Browse Results

Showing 1 through 25 of 581 results

Budhdha Ane Mahavir

by Kishorlal Mashruwala

બુદ્ધ અને મહાવીર પુસ્તક માં ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર એવા બે મહાપુરુષો વિશે આલેખન કર્યુ છે.

Anasaktiyog

by Mahatma Gandhi

ગાંધીજીના જીવન-વિચાર પર ગીતાજીનો એક અનોખો પ્રભાવ જોવા મળે છે. તદુપરાંત ગીતા વિષે ગાંધીજીના વિવેચનો અને મંતવ્યો અન્ય ધાર્મિક અનુવાદો કરતાં નોખા તારી આવે છે. રોજબરોજના પત્રો અને ભાષણોમાં આપેલ દ્રષ્ટાંતો ઉપરાંત સંપૂર્ણ અધ્યયન-અનુવાદ-ટીકા જે બરાબર દાંડીકૂચના દિવસે પ્રકાશિત થયો તેને ગાંધીજીએ અનાસક્તિયોગ નામ આપ્યું. આ પુસ્તક તે અનાસક્તિયોગમાં ગાંધીજીની મૂળ ઈચ્છાના આધારે તેમના અવસાન પછી મહાદેવભાઈના અંગ્રેજી અનુવાદ, કિશોરભાઇ મશરૂવાળાના સૂચનો, શ્રી વિનોબાજીની ગીતાઈ અને ગાંધીજી સાથેની અગાઉની ચર્ચાના ઉમેરા સાથે કાકાસાહેબ કાલેલકરનું સંપાદન છે જેમાં ગાંધીજી ના વિચાર સ્પષ્ટ પ્રગટ થાય છે.

Gitabodh

by M. K. Gandhi

આશ્રમવાસીઓ માટે યરોડા જેલમાંથી ગાંધીજી દર અઠવાડિયે ગીતાના એક એક અધ્યાયનો સાર મોકલતા હતા. તેનો પ્રારંભ તેમણે 12મા અધ્યાયથી કર્યો.

Gitadhvani

by Kishorlal Mashruvala

સ્વ. શ્રી કિશોરલાલ મશરૂવાળાનો ગીતાનો સમશ્લોકી અનુવાદ ‘ગીતાધ્વનિ’ની આજ સુધીમાં સવા બે લાખ કરતાં વધુ નકલો લોકોના હાથમાં પહોંચી ચૂકી છે. ‘ગીતાધ્વનિ’ પહેલી વાર 1934માં પ્રસિદ્ધ થયું. 1946માં અનુવાદકે એટલે કે કિશોરલાલ મશરૂવાળાએ જ તેમાં કેટલાક સુધારા કર્યા. તેની વાત તેમણે ત્રીજી આવૃત્તિની પ્રસ્તાવનામાં લખી છે તે વાચક જોઈ શકશે. ગીતાનો સમશ્લોકી અનુવાદ, તેના અમુક શબ્દો અને શ્લોકો પરની ટિપ્પણીઓ, વિવિધ નામોને સંલગ્ન પાત્રો ની સ્પષ્ટતા અને કઠણ શબ્દોના અર્થોથી સજ્જ આ પુસ્તક ગીતા વિષે એક અદભૂત સંદર્ભ ગ્રંથ છે.

Mangal Prabhat

by M. K. Gandhi

આપણા રાષ્ટ્રીય જીવનમાં જ્યારે નિરાશાની ઘોર નિશાનું સામ્રાજ્ય ફેલાયું હતું તે સમયે જે વ્રતોએ રાષ્ટ્રીય જીવનમાં આશા, આત્મવિશ્વાસ, સ્ફૂતિર્ અને ધામિર્ક્તાનું વાતાવરણ ઉત્પન્ન કર્યું તે વ્રતોએ જ આખરે એક નવી સંસ્કૃતિનું મંગળપ્રભાત શરૂ કર્યુ એમ આપણે માનીએ તો તેમાં જરા સરખી પણ અતિશયોક્તિ છે ખરી? - આપણા રાષ્ટ્રીય જીવનમાં જ્યારે નિરાશાની ઘોર નિશાનું સામ્રાજ્ય ફેલાયું હતું તે સમયે જે વ્રતોએ રાષ્ટ્રીય જીવનમાં આશા, આત્મવિશ્વાસ, સ્ફૂતિર્ અને ધામિર્ક્તાનું વાતાવરણ ઉત્પન્ન કર્યું તે વ્રતોએ જ આખરે એક નવી સંસ્કૃતિનું મંગળપ્રભાત શરૂ કર્યુ એમ આપણે માનીએ તો તેમાં જરા સરખી પણ અતિશયોક્તિ છે ખરી?

Nitidharma Athva Dharmaniti

by M. K. Gandhi

આ પુસ્તકમાં ગાંધીજીએ નીતિ અને ધર્મ વિશે વિચારો રજુ કર્યા છે.

Sarvodaya

by M. K. Gandhi

સૉક્રેટિસે માણસને શું કરવું ઘટે છે તેનું થોડુંક દર્શન કરાવ્યું. તેણે જેવું કહ્યું તેવું જ કર્યું. તેના વિચારોનું લંબાણ એ રસ્કિનના વિચારો છે એમ કહી શકાય છે. સૉક્રેટિસના વિચારો પ્રમાણે ચાલવા ઇચ્છનાર માણસે જુદા જુદા ધંધામાં કેમ વર્તવું જોઈએ તે રસ્કિને આબેહૂબ રીતે બતાવી આપ્યું છે. તેના લખાણનો અમે જે સાર આપીએ છીએ તે તરજુમો નથી. તરજુમો આપતાં, કેટલાક બાઇબલ વગેરેમાંથી આપેલા દાખલાઓ વાંચનાર ન સમજી શકે એવો સંભવ છે. તેથી અમે રસ્કિનના લખાણનો સાર જ આપ્યો છે. તે પુસ્તકના નામનો પણ અમે અર્થ નથી આપ્યો, કેમ કે તે જેણે અંગ્રેજીમાં બાઇબલ વાંચ્યું હોય તે જ સમજી શકે. પણ પુસ્તક લખવાનો હેતુ સર્વનું કલ્યાણ—સર્વનો ઉદય (માત્ર વધારેનો નહીં)—એવો હોવાથી અમે આ લખાણને ‘સર્વોદય’ એવું નામ આપ્યું છે.

Satyagrahashram no Itihas

by Gandhiji

સત્યાગ્રહાશ્રમ એ આધુનિક ભારતનો એક અદ્ભુત ધાર્મિક-સામાજિક પ્રયોગ છે. રાજનીતિ અને અર્થનીતિ બંનેમાં ક્રાંતિ કરનારો છે. એનું સાચું અને વિગતવાર બયાન દુનિયા આગળ આવવું જ જોઈએ.

Aarogyani chavi

by M. K. Gandhi

आरोग्य विषे सामान्य ज्ञान નામના મથાળા હેઠે મેં ઇન્ડિયન ઓપીનિયન વાંચનારાઓને સારુ દક્ષિણ આફ્રિકામાં સન 1906ની इन्डियन ओपीनियन પ્રકરણો લખેલાં. તે છેવટે પુસ્તકાકારે પ્રગટ થયેલાં. એ પુસ્તક હિંદુસ્તાનમાં તો કોઈ જ જગ્યાએ મળતું. હું દેશમાં પાછો ફર્યો ત્યારે એ પુસ્તકની બહુ માગણી થઈ. કૈ. સ્વામી અખંડાનંદજીએ તે છપાવવાની ઇચ્છા બતાવી. તેના તરજુમા હિંદની ઘણી ભાષામાં થયા. આ પુસ્તકને નવું નામ આપ્યું છે: आरोग्यनी चाबी ધ્યાન દઈને વાંચનારને અને પુસ્તકમાં આપેલા નિયમોનો અમલ કરનારને આરોગ્ય જાળવવાની ચાવી મળી રહેશે ને તેને દાક્તરોના, વૈદ્યોના કે હકીમોના ઉંબરા નહીં ભાંગવા પડે, એવી આશા હું બંધાવી શકું છું. —મો. ક. ગાંધી

Jivannu Parodh

by Prabhudas Chaganlal Gandhi

મારા બન્ને પિતામહ— જેમણે ઘરમાં સદાયે સન્માર્ગને જ પોષ્યો, જેમણે સિત્યાસી વર્ષની ઉંમર સુધી ઉત્સાહી વિદ્યાર્થીનું જીવન ગુજાર્યું, અને જેઓ છેલ્લી પળ સુધી ભગવદ્ગીતાનું જ શ્રવણ-મનન કરતાં કરતાં શાંતિપૂર્વક પોતાનું ખોળિયું ઉતારી ગયા એ મોટા બાપુજીને; તથા જેમણે સદાયે સાચી કેળવણી આપવા પાછળ પોતાના પ્રાણ પાથર્યા, જેમને એંશી વર્ષની ઉંમરે પણ જીવનના પ્રચંડ ઝંઝાવાતો વચ્ચે જુવાનના જોમથી ઘૂમતાં થાક ન જણાયો, અને જેઓ પળે પળે અનાસક્તિયોગના આચરણ દ્વારા વામનને વિરાટના, કૃપણને ઉદારના અને કાયરને પુરુષાતનના પ્રત્યક્ષ પાઠ ભણાવી ગયા, તે બાપુજીને ચરણે...

Bapu Mari Maa

by Manubahen Gandhi

કુમારી મનુબહેન ગાંધીના, भावनगर समाचारમાં પ્રસિદ્ધ થયેલા આ ડઝનેક લેખો વાંચનારને પસંદ પડ્યા વિના રહેશે નહીં. બહેન મનુનો લેખ લખવાનો, હું ધારું છું કે, આ પહેલો જ પ્રયાસ છે. પૂ. બાપુજીના સ્વભાવ અને છેવટના કાર્ય પર એ સારો પ્રકાશ નાખે છે એ એનું મહત્ત્વ છે. 1946ના અંતમાં પોતે પૂ. બાપુજી જોડે નોઆખાલીમાં જોડાયાં ત્યારથી એણે ત્યાંની ડાયરી પણ રાખી છે. તેનો કેટલોક ભાગ शिक्षण अने साहित्यમાં ક્રમશ: આવે છે. નોઆખાલીનું મિશન શરૂ થયું ત્યારથી પૂ. બાપુજી સાથે એ જ એક કાયમનાં સાથી હતાં, એ કારણથી એની નોંધ બહુ મહત્ત્વની થશે, અને વાચક એ બહેનને આ લખવા માટે ધન્યવાદ આપ્યા વિના રહેશે નહીં. પૂજ્ય બાપુજી જાતે જ બહેન મનુની ‘મા’ બન્યા હતા. આથી પુસ્તકના નામનો ખુલાસો થશે.

Ramnam

by M. K. Gandhi

રામનામ વિશેની શ્રદ્ધાનું બીજ ગાંધીજીના અંતરમાં રોપનાર તેમની દાઈ રંભા હતી. એ વિશેનો ઉલ્લેખ ગાંધીજીએ પોતે ‘આત્મકથા’માં કર્યો છે. બચપણમાં અંતરમાં રોપાયેલું એ બીજ ગાંધીજીની સાધનાનાં વર્ષો દરમિયાન ઉત્તરોત્તર વિકસતું ગયું. આધ્યાત્મિક, માનસિક અને શારીરિક, ત્રણે પ્રકારની મુશ્કેલીઓમાં રામનામ માણસનો સૌથી મોટો આધાર બને છે એવી શ્રદ્ધા ગાંધીજીએ પોતાનાં લખાણોમાં વારંવાર વ્યક્ત કરી છે. છેવટનાં વર્ષોમાં નિસર્ગોપચારનું કામ માથે લીધા બાદ તેમણે ઘણી વાર લખ્યું છે કે શરીરના વ્યાધિઓને શમાવવાનો રામબાણ કુદરતી ઇલાજ રામનામ છે.

Nitya Manan

by M. K. Gandhi

રોજ રોજ મનન કરવા જેવા આ સુવિચારો ગાંધીજી રોજ એક એક કરીને, તા. 2.-11-’44થી શરૂ કરી, લગભગ બે વરસ સુધી નિયમથી લખતા હતા. આમ લખવાની શરૂઆત તેમણે શ્રી હિંગોરાણી કરીને એક ભાઈ ઘરભંગના દુ:ખથી ઘવાયા હતા તેમના મનની શાંતિ નિમિત્તે કરી હતી. આ વિચારોમાંથી (તા. 2.-11-’44 થી 19-4-’45 સુધીનો) પહેલો હપતો શ્રી હિંગોરાણીએ મૂળ હિંદીમાં છપાવ્યો છે. મૂળ હિંદી સાથે તેનો ગુજરાતી અનુવાદ નવજીવને અગાઉ પ્રસિદ્ધ કર્યો હતો અને તેને વાચકો તરફથી સારો આવકાર મળ્યો હતો. આ આવૃત્તિમાં માત્ર ગુજરાતી ભાષામાં જ આ વિચારો આપ્યા છે.

Shreyarthini Sadhana

by Narhari Dwarakadas Parikh

"મરહૂમ કિશોરલાલભાઈ મરનારાંની પાછળ તેમનાં સ્મારકો, જીવનચરિત્રો વગેરે કરવાની વિરુદ્ધ હતા. મરણ પૂર્વે થોડાં વર્ષ અગાઉ ‘મરણવિધિ’ નામના એમના એક લેખે જબ્બર પ્રસિદ્ધિ મેળવેલી. પણ એમના અવસાન પછી આ જીવનચરિત્ર લખાવા અંગેની ચર્ચામાં એક શ્રદ્ધેય મુરબ્બીની દલીલે ચુસ્ત વલણવાળા મિત્રોને નિરુત્તર કર્યા?: ‘પોતાના દેશકાળ અને સમકાલીન સમાજને પોતાના પ્રખર વિચારબળ, અવિરત કર્મયોગ અને નિર્મળ ચારિત્ર્યગુણોથી પ્રભાવિત કરનાર વ્યક્તિઓ અને વિભૂતિઓનાં જીવનચરિત્રો ન લખવાં તો શું વ્યસની, દુરાચારી, સટોડિયા, કાળાબજારિયા કે સિનેમા સ્ટારનાં જ ચરિત્રો લખીલખાવીને પ્રજાને ઉચે ચડાવવાની આશા રાખવી?” આ પછી સ્વર્ગસ્થના નિકટતમ મિત્ર અને જીવનભરના સાથી શ્રી નરહરિભાઈએ આ ચરિત્ર લખવાનું માથે લીધું. ... *** આ ગ્રંથરૂપે શ્રી નરહરિભાઈએ કરેલા ચરિત્રનિરૂપણ વિશે તેમ જ તેની રચના વિશે લખવાની ધૃષ્ટતા ન કરું. એમના જેવા સમત્વશીલ અને નિકટતમ સાથીએ જાતે અપંગ છતાં અત્યંત પ્રેમ અને ભાવથી આવડો પરિશ્રમ ખેડીને આ ચરિત્ર લખવાનું માથે લીધું અને શુષ્ક લેખાતા વિષયોની રજૂઆતમાં પણ classic (ક્લાસિક)નો દરજ્જો પામેલી એમની અનેક ગ્રંથરચનાઓમાં એક નિર્મળ શાંત classic (ક્લાસિક)નો ઉમેરો કર્યો એથી વધુ અનુરૂપ અને સોહામણું બીજું શું હોઈ શકે? જે યોગ્યતાપૂર્વક કિશોરલાલભાઈએ ગાંધીજીની પાછળ ‘હરિજન’ પત્રોનું સંપાદન કર્યું તે જ યોગ્યતાપૂર્વક નરહરિભાઈએ ચરિત્રગ્રંથનું નિર્માણ કર્યું છે. —સ્વામી આનંદ"

Satya Ej Ishwar Chhe

by Mahatma Gandhi

પોતાના જીવનનાં પુખ્તમાં પુખ્ત ગણાય એવાં ત્રીસ વરસના ગાળા દરમ્યાન વિવિધ પ્રસંગોએ ગાંધીજીને પોતાના હૃદયમાંથી સચોટ રીતે બોલતા અગર લખતા આ પુસ્તકમાં વાચક જોશે. અનેક મોટી મોટી સિદ્ધિઓ મેળવનાર એક આધુનિક જમાનાના પુરુષે ઈશ્વર તેમ જ ધર્મના વિષયમાં જે કંઈ વિચાર્યું તે બધું આજના કપરા કાળમાં ભણેલાંગણેલાં સ્ત્રીપુરુષોને પોતાની કેળવણીને માટે ઉપયોગી થયા વિના નહીં રહે... આપણા રાષ્ટ્રપિતા કેવા પ્રકારના પુરુષવિશેષ હતા તે સમજવા માગનારે આ પુસ્તક વાંચવું જાઈએ. આપણાં શાસ્ત્રોમાં અથવા બીજા ધર્મગ્રંથોમાં નવ હોય એવું ધર્મ વિશેનું કંઈ પણ શીકવાની કોઈને ઈચ્છા ન હોય એમ બને. પણ જેમને ચાહતા હતા અને આપણું રાષ્ટ્ર જેમનું ઋણી છે એવા અને વિરલ મહાપુરુષના માનસના એક પાસાનું આપણને અહીં દર્શન થાય છે.

Sardar Ni Anubhav Vani

by Mukulbhai Kalarthi

સરદારશ્રીના વ્યક્તિત્વનું સાચું દર્શન કરવું હોય તો એમની એ અનુભવપૂત વાણીમાં વ્યક્ત થતા જીવનપ્રેરક સત્યનો પરિચય કરવો જ રહ્યો. આ દૃષ્ટિને લક્ષમાં રાખીને પ્રસ્તુત પુસ્તિકામાં એ અનુભવ-વાણીને તારવીને સમયના ક્રમ અનુસાર ગોઠવીને આપવા નમ્ર પ્રયત્ન કર્યો છે.

Ba ane Bapu

by Mukul Kalarthi

મારી સ્ત્રી પ્રત્યેનો મારો ભાવ હું વર્ણવી શકું તો હિંદુ ધર્મ પ્રત્યેનો મારો ભાવ વર્ણવી શકું. મારી સ્ત્રી મારા અંતરને જે રીતે હલાવે છે તે રીતે દુનિયાની બીજી કોઈ સ્ત્રી હલાવી શકે એમ નથી. એક અતૂટ મમતાના બંધનની ભાવના અહોરાત્ર મારા અંતરમાં જાગ્રત છે. —બાપુ મારા જેવો પતિ તો કોઈને દુનિયામાં પણ નહીં હોય. મારા પતિને લીધે તો હું આખા જગતમાં પૂજાઉં છું. —બા

Darubandhi Koi Pan Bhoge

by M. K. Gandhi

દારૂબંધી–કોઈ પણ ભોગે પુસ્તક એ ગાંધીજીના લખાયેલા લેખોનું સંપાદન છે. અફીણ અને શરાબ એ શેતાનનાં બે હથિયાર છે જે વડે તે પોતાના લાચાર ગુલામોને નશો ચઢાવી પાગલ બનાવે છે. — મહાત્મા ગાંધી

Dev ane Danav

by Jitendra Desai

માનવશરીરમાં દૈવી અને આસુરી વૃત્તિઓ વચ્ચે ચાલતા સંગ્રામને આત્મનિરીક્ષણ કરી શબ્દસ્થ કરવામાં આવે તો કદાચ એ નોંધ ડૉ. જેકિલની નોંધપોથી જેવી થાય. વાર્તાકારે ખૂબી કરી માનવશરીરમાં ચાલતા દૈવી અને આસુરી વૃત્તિના સંગ્રામને, એક જ વ્યક્તિનાં બે જુદાં સ્વરૂપ કલ્પી, પ્રગટ કરી બતાવ્યો છે, જ્યારે આપણે માનવસ્વરૂપે એ સંગ્રામ સતત અનુભવીએ છીએ. ક્યારેક આપણે દાનવને દબાવી દઈએ છીએ, ક્યારેક તે આપણને દબાવી દે છે. આ દાનવની જેમ દેવ પણ માનવશરીરમાં પડેલો છે. દૈવી વૃત્તિનો વિકાસ મનુષ્યને દેવની નજીક લઈ જાય છે. બધા દેવ ન થઈ શકે, દેવની નજીક પહોંચવાનું પણ કેટલાક માટે અશક્ય થઈ પડે; પણ દાનવને દબાવી રાખી, તેના પર વિજય મેળવવાનો સતત પ્રયત્ન તો સૌ કરી શકે. એ કાજે જ આ જીવન હોવું જોઈએ. અને તેમ પણ ન થાય તો એક કવિએ ગાયું છે તેમ, ‘હું માનવી માનવ થાઉં તો ઘણું’ એ સંકલ્પ તો હોવો જ જોઈએ. અસ્તુ.

Murakhraj Ane Tena Be Bhaio

by M. K. Gandhi

ટોલ્સ્ટોયની સુપ્રસિદ્ધ વાર્તા—ધિ સ્ટોરી ઓફ ઇવાન ધિ ફૂલની આ ગુજરાતી અનુકૃતિ પ્રગટ કરતાં અમને આનંદ થાય છે. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે ટોલ્સ્ટોયનાં લખાણોનો તેમણે ઘણો અભ્યાસ કર્યો હતો. તેમાંથી તેમણે આ વાર્તાનો ગુજરાતી અનુવાદ કરી પુસ્તિકા રૂપે પ્રગટ કરેલો...ગાંધીજીએ સાદી અને સહેલી ભાષામાં અનુવાદ કર્યો છે, જેનો પૂરો લાભ એક બાળક પણ લઈ શકશે. ગાંધી-વિચાર સમજવામાં આ પુસ્તિકા ઉપયોગી સિદ્ધ થશે એવી આશા છે.

Rip Van Winkle

by Jitendra Desai

વૉશિંગ્ટન ઇર્વિંગ કૃત ‘રિપ વાન વિંકલ’ પરથી સરળ વાર્તારૂપે રજૂ. આ પુસ્તકમાં આપેલી વાત વૉશિંગ્ટન ઇર્વિંગે લખેલી ‘રિપ વાન વિંકલ’ની વાતનો અક્ષરશ: અનુવાદ નથી. પણ તેમાં મૂળ વાર્તાના કથાનકને આધારે અને તેનો રસ જાળવી રાખી, આખી વાર્તા, તેમાં ઝાઝી છૂટછાટ લીધા વિના, સરળ ગુજરાતીમાં મેં મારી રીતે ઉતારેલી છે. - જિતેન્દ્ર ઠાકોરભાઈ દેસાઈ

Chup Nahi Rahevay

by Chandrshankar Shukla

આ પુસ્તકમાં ટૉલ્સ્ટૉયના જુદે જુદે વખતે ને જુદા જુદા અનેક વિષય પર લખેલા કેટલાક નિબંધોનો અનુવાદ આપેલો છે. આત્માને જીવનદીપ બનાવી તે બતાવે તે રસ્તે ચાલવું; ધર્માચરણ કરતાં રાજાની નહીં પણ રામની આણ માનવી, ને તેમ કરતાં જે કષ્ટો ને યાતનાઓ વેઠવાં પડે તે વેઠવાં; બૂરાઈનો—હિંસાનો—પ્રતિકાર બૂરાઈથી નહીં પણ ભલાઈથી—અહિંસાથી—કરવો; પ્રેમધર્મ એ જ જીવનનો સર્વોચ્ચ નિયમ છે એમ માનવું ને તેને નિરપવાદપણે અનુસરવું; ને એટલા સારુ આપણા માનવબંધુઓનું શોષણ આપણે ન કરવું, એટલું જ નહીં પણ બીજાઓને હાથે પણ ન થવા દેવું; ને તેને માટે જીવનને શુદ્ધ, સાદું, ખડતલ ને નિષ્પાપ બનાવવું;—આ એમના કેટલાક મુખ્ય સિદ્ધાંતો તેમણે આ નિબંધો દ્વારા ઉપદેશેલા છે. ગાંધીજીના શબ્દોમાં કહીએ તો, “તેમનો ઉપદેશ આપણે કાને ધરવો ને અંતરમાં ઉતારવો ઘટે છે.” —ચંદ્રશંકર પ્રાણશંકર શુક્લ

Ek Sadhikani Jivanyatra

by Vanmala Desai

"અરબી સમુદ્રને કિનારે એ એક એકાંત સ્થળ હતું. ઊછળતાં મોજાંની ફરફર વચ્ચે ઊભી ઊભી હું એ વિશાળ તોફાની મહાસાગર તરફ તાકી રહી હતી. એટલામાં એક એકાકી શુભ્ર શ્વેત પક્ષી પાણી પરથી ઊડતું પસાર થયું. તે ક્ષણે એ પક્ષી સંસારના સાગર પરથી પસાર થતા શાંત અને અલિપ્ત આત્માના પ્રતીકરૂપ મને લાગ્યું. આપણો અંતરાત્મા પણ એવો જ નથી? જીવનની કોઈ વિરલ ક્ષણે ઊંડા આત્મજ્ઞાનની ભૂખ જાગી ઊઠે છે ત્યારે જ એની પ્રતીતિ થાય છે. આ જાતની લાગણી દરેક માણસને તેના જીવનની શરૂઆતમાં આ શું છે તેની પૂરી ખબર પણ ન હોય તોયે સ્પષ્ટ અને સાદી રીતે થાય છે. પાછળના દિવસોમાં ઈશ્વરના અનુગ્રહથી જિંદગીનાં સુખદુ:ખ તેના સાચા સ્વરૂપમાં સમજાતાં જાય છે ત્યારે કંઈક અંશે સભાન સમજણ સાથે આ ભાવના વધારે સ્પષ્ટ બને છે. મોતીની માળાની દોરી દરેક મોતીમાંથી પસાર થાય છે અને છેવટે તેના બન્ને છેડા જોડાઈ જાય છે તેમ આ ભાવ જિંદગીમાં એકધારો ચાલ્યો આવે છે."

Aagaman (Avarchin Padyakrutino Abhayash) Semester 3 - Kutch University Guidebook: આગમન (અર્વાચીન પઘકૃતિનો અભ્યાસ) સેમિસ્ટર 3 - કચ્છ યુનિવર્સિટી ગાઈડબુક

by Kutch University

આ પુસ્તક ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના જૂન: 2016 - 17 થી અમલમાં આવેલા નવા અભ્યાસક્રમ (CBCS) અનુસાર પ્રથમ વર્ષ બી.એ. ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે.

Akhil Gujrat Sangeet Vidhyapith Pathykram Tatha Niymavali: અખીલ ગુજરાત સંગીત વિદ્યાપીઠ પાઠયક્રમ તથા નિયમાવલી

by Akhil Gujrat Sangeet Vidhyapith

અખિલ ગુજરાત સંગીત વિદ્યાપીઠ વેરાવળ દ્રવારા નિર્મિત પુસ્તકમાં પરીક્ષાના નિયમો, લેખિત પરીક્ષાની પદ્ધતિ, પરીક્ષા વાર સમય મર્યાદા, કેન્દ્ર્રોની મંજુરીના નિયમો તેમજ સંગીત પ્રારંભિક થી અલંકાર પૂર્ણ સુધીનો અભ્યાસક્રમ ગાયન તથા સ્વરવાધ અને તબલા નો આપેલ છે તેમજ પ્રારંભિક થી અલંકાર પૂર્ણ સુધીનો અભ્યાસક્રમ કથ્થક નૃત્ય અને ભરતનાટ્યમ નૃત્ય નો આપેલ છે.

Refine Search

Showing 1 through 25 of 581 results