Browse Results

Showing 76 through 100 of 581 results

Gandhijina Sahsadhko

by Nilam Parikh

આ પુસ્તકનું નામ ‘ગાંધીજીના સહસાધકો’ એવું રાખ્યું છે. એમાં બે અર્થ અભિપ્રેત છે. પહેલું એ કે ગાંધીજીનું જીવન એ એક સાધના હતું. એ તો નિર્વિવાદ છે. આના સમર્થનમાં ગાંધીજીનાં લખાણોમાંથી ઘણાં પ્રમાણો મળી રહે છે. બીજું, આશ્રમજીવન એ એમની જીવનસાધનાનું અનોખું સાધન હતું.

Gujarat na Sirchatra Sardar

by Mukulbhai Kalarthi

“તમે તમારું સાચું અને મજબૂત સંગઠન ખડું કરો. ઉપરાંત મેં જે નબળાઈઓ ચીંધી છે તે દૂર કરો, આળસ છોડી દો, વહેમો ફગાવી દો, કોઈનો ડર ન રાખો, કુસંપનો ત્યાગ કરો, કાયરતા ખંખેરી નાખો, હિંમત રાખો, બહાદુર બનો અને આત્મવિશ્વાસ રાખતાં શીખો.” “આટલું કરશો તો તમે જે ઇચ્છો છો તે એની મેળે આવી મળશે. જગમાં જેને માટે જે લાયક હોય છે તેને મળે જ છે. આપણી ઉમેદ મોટી છે. આપણે ગુલામીની બેડીઓ તોડી, સ્વતંત્રતા મેળવી રાજસત્તાની લગામ આપણા હાથમાં લેવા માગીએ છીએ. આવી મોટી ઉમેદ રાખવાનો આપણો અધિકાર છે. આવો મોટો અધિકાર પ્રાપ્ત કરવા માટે આપણે ભગીરથ પ્રયત્ન કરવો જોઈએ. પ્રયત્ન કરનારને પ્રભુ મદદ કરે છે. પ્રભુ તમારું ભલું કરો!”

Jagatna Itihas nu Sankshipt Rekha Darshan

by Jawaharlal Nehru

છોકરાછોકરીઓ માત્ર એક જ દેશનો ઇતિહાસ શીખે, અને તેમાં પણ ઘણી વાર તો તેઓ કેટલીક તારીખો અને થોડી હકીકતો ગોખી કાઢે, એ મને જરાયે પસંદ નથી. ઇતિહાસ એ તો એક સળંગસૂત્ર અને અખંડ વસ્તુ છે; એટલે દુનિયાના ઇતર ભાગોમાં શું બન્યું હતું એનાથી માહિતગાર ન હોઈએ તો આપણે કોઈ એક દેશનો ઇતિહાસ પણ બરાબર ન સમજી શકીએ. હું ઉમેદ રાખું છું કે આમ સંકુચિત દૃષ્ટિથી કેવળ એકબે દેશ પૂરતો જ નહીં પણ આખી દુનિયાનું અવલોકન કરીને વ્યાપક દૃષ્ટિથી તું ઇતિહાસ શીખશે. તું હંમેશાં એટલું યાદ રાખજે કે, દુનિયાની જુદી જુદી પ્રજાઓમાં આપણે ધારી લઈએ છીએ તેટલી બધી ભિન્નતા કે તફાવત નથી. નકશાઓ કે નકશાપોથીઓ જુદા જુદા દેશોને આપણને ભિન્ન ભિન્ન રંગોમાં દર્શાવે છે. બેશક, પ્રજાઓ એકબીજીથી ભિન્ન છે ખરી, પણ તેમનામાં પરસ્પર સામ્ય પણ ઘણું જ છે. આ વસ્તુ આપણે બરાબર લક્ષમાં રાખવી જોઈએ અને નકશાઓના રંગોથી કે રાષ્ટ્રોની સરહદોથી ભોળવાઈ જવું જોઈએ નહીં.

Jya Darekne Pahochavu J Che

by Kakasaheb Kalelkar

જન્મમૃત્યુનો અનુભવ દરેક માણસને છે જ. યથાકાળે એ મળે જ છે. મારે પણ કેટલાંય સગાંવહાલાંને અને આદરણીય સત્પુરુષોને સ્મશાન સુધી પહોંચાડવા પડ્યાં છે. મારે મન સ્મશાન એ અત્યંત પવિત્ર જગ્યા છે. જ્યાં આપણે સગાંવહાલાંનાં શરીરની અંતિમ સેવા કરી એ સ્થાન આપણે માટે અત્યંત પવિત્ર જ હોવું જોઈએ. હિંદુ સંસ્કૃતિમાં મરી ગયેલા માણસનું શરીર અપવિત્ર મનાય છે. સ્મશાન વિશે આદર રાખવાને બદલે એ સ્થાનને આપણે અશુભ માનીએ છીએ એ મોટો દોષ છે. આ સ્થિતિ સુધારવા માટે મેં એક લેખમાળા લખી હતી. ‘સ્મશાનયાત્રા’ એવું જ નામ એને આપત. પણ વાચકોને એ ગમશે નહીં એવો વિચાર મનમાં આવવાથી શીર્ષક આપ્યું ‘જ્યાં દરેકને પહોંચવું જ છે.’ મુંબઈના ગુજરાતી સાપ્તાહિક ‘સુધા’માં આ લેખમાળા ક્રમશ: છપાઈ હતી. વાચકોએ એનું રસપૂર્વક સ્વાગત કર્યું હતું. મને એવો ખ્યાલ છે કે આ લેખમાળા માટે આ સુંદર શીર્ષક ‘સુધા’ના તંત્રીએ સુઝાડ્યું છે. મને એ શીર્ષક ખૂબ ગમ્યું. આ શીર્ષકથી સૂચવાય છે કે આપણો પણ ત્યાં હક્ક છે. સગાંવહાલાંને મૂકવા જઈએ ત્યારની ભાવના સામાન્ય રીતે લાગણીપ્રધાન હોય છે. સ્વદેશના રક્ષણને અર્થે જેઓ લડ્યા અને મર્યા એમની સ્મશાનયાત્રાનું દર્શન, ચિંતન અને સ્મરણ અદ્ભુત હોય છે. એ દર્શન દ્વારા માનવી સંસ્કૃતિની અનેક બાજુઓ ચિંતનનો વિષય બને છે. —કાકા કાલેલકર

Kedarnathji ane K. G. Mashruwala vacche no Patra-Samwad

by G. M. Nandurkar

ભારતવર્ષમાં સામાન્ય રીતે ગુરુશિષ્યસંબંધની જે કલ્પના છે, તે કરતાં નાથજી અને અમારી વચ્ચેનો ગુરુશિષ્યસંબંધ કાંઈક જુદા પ્રકારનો રહ્યો છે. એનું શ્રેય અમને છે, તે કરતાં પૂ. નાથજી અને પૂ. ગાંધીજીને વધારે છે. અમારી ઉછેરના સંસ્કારો તો સામાન્ય રીતે આપણા દેશના જિજ્ઞાસુઓમાં હોય છે તેવા જ હતા. અમારી ઉંમર ત્રીસ વર્ષથી ઓછી હતી. બુદ્ધિ પક્વ થયેલી નહોતી. જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય, વગેરેના અમારા સંસ્કારો જૂની સાંપ્રદાયિક ઘરેડના જ હતાં. એક બાજુથી જે બે જુદા સંપ્રદાયોમાં અમે ઊછર્યા હતા, તેમાં અમારી જુદી જુદી બુદ્ધિ મુજબ ધર્મ, જ્ઞાન અને મોક્ષની સંપૂર્ણ અથેતિ છે અને તેની તોલે કોઈ બીજા સંપ્રદાય, દર્શન, વગેરે આવી શકે નહીં, એવી દૃઢ શ્રદ્ધા હતી. બીજી બાજુથી ગુરુ વિના જ્ઞાન નહીં, જ્ઞાન વિના મોક્ષ નહીં—એ પણ એમારી ભાવના હતી. આથી સંપ્રદાયના ચોકઠામાં જ અમે ગુરુને શોધતા. ગૃહ, સંસાર, સમાજ, વગેરેને અમે સ્વાર્થના અને મિથ્યા, નાશવંત, સંબંધો માનતા; તેમાંથી નાસી છૂટવાની અમારી વૃત્તિ હતી. આ બધાની મનમાં ઘણી ગડમથલો ચાલતી હતી. તેટલામાં અમને પૂ. નાથની નવા રૂપે ઓળખાણ થઈ. ...અમને અનાયાસે ખબર પડી કે તેમણે હિમાલયમાં અનેક વર્ષો ગાળી, યોગ વગેરે સાધી ‘આત્મસાક્ષાત્કાર’ કર્યો છે. આ એમનો નવી દૃષ્ટિએ પરિચય થયો, અને અમે તેમને એક સિદ્ધ યોગી તથા બ્રહ્મનિષ્ઠ પુરુષ તરીકે વળગ્યા.

Panditji - Potane Vishe

by Ramnarayan Chuadhri

એક મહાપુરુષના કહેવાથી આપણે એક મહાન પ્રયોગ શરૂ કર્યો હતો. એ મહાન યજ્ઞની સફળતામાં ગાંધીજી પછી, મારા ખ્યાલ મુજબ, જે એક પુરુષનો સૌથી વધારે હાથ હતો, તેના આત્મકથન વિશે આ બે બોલ છે. મને છેલ્લાં પાંચ-છ વરસ દરમ્યાન નેહરુજીને સેંકડો વાર મળવાની સંધિ મળી છે. આ મુલાકાતો બે મિનિટથી માંડીને બે કલાક ચાલેલી. તેમાં દરેક જાતની ચર્ચાઓ થઈ. અનેક પ્રકારના સવાલો સામા આવ્યા. મારા પર એક ચીજની ખાસ અસર થઈ. તે એ કે તેમને કોઈને વિશે નીચો મત બાંધતાં વાર લાગતી હશે, પણ તે દૂર કરતાં વાર નથી લાગતી. બીજી વાત મને એ લાગી કે લોકો તેમને બરાબર સમજ્યા નથી. કેટલાક લોકો તેમના અંધભક્ત છે, તો કેટલાક લોકો નર્યા ટીકાકાર છે. મોટા ભાગના લોકો એવા છે જે તેમની આગળ સ્પષ્ટ વાત નથી કરતા, તેમની જલદી નારાજ થઈ જવાની આદતથી ડરી જાય છે. આ કારણને લઈને ઘણાખરા લોકો નેહરુજીને સાચા સ્વરૂપમાં જોઈ શકતા નથી. નેહરુજીને મેં જે રૂપમાં જોયા ને જે રીતે તેમને હું સમજ્યો તે રૂપમાં તેમને દુનિયા આગળ રજૂ કરવાની મને મારી ફરજ લાગી. આશા છે કે આ પુસ્તકથી આ મહાપુરુષને સાચી રીતે સમજવામાં મદદ થશે.

Param Sakha Mrityu

by Kakasaheb Kalelkar

'પરમ સખા મૃત્યુ' કોણ કહે છે કે દુનિયામાં દુ:ખ નથી ? દુનિયામાં દુ:ખ જ્યાંત્યા ફેલાયેલું છે પણ જીવન આખું દુઃખથી ભરેલું છે.એમ કહેવું તે જીવન પ્રત્યે અન્યાય કરવા જેવું છે. દુનિયામાં સુખ પણ છે અને દુ:ખ પણ છે. ખાસ જાણવા જેવી વાત એ છે કે કેટલાંક સુખ સુખકર હોવા છતાં ઈચ્છવા જેવા હોતા નથી. એ તો ટાળવા જ સારા, કેમ કે અમુક સુખ માણસને ઉતારનારું, પાડનારું અને હીન બનાવનારું હોય છે. જે સુખ પ્રારંભમાં એટલે કે ભોગવતી વખતે અમૃત જેવું લાગે, પણ પરિણામે ઝેર જેવું હોય, તે સુખને ગીતાએ ટાળવા જેવું ગણ્યું છે. મુત્યુંમાંત્રની બીક રાખવી માણસને માટે યોગ્ય નથી. માણસ પોતાના મૃત્યુની કલ્પનાથી ડરે, અકળાય એ તો કાયરતા જ છે. કોક કોક વાર સત્યાગ્રહી તરીકે, દેશરક્ષણના અર્થે અથવા સજ્જનોના બચાવને અર્થ પ્રાણ અર્પણ કરવાનો વારો આવે ત્યારે માણસ પ્રસન્નતાપૂર્વક મુત્યુને ભેટવા તૈયાર થઇ જાય.

Ravindra Saurabh

by Kaka Kalelkar

સ્વરાજ્યની હિલચાલના છેવટના કટોકટીના દિવસોમાં જેલજીવન દરમ્યાન જે થોડીક સાહિત્યપ્રવૃત્તિ કરી શક્યો તેમાં રવીન્દ્રનાથની કવિતાનું મનન અને लिपिका નામે પ્રસિદ્ધ થયેલાં એમનાં ગદ્યકાવ્યોના અથવા નિબંધોના સંગ્રહનો અનુવાદ ગણાવી શકાય. लिपिकाનું ભાષાંતર મૂળ મેં પોતે મરાઠીમાં લખ્યું અને ગુજરાતી અનુવાદ ચિ. સરોજિનીએ કર્યો. लिपिकाમાં આવેલાં તમામ ગદ્યકાવ્યો નાજુક પીંછીથી ચીતરેલાં છે. એમાં જીવનાનુભૂતિ છે, કાવ્ય છે, અને કાવ્યમય તત્ત્વજ્ઞાન પણ છે. તેથી એ હળવામાં હળવું છતાં ભારેમાં ભારે સાહિત્ય ગણી શકાય. આની અસર આ જમાનાના લેખકો ઉપર અજાણતાં, પણ વધારેમાં વધારે થવાની છે.

Sankshipt Atmakatha Gandhiji

by Mahatma Gandhi

ગાંધીજીની આત્મકથા ‘સત્ય ના પ્રયોગો' એ વિશ્વમાં સૌથી વધુ વેચાયેલ અને વંચાયેલ આત્મકથાઓમાંની એક છે. નવજીવન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત આ પુસ્તકની અત્યાર સુધીમાં છ લાખ થી વધુ નકલો વેચાઇ ચુકી છે. તદુપરાંત અંગ્રેજી અને હિન્દી સહિત તેર ભારતીય ભાષાઓમાં પ્રકાશિત આ પુસ્તક ગાંધી-વિચાર સમજવામાં પાયાના પત્થર જેવું કામ કરે છે. નવજીવન ટ્રસ્ટ દ્વારા તેની ઇ-બુક ડિસ્કાઉંટ સાથે ઇ-શબ્દ પર...

Sardar Patel - Ek Samarpit Jivan

by Raj Mohan Gandhi

વિશાળ સંદર્ભમાં જોઈએ તો ગાંધી, નેહરુ અને પટેલના પ્રયાસોના કારણે આઝાદ ભારત સ્થપાયું અને શક્તિવંત બન્યું. ગાંધીની બાબતમાં ફરજ અદા કરવા પૂરતો અને નેહરુની બાબતમાં પૂરતા પ્રમાણમાં આ હકીકતોનો સ્વીકાર કરી લેવામાં આવે છે, પણ સરદાર પટેલને આ સ્વીકૃતિ અતિશય મર્યાદિત પ્રમાણમાં મળી છે. સંઘપ્રમુખ રાજેન્દ્રપ્રસાદે સન 1959ના મે માસની 13 તારીખે પોતાની ડાયરીમાં નોંધ્યું છે તેમ “જેના વિશે વિચાર કરી શકાય અને વાત કરી શકાય તેવું ભારત અસ્તિત્વમાં છે, તેનો યશ સરદાર પટેલની મુત્સદ્દીગીરી અને સુદૃઢ વહીવટી કુનેહને ફાળે જાય છે.” રાજેન્દ્રપ્રસાદે ઉમેર્યું છે “તેમ છતાં આ બાબતમાં આપણે તેમની ઉપેક્ષા કરી રહ્યા છીએ.” આધુનિક ભારતના એક અતિશય નોંધપાત્ર સુપુત્રના જીવન પર પાથરવામાં આવેલો આ ઢાંકપિછોડો ત્યાર પછીના કાળમાં પણ ક્યારેક જ અને અપૂરતા પ્રમાણમાં ઉઠાવાયો છે. આ પડદો સંપૂર્ણત: ઉઠાવી લેવો અને સરદાર પટેલનું જીવન આજની પેઢીની નજરમાં આણવું તે સદ્ભાગ્ય મને સાંપડ્યું છે. સરદારની કથા પૂર્ણ માનવીની કથા નથી. સરદાર પટેલની મર્યાદાઓ છુપાવી રાખવાની મારી ઇચ્છા નથી અને મેં આવો પ્રયાસ પણ કર્યો નથી. સરદાર પટેલના જીવન અંગે જાણકારી મેળવ્યા પછી થોડાઘણા ખરા લોકોને સમજ પડશે કે સંજોગો સારા હોય ત્યારે, સરદાર પટેલને અહોભાવથી યાદ કરવા જોઈએ અને જમાનો બારીક અને દુ:ખદાયી હોય ત્યારે ભારતની તાકાતના ઉદાહરણરૂપે તેમની યાદ તાજી કરવી પડશે. આઝાદ ભારતના પહેલા વડા પ્રધાનની પસંદગી કરવાની ક્ષણે મહાત્મા ગાંધીએ સરદાર પટેલને અન્યાય કર્યો હતો કે નહીં તે ચર્ચા અવારનવાર ઉપાડવામાં આવે છે. આ બાબતમાં મારું સંશોધન મેં આ ગ્રંથમાં રજૂ કરેલું છે. મહાત્માજીએ આ બાબતમાં સરદાર જોડે અન્યાય કર્યો છે, તેવું કેટલાક લોકોનું પ્રતિપાદન આ ગ્રંથ લખવા માટે મને પ્રેરણા આપનાર પરિબળોમાંનું એક મહત્ત્વનું તત્ત્વ છે. આવો અન્યાય થયો હોય તો મહાત્માના પૌત્ર તરીકે તેનું થોડું વળતર ચૂકવી દેવાનું વાજબી ગણાય. આ ઉપરાંત પોતાના રાષ્ટ્રના ઘડવૈયા પ્રત્યેનું નાગરિક ઋણ ચૂકવવાનો પણ મેં પ્રયાસ કર્યો છે.

Sitaharan

by Chandrashankar Sukla

રામાયણની કથા ઘણે કહેવાતી સાંભળી છે, રામાયણની કથાના સાર ઘણા જોયા છે, અને મૂળ રામાયણ તથા આધુનિક રામાયણો પણ ઘણાં જોયા છે, પણ તેમાંના એકેમાં ભાઈ ચંદ્રશંકરના રામાયણમાં જે ભૂમિકા રચીને કથા કહેવામાં આવી છે તે નથી. ગ્રહો અને નક્ષત્રો ધોળે દિવસે શોભતાં નથી. તેની ખરી શોભા પ્રગટ કરવા માટે આકાશનો દિનવર્ણો પટ કામ નથી આવતો. તેને માટે તો રજનીવર્ણા પટની આવશ્યકતા છે. આપણી કથાઓમાં રામજન્મથી જ આરંભ કરવામાં આવે છે. વાલ્મીકિમાં પણ રામજન્મથી જ આરંભ થાય છે, ત્યારે રામ, લક્ષ્મણ, ભરત અને સીતાની કથા દિનવર્ણા પટ ઉપર રજૂ થતી હોય એવું ભાસે છે. એ કથાનું શાંત નિર્મળ તેજ ભાઈ ચંદ્રશંકરે ચીતરેલા ત્રણ ભાઈઓના, બ્રાહ્મણ-ક્ષત્રિયોની અવનતિના, પૃથ્વીની પીડાના આછા અને ઘેરા રજનીવર્ણા પટ ઉપર કાંઈક અનેરી છટાથી પ્રગટ થાય છે. અને આ પુસ્તકની મોટામાં મોટી વિશેષતા એ જ છે.

Tolstoy Ni 23 Vartao

by Leo Tolstoy

ટૉલ્સ્ટૉયે આ ત્રેવીસ વાર્તાઓને પોતાનાં સર્વોત્તમ સર્જનોમાં ગણાવી છે. એ વાર્તાઓમાં માનવહ્રદયના ગંભીરતમ ભાવોનું એમણે અદ્ભુત કૌશલથી યથાતથ ચિત્રણ કર્યું છે. આ વાર્તાઓમાં માનવમાં વસતી શુભાશુભ લાગણીઓનું, માનવમનમાં મચી રહેતા દેવાસુર-સંગ્રામનું બયાન ટૉલ્સ્ટૉયે પોતાની અનુપમ વાણીમાં આપ્યું છે. ગુજરાત સરકાર તરફથી બાળસાહિત્યનાં પુસ્તકોને અપાતા પુરસ્કારમાં 1972માં આ પુસ્તકને દ્વિતીય પુરસ્કાર મળ્યો હતો.

Visrati Virasat

by James Hilton

જેમ્સ હિલ્ટનની વિખ્યાત નવલકથા લોસ્ટ હોરાઇઝન?ની પાર્શ્વભૂમિ ‘શાંગ્રીલા’ સર્વત્ર આધ્યાત્મિક આનંદના પ્રતીક તરીકે જાણીતી થઈ છે. આ કથાનો પ્રકાર પ્રવાસકથા અને રોમાન્સનો છે, પણ ગૌતમ—બુદ્ધના સુવર્ણમધ્યનું તત્ત્વજ્ઞાન—દર્શન એમાં સર્વત્ર વ્યાપેલું છે. મને આશા છે કે વાચક મિત્રોને આ વાર્તા રુચશે અને સદાને માટે યાદ રહી જશે.

38no Aagiyo

by shree pankajbhai k.dagli

શ્રી લાલજીભાઈ એમ. પ્રજાપતિના જીવન તથા કતૃત્વની ઝલક

Computer Adhyan class 12 - GSTB: કોમ્પુટર અધ્યન ધોરણ 12 - જીએસટીબી

by Gstb

ધોરણ ૧૨ કોમ્પુટર અધ્યન વિષયનું પાઠ્યપુસ્તક છે જેમાં ૧૩ પ્રકરણ આપેલ છે.

Dhartino Chhedo Ghar: ઘરતીનો છેડો ઘર! (રશિમ બંસલ)

by Rashmi Bansal Gujarati Translation Sonal Modi

આ શહેરો મુંબઈ જેટલાં પ્રકાશિત નથી,તો પ્રદુષિત પણ નથી.અહીં મુંબઈ જેટલી ગ્લેમર નથી તો ગંદકી પણ નથી.અહીં શાંતિ છે,તથા ખભે હાથ મૂકીને”ચિંતા ન કરીશ ભાઈ...અમે છીએ ને”કહેનારા પરિવારજનો છે.અહીં સવારે સાતની ફાસ્ટ ’ પડકવા દોડવાનું નથી.ભવિષ્ય ખરેખર ઉજ્જવળ છે..આપણને સહુને જાણે મૂક સૂચન મળી રહ્યું છે.દુનિયા ઘણી ખૂંદી વળ્યો,હવે ધૂળિયે મારગ પાછો વળ..ભાઈ,ધરતીનો છેડો,તે ઘર !”

English class 5 - GSTB: અંગ્રેજી ધોરણ ૫ - જીએસટીબી

by Gstb

આ ધોરણ ૫ના અંગ્રેજી વિષય નું પાઠ્યપુસ્તક છે

Gujarati class 4 - GSTB: ગુજરાતી (પાઠ્યપુસ્તક ) ધોરણ 4 - જીએસટીબી

by Mr Kishorebhai Parth Dr. Begging Mr. Yahya Flat Bornea

પ્રસ્તુત પાઠ્યપુસ્તકને ગુણવત્તાયુક્ત તથા બાળભોગ્ય બનાવવા માટે પૂરતી જહેમત ઉઠાવી છે. તેના ચતુરંગી સ્વરૂપ દ્વારા બાળકો હોંશે હોંશે તેનો ઉપયોગ કરે એવું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.તેમાં પેલા પાઠ માં નાવડી ચાલી છે વાર્તા ને ચિત્ર દ્વારા સરસ રીતે સમજાવેલ છે. પાઠ 2 ઠંડી કવિતા સ્વરૂપે ફ્રીજ માં મુકેલ વસ્તુઓ પોતાની વાત કહે છે.પાઠ 3 સાચી હજ ખુદાને ખુદાઈ પ્યારી છે. તમે ગરીબ હોવા છતાં પેલાં દુઃખી બાળકોને મદદ કરી અને હજનો વિચાર છોડી દીધો, એ જ કારણ છે કે ખુદાના દરબારમાં માત્ર તમારી જ હજ મંજૂર થઈ. પાઠ 4 લાખા વણજારા વિષે વાત કરેલ છે તેમાં તેને વગર વિચારે કુતરા ને મારી નાખ્યો અને એક વફાદાર કુતરા મિત્ર ને ગુમાવી દિહો તે સરસ રીતે સમજાવેલ છે. પુનરાવર્તન 1 આપેલ છે ત્યારબાદ પાઠ 5 ઉખાણા તેમાં 8 ઉખાણા સમજુતી અને ચિત્ર સાથે આપેલ છે. ઝવેરચંદ મેઘાણી ની રાતાફુલ કવિતા આપેલ છે .કલાકાર ની ભૂલ પાઠ માં સરસ વાર્તા દ્વારા સમજુતી આપેલ છે ત્યાર બાદ પુનરાવર્તન 2 આપેલ છે. દ્વિતીય સત્ર માં પત્ર લખવાની મજા ઈશ્વર પરમાર ની વાર્તા છે. હું તો પુછુ સુન્દરમ ની સરસ કવિતા છે . જ્યોતીન્દ્ર દવે દ્વારી લિખી હાસ્ય લેખ જે અકબર બીરબલ ની વાર્તા પર આધારિત છે. ઉટ અને ફકીર વાર્તા દ્વારા સમજુતી આપેલ છે.ત્યારબાદ પુનરાવર્તન 3 આપેલ છે સ્વામી વિવેકાનંદ ના બાળપણ ના જીવન પર આધારિત વાત કહેવામાં આવી છે .પંખી ની જાત ખરેખર દયાળુ છે તે સરસ રીતે સમજવામાં આવ્યું છે. ત્યાર બાદ ચાલો સૈનિક સૈનિક રમીએ અને 2 બહાદુર છોકરા પાઠ આપેલ છે .ત્યારબાદ પુનરાવર્તન 4 અને પુરક વાંચન આપેલ છે. પુરક વાંચનમાં 4 પાઠ આપેલ છે

Gujarati class 5 - GSTB: ગુજરાતી ધોરણ ૫ - જીએસટીબી

by Gstb

આ પાઠ્યપુસ્તકોમાં આપવામાં આવેલી પ્રવૃત્તિઓ એવી રીતે યોજવામાં આવી છે કે, જેથી પ્રવૃત્તિ પછી એ અંગે ચર્ચા અથવા ચિંતન થાય, ઉપયોજન થાય અને શું શીખ્યા એ પણ તારવી શકાય. બાળકોને અવારનવાર વ્યક્તિગત રીતે તેમજ સામૂહિક રીતે નાના કે મોટા જૂથમાં કામ કરવાનો-અધ્યયનનો અવસર મળે એવી આ શિક્ષણ-સામગ્રી છે. પ્રવૃત્તિલક્ષી શિક્ષણની આ તરાહ કદાચ સૌ પ્રથમવાર પ્રયોજાઈ રહી છે. આશા છે કે આ પાઠ્યપુસ્તકોના ઉપયોગ દ્વારા અધ્યયન-અધ્યાપન-પ્રક્રિયા સરળ તેમજ રોચક બનશે. આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખી ગુજરાતી માધ્યમનાં બાળકોમાટે ધોરણ 5 ગુજરાતી વિષયની વિદ્યાર્થી-આવૃત્તિ તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રથમ સત્ર માં 1 અને 2 પુનરાવર્તન છે અને 7 એકમ છે એકમ 1 ચિત્રપાઠ છે એકમ 2 પ્રાથના છે,એકમ ૩બોધકથા છે એકમ 4, પ્રકૃતિ ગીત છે, 5મુ એકમ હાસ્યકથા છે. એકમ 6 નર્મદા મૈયા પ્રવાસ વર્ણન છે એકમ 7 ઊર્મિ ગીત છે. દ્વિતીય સત્ર માં 8 મુ એકમ ઊર્મિગીત છે,કદર લોકકથા છે, ભૂલની સજા નાટક છે, હિંડોળો લોક ગીત છે,તેની સાથે પ્રસંગ કથા અને જીવન ચરિત્ર પણ છે પુનરાવર્તન 3 અને 4 પણ છે , પુરક વાંચન માં 4 એકમ આપેલ છે .

Kallol (Gujarati Paryavaran) class 2 - GSTB: કલ્લોલ (ગુજરાતી પર્યાવરણ ) ધોરણ ૨ - જીએસટીબી

by Haresh Chowdhury Yahya Sapatwala Bhavesh Pandya Shri Patel Shri Buddhadev Shri Dalsania Harshvi Patel

ધોરણ ૨ નું કલ્લોલ ગુજરાતી પર્યાવરણનું પાઠયપુસ્તક છે. જેમાં ૧૦ પાઠ આપેલ છે.

Mari Bariethi-01 Mari Bariethi

by Suresh Dalal

શરીરમાં જે સ્થાન આંખનું છે એ સ્થાન ઘરમાં બારીનું છે. કહેવું હોય તો એમ કહેવાય કે બારી એ ઘરની આંખ છે. આપણે તો સલામતીથી જીવવામાં માનનારા માનવીઓ; એટલે તો ઘરની ચાર દીવાલો ચણી લીધી. પણ ચાર દીવાલમાં ગૂંગળાઈ રહેવું કેમ પોસાય? આપણે એથી બારીઓ મૂકી. પ્રતીક્ષાના પર્યાય જેવા ઝરૂખાઓ સજાવ્યા, ગૌરવ આપે એવા ગવાક્ષો રખાવ્યા. ઘરની અને બહારની દુનિયા વચ્ચેના સેતુનું કામ બારી જ કરે છે. Essays by Suresh Dalal on various subjects, originally published in a popular series: Mari Bariethi in Janmabhoomi Pravasi

Mari Bariethi-02 Manviona Aa Maduvanma

by Suresh Dalal

શરીરમાં જે સ્થાન આંખનું છે એ સ્થાન ઘરમાં બારીનું છે. કહેવું હોય તો એમ કહેવાય કે બારી એ ઘરની આંખ છે. આપણે તો સલામતીથી જીવવામાં માનનારા માનવીઓ; એટલે તો ઘરની ચાર દીવાલો ચણી લીધી. પણ ચાર દીવાલમાં ગૂંગળાઈ રહેવું કેમ પોસાય? આપણે એથી બારીઓ મૂકી. પ્રતીક્ષાના પર્યાય જેવા ઝરૂખાઓ સજાવ્યા, ગૌરવ આપે એવા ગવાક્ષો રખાવ્યા. ઘરની અને બહારની દુનિયા વચ્ચેના સેતુનું કામ બારી જ કરે છે. Essays by Suresh Dalal on various subjects, originally published in a popular series: Mari Bariethi in Janmabhoomi Pravasi

Mari Bariethi-03 Sav Ekalo Dariyo

by Suresh Dalal

શરીરમાં જે સ્થાન આંખનું છે એ સ્થાન ઘરમાં બારીનું છે. કહેવું હોય તો એમ કહેવાય કે બારી એ ઘરની આંખ છે. આપણે તો સલામતીથી જીવવામાં માનનારા માનવીઓ; એટલે તો ઘરની ચાર દીવાલો ચણી લીધી. પણ ચાર દીવાલમાં ગૂંગળાઈ રહેવું કેમ પોસાય? આપણે એથી બારીઓ મૂકી. પ્રતીક્ષાના પર્યાય જેવા ઝરૂખાઓ સજાવ્યા, ગૌરવ આપે એવા ગવાક્ષો રખાવ્યા. ઘરની અને બહારની દુનિયા વચ્ચેના સેતુનું કામ બારી જ કરે છે. Essays by Suresh Dalal on various subjects, originally published in a popular series: Mari Bariethi in Janmabhoomi Pravasi

Mari Bariethi-04 Chaheraona Vanman

by Suresh Dalal

શરીરમાં જે સ્થાન આંખનું છે એ સ્થાન ઘરમાં બારીનું છે. કહેવું હોય તો એમ કહેવાય કે બારી એ ઘરની આંખ છે. આપણે તો સલામતીથી જીવવામાં માનનારા માનવીઓ; એટલે તો ઘરની ચાર દીવાલો ચણી લીધી. પણ ચાર દીવાલમાં ગૂંગળાઈ રહેવું કેમ પોસાય? આપણે એથી બારીઓ મૂકી. પ્રતીક્ષાના પર્યાય જેવા ઝરૂખાઓ સજાવ્યા, ગૌરવ આપે એવા ગવાક્ષો રખાવ્યા. ઘરની અને બહારની દુનિયા વચ્ચેના સેતુનું કામ બારી જ કરે છે. Essays by Suresh Dalal on various subjects, originally published in a popular series: Mari Bariethi in Janmabhoomi Pravasi

Refine Search

Showing 76 through 100 of 581 results