દાખવવા માંડે છે; ને જ્ઞાની પુરુષનો યોગ સાધી, સત્સંગ સાન્નિધ્ય પ્રાપ્ત થતાં, મન-વચન-કાયાથી અખંડ બ્રહ્મચર્યમાં રહેવાનો દ્રઢ નિશ્ચયી બને છે. બ્રહ્મચર્યના પથ પર પ્રયાણ કરવાને કાજે અને વિષયના વટવૃક્ષને જડમૂળથી ઉખાડીને નિર્મૂળ કરવાને કાજે એના માર્ગમાં વચ્ચે પથરાતા પથરાઓથી માંડીને પહાડસમ આવતાં વિઘ્નો સામે, નિશ્ચય ડગુમગુ થતાંથી માંડીને બ્રહ્મચર્યવ્રતમાંથી ચ્યુત થવા છતાં તેને જાગૃતિની સર્વોત્કૃષ્ટ શ્રેણીઓ સર કરાવી નિગ્રઁથતાને પમાડે ત્યાં સુધીની વિજ્ઞાન-દ્રષ્ટિ જ્ઞાની પુરુષ ખોલાવે છે, ખિલાવે છે !!! તો આ પુસ્તકનું વાંચન કરીએ અને શુદ્ધ બ્રહ્મચર્ય કેવીરીતે ઉપકારી છે (મદદરૂપ છે) તેની સમજણ પ્રાપ્ત કરીએ !
Samaj thi Prapt Brahmacharya-Uttaradh: સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય (ઉત્તરાર્ધ)
by Dada Bhagwanદરેક મનુષ્ય પાસે પોતાના આત્માને ઓળખીને આત્યંતિક કલ્યાણ (મોક્ષ) પ્રાપ્ત કરવાની શક્તિ છે. પરંતુ, આ મોક્ષ માર્ગમાં વિષય સૌથી મોટું બાધક બની શકે છે. એકમાત્ર પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ જ વિષય આકર્ષણ પાછળનું વિજ્ઞાન સમજાવીને તેમાંથી બહાર નીકળવામાં મદદ કરી શકે. પ્રસ્તુત પુસ્તકમાં જ્ઞાની પુરુષ, દાદાશ્રીએ મોક્ષમાર્ગમાં બ્રહ્મચર્યની અનિવાર્યતા (મહત્વતા).... અને પરિણીતો પણ તે કેવીરીતે પામી શકે (સિદ્ધ કરી શકે) તે દર્શાવ્યું છે. વિષયનું વૈરાગ્યમય સ્વરૂપ, તેનાં આ ભવનાં તેમજ આવતા ભવના જોખમો જ્ઞાની પુરુષે બતાડ્યા છે અને બ્રહ્મચર્યના ફાયદાઓ તેની વૈજ્ઞાનિક ચોકસાઈ (એક્ઝેક્ટનેસ) સાથે દેખાડ્યા છે. બ્રહ્મચર્યની ભૂલ વગરની સમજણ, વિષયબીજને નિર્મૂળ કરી જડમૂળથી ઉખેડવાની રીત મુમુક્ષુને (સુજ્ઞ વાચકને બ્રહ્મચર્યનાં પાલનાર્થે) આપવામાં આવી છે. ખંડ ૧ માં પૂજ્ય દાદાશ્રીએ પરિણીતોને અણહક્કનાં વિષયો સામે ચેતવ્યા છે,(મનથી કે વર્તનથી) તેમજ તેના જોખમો (પરિણામો) અને કેવીરીતે સૂક્ષ્માતિસૂક્ષ્મ આકર્ષણ/દ્રષ્ટિદોષ(અણહક્કનાં વિષયો) પણ આપણને મોક્ષમાર્ગમાંથી ચલિત કરી દેશે તે સમજાવ્યું છે. (ધક્કો મારી દેશે.) પરણેલાઓ માટે પોતાની પરણેલી એટલે કે હક્ક્ની સ્ત્રી સાથે સંપૂર્ણ વફાદારી (એકપત્ની વ્રત) એ બ્રહ્મચર્ય સમાન જ છે. પુસ્તકનાં ખંડ ૨ માં સર્વ સંયોગોથી અપ્રતિબદ્ધપણે વિચરતા, મહામુક્તદશા માણતા જ્ઞાની પુરુષે કેવું વિજ્ઞાન નિહાળ્યું !! તે આપણા માટે ખુલ્લું કર્યું છે. જગતનાં લોકોએ મીઠી માન્યતાથી વિષયમાં સુખ માણ્યું, તેઓની દ્રષ્ટિ કેવી રીતે ખીલવવાથી વિષય સંબંધી સર્વે અવળી માન્યતાઓ મૂકાય ને મહામુક્તદશાનું કારણ સ્વરૂપ એવાં ‘ભાવ બ્રહ્મચર્ય’ નાં વાસ્તવિક સ્વરૂપની સમજણ ઊંડાણે ફીટ થાય, વિષય મુકિત કાજે કરવાપણાની સર્વ ભ્રાંતિ તૂટે તેમજ જ્ઞાની પુરુષે પોતે જે જોયો છે, જાણ્યો છે ને અનુભવ્યો છે, એ ‘વૈજ્ઞાનિક અક્ર્મ માર્ગ’નાં બ્રહ્મચર્ય સંબંધીનાં અદ્ભૂોત રહસ્યો આ ગ્રંથમાં વિસ્ફોટતાને પામ્યા છે ! આવાં દુષમકાળમાં કે જ્યાં સમગ્ર જગતમાં વાતાવરણ જ વિષયાગ્નિનું ફેલાઈ ગયું છે, તેવાં સંજોગોમાં બ્રહ્મચર્ય સંબંધી ‘પ્રગટ વિજ્ઞાન’ ને સ્પર્શીને નીકળેલી ‘જ્ઞાની પુરુષ’ ની અદ્ભૂનત વાણી વિષય–મોહથી છૂટી બ્રહ્મચર્યની સાધનામાં રહી, સુજ્ઞ વાચકને અખંડ શુદ્ધ બ્રહ્મચર્યમાં સમજણ સહિત સ્થિર કરે છે.
Samajik Vignan (Navneet) class 10 - GSTB: સામાજિક વિજ્ઞાન (નવનીત) ધોરણ ૧૦
by Navneetઆ પુસ્તક ધોરણ ૧૦ની સામાજિક વિજ્ઞાન બોર્ડ પરીક્ષા માટેનો માર્ગદર્શક છે. તે નવનીત પરીક્ષણી પેટર્નનું પાલન કરીને વિવિધ પ્રકારના પ્રશ્નો અને તેના ઉત્તરોનો સમાવિષ્ટ કરે છે. માર્ગદર્શક પાઠ્યપુસ્તકનાં બધાં પ્રકરણોનાં વિસ્તૃત ઉત્તરોનું આપવાનું લક્ષ્ય રાખે છે. તે વર્ણનાત્મક અને ઉદ્દીષ્ટ-પ્રકારના પ્રશ્નો, જેનાંમાં મલ્ટિપલ ચોઈસ પ્રશ્નો (MCQs), ખરા-ખોટા પ્રશ્નો, અને ટૂંકા ઉત્તર પ્રશ્નો સમાવિષ્ટ છે. પુસ્તક પ્રત્યેક પ્રકરણની વિસ્તૃત વિગતો આપે છે અને પરીક્ષા સમયગાળાની ઝડપી પુનરાવલોકન માટે તે અત્યંત ઉપયોગી બનશે.
Samajik Vigyan Semester 1 class 7 - GSTB: સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્ર ધોરણ 7 - જીએસટીબી
by Gstb1. બે મહારાજ્યો પાઠમાં બે 1. કનોજ અને 2. વાતાપી વિષે વિસ્તૃત માહિતી આપેલ છે ,બીજા પાઠમાં પૃથ્વી ફરે છે ભમરડો, ચકરડી વગેરે રમકડાંથી તમે રમો છો. તે નિશ્ચિત રીતે પોતાની ધરી પર ફરે છે. આવી જ રીતે આપણી પૃથ્વી પણ ફરે છે. બ્રહ્માંડના દરેક ગતિમાન પદાર્થોની જેમ પૃથ્વીની પણ બે પ્રકારની ગતિ છે તે વિષે સરસ માહિતી બાળકો ને આપેલ છે . પાઠ 3 સરકાર તમે છાપાંઓમાં “સરકાર' શબ્દ વારંવાર વાંચ્યો હશે અથવા રેડિયો કે ટી.વી. પર સમાચારમાં “સરકાર' શબ્દ સાંભળ્યો હશે. સરકાર એટલે શું? તેનાં કાર્યો અને તેનું આપણા જીવનમાં શું મહત્ત્વ છે? એ વાત આપણે જાણીશુ આ પાઠ ના માધ્યમ થી , 5.સ્થળ અને સમય પૃથ્વીના ગોળા પર આડી અને ઊભી રેખાઓ શાની છે ? આ રેખાઓ કાલ્પનિક છે. તે પૃથ્વી પર દોરેલી નથી તે સરસ રીતે સમજાવેલ છે , પુનરાવર્તન.-1 આપેલ છે,પાઠ 6 ભારત: સ્થાન, સીમા, વિસ્તાર અને ભૂપૃષ્ઠ તમે ધોરણ 6માં ગુજરાતનાં સ્થાન, સીમા, વિસ્તાર અને ભૂપૃષ્ઠ વિશે શીખી ગયા છો. હવે આપણે ભારત વિશેની માહિતી મેળવીએ.આ પાઠ ના માધ્યમ થી ,પાઠ 7 માં .મધ્યયુગનું દિલ્લીદર્શન ભગવતીબહેન ઉત્તર ભારતના પ્રવાસે ગયાં હતાં. તેમને ઇતિહાસનો શોખ હતો. આથી તેમણે તેમની ડાયરીમાં દિલ્લીના શાસકો વિષયક નોંધ કરી હતી તે આપણે જાણીશું, 9. રાજ્યની શાસનવ્યવસ્થા આપણા દેશનો વહીવટ ત્રણ સ્તર પર થાય છે– સ્થાનિક કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને કેન્દ્ર કક્ષાએ. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કામગીરી વિશેની જાણકારી આપણી પાસે છે. આ પાઠમાં આપણે લોકશાહીમાં રાજ્ય સ્તરે કેવી રીતે વહીવટ (શાસન) થાય છે ? રાજ્ય સરકાર કયાં કયાં કામો કરે છે ? વિધાનસભાના સભ્યો અને મંત્રીઓની શી ભૂમિકા છે? લોકો સરકાર સમક્ષ કઈ રીતે પોતાના પ્રશ્નોની રજૂઆત કરે છે ? લોકો શાસનની સામે પોતાના વિચાર કઈ રીતે મૂકે છે ? કોઈ કાર્યની માગણી કેવી રીતે કરે છે ? આ પ્રશ્નો પર વિચાર કરવા આપણે આરોગ્ય સંબંધી એક પ્રસંગનું ઉદાહરણ લઈશું,ત્યાર બાદ પુનરાવર્તન 2 મારી વાત આપેલ છે .
Samajik Vigyan class 6 - GSTB: સામાજિક વિજ્ઞાન વર્ગ 6 - જીએસટીબી
by Bimal Bhavsar Rangiya shree pankaj a. prajapati shree a.t.patel shree slim s. kureshi shree vasantray m. tereya shree v.m. baladaniya..... Navneet G Purnima Trivedi Bhavesh Pandya Akhil Gadhviઆ પુસ્તક ધોરણ ૬ નું સામાજિક વિજ્ઞાન નું પાઠ્યપુસ્તક છે .
Samajik Vigyan class 7 - GSTB: સામજિક વિજ્ઞાન ધોરણ૭ - જીએસટીબી
by Gstbપ્રસ્તુત પાઠ્યપુસ્તક ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર દ્વારા તૈયાર થયેલ અને રાજય સરકાર તરફથી મંજૂર કરવામાં આવેલ નવી અભ્યાસક્રમ અનુસાર તૈયાર કરવામાં આવેલ સામાજિક વિજ્ઞાન, ધોરણ વિષયનું અજમાયશી પાઠ્યપુસ્તક છે. જેમાં ૧૮ પાઠ આપેલ છે.
Samajik Vigyan class 8 - GSTB: સામાજિક વિજ્ઞાન ધોરણ 8 ગુજરાત બોર્ડ
by Gstbગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ધોરણ 8ના પાઠયપુસ્તકનું લેખનકાર્ય તથા સમીક્ષા નિષ્ણાત પ્રાધ્યાપકો અને શિક્ષકો પાસે કરાવવામાં આવ્યું છે અને સમીક્ષાકોનાં સૂચનો અનુસાર હસ્તપ્રતમાં યોગ્ય સુધારાવધારા કરવામાં આવ્યા છે. નવા અભ્યાસ ક્રમ મુજબ તૈયાર થયેલા આ પાઠયપુસ્તકના અધ્યાપનકાર્યમાં શિક્ષકોને સહાયરૂપ થાય તેવી સામગ્રીનો પણ આમાં સંક્ષેપમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વાલીઓને પણ આ સામગ્રી ઉપયોગી થશે એવી આશા છે. વિદ્યાર્થી જે શીખે તે પાકું શીખે તેમજ તેઓ જે શીખ્યાં હોય તેનું દૃઢીકરણ થતું રહે તે માટે સ્વાધ્યાય-સામગ્રી પણ આ પાઠયપુસ્તકમાં આપવામાં આવી છે. આ કારણે વર્ગશિક્ષણ વિશેષ ફળદાયી. નીવડશે તેવી અપેક્ષા છે.