Browse Results

Showing 576 through 581 of 581 results

Computer Darpan class 4 - GSTB: કમ્પ્યુટર દર્પણ ધોરણ ૪

by Tejas R. Thakkar

ઓપનસોર્સ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ આધારિત તેમજ ગુજરાત બોર્ડના કમ્પ્યૂટર વિષયને સંલગ્ન એકમાત્ર કમ્પ્યૂટર સિરીઝ.

Gnani Purursh 'Dada Bhagwan' Bhag-4: જ્ઞાની પુરુષ ‘દાદા ભગવાન’ ભાગ-૪

by Dada Bhagwan

‘જ્ઞાની પુરુષ’ શ્રેણીના આ ચોથા ગ્રંથમાં, પરમ પૂજ્ય દાદાશ્રીના જ્ઞાન પૂર્વેના વિવિધ જીવનપ્રસંગો આવરી લીધા છે. પરમ પૂજ્ય દાદાશ્રીના જીવનપ્રસંગો થકી એમના દરેક વ્યવહાર પાછળની આગવી સમજણ, એમની પ્રકૃતિના વિવિધ પાસાઓ તથા તેઓશ્રીનું ઉચ્ચ ઉપાદાન અહીં ખુલ્લું થાય. પરમ પૂજ્ય દાદાશ્રીનો નાનપણથી જ અપકાર કરનાર પરેય ઉપકાર કરવાનો સ્વભાવ, કોઈ દુઃખીને જોઈ જ ન શકે, એને હેલ્પ કરવા સર્વસ્વ હોડમાં મૂકી દે એવા હૃદયમાર્ગી! વળી શૌર્યતા, નીડરતા જેવા ગુણોને લીધે અતિમુશ્કેલ પરિસ્થિતિમાં પાછા ન પડે ને ઉકેલ લાવી નાખતા. ઘણા પ્રસંગોમાં અહંકાર અને માનના સૂક્ષ્મ પર્યાયોનું જે રીતે તેઓશ્રી વર્ણન કરે છે, તે જોતા જ્ઞાન થતા પૂર્વેનું એમનું ઊંચું ડેવલપમેન્ટ સ્પષ્ટ દેખાઈ આવે છે. નવીનતમ બોધકળાઓ, એમની વ્યવહારુકતા, વિપુલમતિ, અસામાન્ય કોઠાસૂઝ, વિચક્ષણ સમયસૂચકતા, બે વ્યક્તિ વચ્ચે વેલ્ડિંગ કરવાની અનોખી કળા ઈત્યાદિ વિશિષ્ટતાઓ રસપ્રદ પ્રસંગો દ્વારા અત્રે જાણવા મળે છે.

Gnani Purush 'Dada Bhagwan' Bhaag-5: જ્ઞાની પુરુષ ‘દાદા ભગવાન’ ભાગ-૫

by Dada Bhagwan

જ્ઞાની પુરુષ ‘દાદા ભગવાન’ ભાગ-૫, આ ગ્રંથમાં દાદાશ્રીના જ્ઞાન પૂર્વેના વિવિધ પ્રસંગો આવરી લેવામાં આવ્યા છે. જે વાંચ્યા બાદ મુખ્યત્વે દાદાશ્રીને જ્ઞાન થયું તે પહેલા એમની અહંકારની વધતી જતી બળતરા, જાગૃત દશાના કારણે એ અહંકારની કૈડ સહન ન થવાની સ્થિતિ તેમજ સંસારમાં ચોગરદમ વધતી જતી વૈરાગ્ય દશા, ને જ્ઞાનદશા તરફ વધારે ને વધારે ઢળતી જતી આંતરિક દશાની ઝાંખી સ્પષ્ટપણે જોવા મળે છે. આ ગ્રંથમાં દાદાશ્રીના જ્ઞાન પૂર્વેના ઘણા પ્રસંગો સામાન્ય માણસના જીવનમાં બનતા હોય એવા જ છે, જેમાં એમનાથી પણ એવી જ ભૂલો થઈ હોય. પણ વિશેષતા એ છે કે એકવાર ભૂલ સમજાયા પછી એના પર અસ્ખલિત તેમજ અસામાન્ય વિચારધારા, મનોમંથન, સંશોધન અને તારણો આ બધું જ એમનામાં જ્ઞાની પુરુષના લક્ષણોની ઝાંખી કરાવી જાય છે. દાદાશ્રીને ધંધાની બહુ પડેલી નહીં, પણ તેઓ મોક્ષમાર્ગના પાકા વેપારી હતા. પોતાને ભેગા થતા દરેક સંજોગોનું ચોગરદમથી એનાલિસીસ કરી (તારણ કાઢી), એમાંથી કુદરતના ગૂઢ સિદ્ધાંતો શોધી કાઢવાનો શોખ પણ એમને નાનપણથી જ હતો. ટી.વી., રેડિયો, એર કંડિશન, ઘડિયાળ જેવી અનેક વસ્તુઓ કે જેને જગતે મોજશોખ અને સુખના સાધનો ગણ્યા છે, એમાંની એકેય વસ્તુ એમણે વસાવી નથી. ‘જીવ શી રીતે બંધાય છે? છૂટાય શી રીતે ? આ જગત કયા આધારે ચાલે છે ?’ વગેરેની નિરંતર વિચારધારા ચાલુ જ રહેતી. કલાકોના કલાકો આત્મા સંબંધી વિક્ષેપ રહિત વિચારધારા ચાલે. ભગવાને એને ‘જ્ઞાનાંક્ષેપકવંત દશા’ કહી છે. બહુ ઊંચી દશા કહેવાય આ ! જેના પરિણામ સ્વરૂપે આ આત્મજ્ઞાન પ્રગટ થયું. આ ગ્રંથનો અત્યંત વિનયપૂર્વક અભ્યાસ કરી અતુલ્ય એવા જ્ઞાની પુરુષને ઓળખીએ અને એમની સમ્યક્ સમજણને જીવનમાં ઉતારી જ્ઞાનશ્રેણીઓ ચઢીએ એ જ હૃદયની ભાવના !

Vyasan Muktini Vaignanik Rit: વ્યસન મુક્તિની વૈજ્ઞાનિક રીત

by Dada Bhagwan

‘વ્યસન’, ‘addiction’ આ શબ્દ આ કાળમાં એટલો તે સામાન્ય થઈ પડ્યો છે, કે લોક ઘણાંખરાં અંશે કોઈ ને કોઈ રીતે આમાં ઝલાયેલા હોય છે. વ્યસન એ ખરેખર શું છે, કઈ રીતે પેસે છે, એનો આધાર શું છે, આધાર ખસેડવા શી રીતે વિગેરેની વિસ્તૃત સમજણ પરમ પૂજ્ય દાદા ભગવાન અત્રે ખુલ્લી કરે છે. આ પુસ્તકમાં દાદાશ્રીએ વ્યસનમાંથી મુક્ત થવાના વિવિધ ઉપાયો દર્શાવ્યા છે. જેમાંનો એક ઉપાય છે, ચાર સ્ટેપની અનોખી રીત, જેમાં (૧) વ્યસન એ ખોટું છે એનો દ્રઢ નિશ્ચય રાખીએ, (૨) કઈ રીતે ખોટું છે એની વિગત એકત્રિત કરી જાગૃતિમાં રાખીએ, (૩) નક્કી કર્યા છતાં જેટલી વાર ફરીથી વ્યસન થાય એટલી વાર પ્રતિક્રમણ-પ્રત્યાખાન કરીએ અને (૪) કોઈ એના માટે ભૂલ કાઢે, અપમાન કરે તોય એનું રક્ષણ ન કરીએ. જ્ઞાનપ્રાપ્તિ પછી પોતાનું અંદરનું સુખ પ્રાપ્ત થતા ઘણાયે મહાત્માઓ વ્યસનોમાંથી સહેજે મુક્ત થઈ જાય છે. છતાં જેને વ્યસનો ચાલુ હોય એમના માટે દાદાશ્રીએ લોકનિંદ્ય અને લોકનિંદ્ય નથી એવા વ્યસનનો ભેદ દર્શાવીને લોકનિંદ્ય વ્યસન સામે લાલબત્તી ધરી છે.

Vyasan Muktino Marg: વ્યસન મુક્તિનો માર્ગ

by Dada Bhagwan

વ્યસન એ ખરેખર શું છે, કઈ રીતે પેસે છે, એનો આધાર શું છે, આધાર ખસેડવા શી રીતે વિગેરેની વિસ્તૃત સમજણ પરમ પૂજ્ય દાદા ભગવાન અત્રે ખુલ્લી કરે છે. વ્યસન એ કઈ રીતે જોખમી છે, એની વિગતવાર સમજણ ફિટ કરાવી દે છે, કે જે સાચી સમજણ જ વ્યસન માટેનો એનો અભિપ્રાય ફેરવીને એક દિવસ એને એમાંથી મુક્ત કરીને રહેશે. આ પુસ્તકમાં દાદાશ્રીએ વ્યસનમાંથી મુક્ત થવાના વિવિધ ઉપાયો દર્શાવ્યા છે. જેમાંનો એક ઉપાય છે, ચાર સ્ટેપની અનોખી રીત, જેમાં (૧) વ્યસન એ ખોટું છે એનો દ્રઢ નિશ્ચય રાખીએ, (૨) કઈ રીતે ખોટું છે એની વિગત એકત્રિત કરી જાગૃતિમાં રાખીએ, (૩) નક્કી કર્યા છતાં જેટલી વાર ફરીથી વ્યસન થાય એટલી વાર પ્રતિક્રમણ-પ્રત્યાખાન કરીએ અને (૪) કોઈ એના માટે ભૂલ કાઢે, અપમાન કરે તોય એનું રક્ષણ ન કરીએ. જેને પોતાને વ્યસન છે એ વ્યક્તિ માટે તો આ પુસ્તકમાંથી ઘણી બધી ચાવીઓ મળશે જ પણ સાથે સાથે પોતાની નજીકની વ્યક્તિઓમાં કોઈને વ્યસન છે, તો એની સાથે પોતે કઈ સમજણ સાથે વ્યવહાર કરવો, એ અંગે દાદાશ્રીએ અર્પેલી સમજ પણ નવો જ દ્રષ્ટિકોણ બક્ષશે. જેથી કરીને પોતાને રાગ-દ્વેષ ના રહે અને સામી વ્યક્તિને પણ વ્યસનમાંથી બહાર નીકળવા માટેની પૉઝિટિવ સાઈન થાય.

Divyangoni Duniya: દિવ્યાંગોની દુનિયા

by Prof. Dr. Ashwin Jansari

આ પુસ્તક નો હેતુ દિવ્યાંગ બાળકો અને વ્યક્તિઓની મુશ્કેલીઓ અને સમસ્યાઓ અંગે જાણકારી મેળવવાનો છે. તેઓ કેવી રીતે સમાયોજન મેળવી શકે, વિવિધ યોજનાઓ અને અન્ય બાબતો અંગેના લેખો દ્વારા જાણવા મળે છે.

Refine Search

Showing 576 through 581 of 581 results