Browse Results

Showing 51 through 75 of 581 results

Tran Sadhuo

by Unus Aagaskar

આ પુસ્તક દુનિયાના મુખ્ય મુખ્ય ધર્મોની બોધકથાઓ તોમ જ ધર્મગુરુઓ અને પયગંબરોનાં જીવનની સાચી ઘટનાઓને રજૂ કરતી સચિત્ર પુસ્તિકાઓ પ્રસિદ્ધ કરવાની યોજનાના ભાગ રૂપે હિંદુસ્તાની સાહિત્ય સભા અને નવજીવન ટ્રસ્ટે પ્રસિદ્ધ કરેલ ‘સહુને માટે સાહિત્ય’નો એક ભાગ છે. નવું વાંચતા સીખેલા આબાલવૃદ્ધ સહુ કોઈને આ પુસ્તિકાઓ વાંચવી ગમશે એવી અમને આશા છે. મુખ્ય હેતુ બાળકોમાં વિશ્વના પ્રાચીન વારસા અને જીવન મૂલ્યો સ્થાપિત થાય તે છે.આ વાતો ની રજૂઆતની ખૂબી એ છે કે તેમાં સીધો ઉપદેશ ક્યાંય નથી. જીવનના વ્યવહાર અને અનુભવોને વણી લેતી આ વાતો સહુ કોઈને સરળતાથી સમજાય અને યાદ રહી જાય તેવી છે. એટલે જ આ શ્રેણીને ‘સહુને માટે સાહિત્ય’નું નામ આપ્યુ છે.

Tolstoy Ni 23 Vartao

by Leo Tolstoy

ટૉલ્સ્ટૉયે આ ત્રેવીસ વાર્તાઓને પોતાનાં સર્વોત્તમ સર્જનોમાં ગણાવી છે. એ વાર્તાઓમાં માનવહ્રદયના ગંભીરતમ ભાવોનું એમણે અદ્ભુત કૌશલથી યથાતથ ચિત્રણ કર્યું છે. આ વાર્તાઓમાં માનવમાં વસતી શુભાશુભ લાગણીઓનું, માનવમનમાં મચી રહેતા દેવાસુર-સંગ્રામનું બયાન ટૉલ્સ્ટૉયે પોતાની અનુપમ વાણીમાં આપ્યું છે. ગુજરાત સરકાર તરફથી બાળસાહિત્યનાં પુસ્તકોને અપાતા પુરસ્કારમાં 1972માં આ પુસ્તકને દ્વિતીય પુરસ્કાર મળ્યો હતો.

Tatvagyan class 11 - GSTB: તત્વજ્ઞાન ધોરણ ૧૧ - જીએસટીબી

by Shri Mehta Mukundbhai Dave Shobhanabhan Shah Raja Dave Shri Rawal

પ્રસ્તુત પાઠ્યપુસ્તક માં 10 પાઠ આપેલ છે અને 10 સ્વાધ્યાય આપેલ છે સાથે ૪૦ મનોયત્ન પણ આપેલ છે.

Tatvagyan class 12 - GSTB

by Gstb

Education book

Swami Vivekananda

by Shri Swami Adhyatmanand Sarswati

સ્વામી વિવેકાનંદ એ નવજીવન દ્વારા પ્રકાશિત સંતવાણી ગ્રંથાવલિનું તૃતીય પુસ્તક છે. સંતવાણી ગ્રંથાવલિ એ ભારતના મહાનુભાવોના જીવન અને વિચારને વાચક સુધી પહોંચાડવાનો નવજીવન ટ્રસ્ટનો નમ્ર પ્રયાસ છે.

Swami Shivananda Saraswati

by Shivanand Adhrvyu

સ્વામી શિવાનંદ સરસ્વતી (હૃષીકેશ) એ નવજીવન દ્વારા પ્રકાશિત સંતવાણી ગ્રંથાવલિનું સત્તાવીસમું પુસ્તક છે. સંતવાણી ગ્રંથાવલિ એ ભારતના મહાનુભાવોના જીવન અને વિચારને વાચક સુધી પહોંચાડવાનો નવજીવન ટ્રસ્ટનો નમ્ર પ્રયાસ છે.

Swami Muktanand

by Shri Jamanalal J. Halatwala

સ્વામી મુક્તાનંદ એ નવજીવન દ્વારા પ્રકાશિત સંતવાણી ગ્રંથાવલિનું છવ્વીસમું પુસ્તક છે. સંતવાણી ગ્રંથાવલિ એ ભારતના મહાનુભાવોના જીવન અને વિચારને વાચક સુધી પહોંચાડવાનો નવજીવન ટ્રસ્ટનો નમ્ર પ્રયાસ છે.

Swami Chidananda Saraswati

by Shivanand Adhrvyu

સ્વામી ચિદાનંદ સરસ્વતી એ નવજીવન દ્વારા પ્રકાશિત સંતવાણી ગ્રંથાવલિનું અટ્ઠાવીસમું પુસ્તક છે. સંતવાણી ગ્રંથાવલિ એ ભારતના મહાનુભાવોના જીવન અને વિચારને વાચક સુધી પહોંચાડવાનો નવજીવન ટ્રસ્ટનો નમ્ર પ્રયાસ છે.

Sukhi Rajkumar

by Vandana Bhartiya

આ પુસ્તક દુનિયાના મુખ્ય મુખ્ય ધર્મોની બોધકથાઓ તોમ જ ધર્મગુરુઓ અને પયગંબરોનાં જીવનની સાચી ઘટનાઓને રજૂ કરતી સચિત્ર પુસ્તિકાઓ પ્રસિદ્ધ કરવાની યોજનાના ભાગ રૂપે હિંદુસ્તાની સાહિત્ય સભા અને નવજીવન ટ્રસ્ટે પ્રસિદ્ધ કરેલ ‘સહુને માટે સાહિત્ય’નો એક ભાગ છે. નવું વાંચતા સીખેલા આબાલવૃદ્ધ સહુ કોઈને આ પુસ્તિકાઓ વાંચવી ગમશે એવી અમને આશા છે. મુખ્ય હેતુ બાળકોમાં વિશ્વના પ્રાચીન વારસા અને જીવન મૂલ્યો સ્થાપિત થાય તે છે.આ વાતો ની રજૂઆતની ખૂબી એ છે કે તેમાં સીધો ઉપદેશ ક્યાંય નથી. જીવનના વ્યવહાર અને અનુભવોને વણી લેતી આ વાતો સહુ કોઈને સરળતાથી સમજાય અને યાદ રહી જાય તેવી છે. એટલે જ આ શ્રેણીને ‘સહુને માટે સાહિત્ય’નું નામ આપ્યુ છે.

Strio ane Strijivan ni Samasyao

by Mahatma Gandhi

ગાંધીજીમાં સ્ત્રીનું હૃદય હતું. તેથી સ્ત્રીઓ પોતાના દિલની વાત વિના સંકોચે તેમને કહી શકતી હતી. ગાંધીજીમાં હિંદની સ્ત્રીઓએ પોતાના સાથી અને તારણહારનાં દર્શન કર્યાં છે. સ્ત્રીઓનો આવો અખૂટ વિશ્વાસ સંપાદન કરવાથી ગાંધીજી તેમની પાસેથી મહાન કામો કરાવી શક્યા. સ્ત્રીપુરુષના સંબંધો વિશે કંઈક વિચિત્ર અને ચોખલિયા વિચારો હિંદુ સમાજમાં તે કાળે પ્રવર્તતા હતા. ગાંધીજીએ તેમાં ક્રાન્તિકારી ફેરફારો કર્યા. પવિત્ર અને તંદુરસ્ત વાતાવરણમાં તેઓ કેમ રહી શકે, સમાનતા અને સ્વતંત્રતા કેવી રીતે જાળવી શકે, અને સ્વચ્છ અને પવિત્ર સામાજિક જીવન કેવું હોય તેનું ઉત્તમ દૃષ્ટાંત આશ્રમ જીવન દ્વારા ગાંધીજીએ રાષ્ટ્રને ચરણે ધરીને સ્ત્રીઆલમની ઉત્તમ સેવા કરી છે. ગાંધીજી પાસે સ્ત્રીનું —માતાનું હૃદય હતું. તેથી જ એક સત્યનિષ્ઠ અને લોકોત્તર સમાજસેવક તરીકે તેમણે સ્ત્રીઓને દોરવણી આપી. ગાંધીજીનાં આ લખાણોનો સંગ્રહ ગુજરાત અને ખાસ કરીને ગુજરાતની સ્ત્રીઓ વધાવશે એવા વિશ્વાસ સાથે તે ગુજરાતની પ્રજા સમક્ષ રજૂ કરું છું.

Stories of Rasadhara Part-2: રસાધારાની વાર્તાઓ ભાગ-૨

by Zahverchand Meghani

પ્રસ્તુત વાર્તા સંગ્રહમાં ઝવેરચંદ મેઘાણીએ આપણાં લોકજીવનને, સંસ્કૃતિને અને મૂલ્યોને દર્શાવતી અનેક કૃતિઓ અહિયાં રચેલી છે.

Stories of Rasadhara Part-1: રસાધારાની વાર્તાઓ ભાગ-૧

by Zahverchand Meghani

પ્રસ્તુત વાર્તા સંગ્રહમાં ઝવેરચંદ મેઘાણીએ આપણાં લોકજીવનને, સંસ્કૃતિને અને મૂલ્યોને દર્શાવતી અનેક કૃતિઓ અહિયાં રચેલી છે

Siyalani Savarno Tadako Semester 1 - Kutch University Guidebook: શિયાળાની સવારનો તડકો સેમિસ્ટર ૧ - કચ્છ યુનિવર્સિટી ગાઈડબુક

by Vadilal Dagli

આ પુસ્તક ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના જૂન: 2016 - 17 થી અમલમાં આવેલા નવા અભ્યાસક્રમ (CBCS) અનુસાર પ્રથમ વર્ષ બી.એ. ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે.

Sitaharan

by Chandrashankar Sukla

રામાયણની કથા ઘણે કહેવાતી સાંભળી છે, રામાયણની કથાના સાર ઘણા જોયા છે, અને મૂળ રામાયણ તથા આધુનિક રામાયણો પણ ઘણાં જોયા છે, પણ તેમાંના એકેમાં ભાઈ ચંદ્રશંકરના રામાયણમાં જે ભૂમિકા રચીને કથા કહેવામાં આવી છે તે નથી. ગ્રહો અને નક્ષત્રો ધોળે દિવસે શોભતાં નથી. તેની ખરી શોભા પ્રગટ કરવા માટે આકાશનો દિનવર્ણો પટ કામ નથી આવતો. તેને માટે તો રજનીવર્ણા પટની આવશ્યકતા છે. આપણી કથાઓમાં રામજન્મથી જ આરંભ કરવામાં આવે છે. વાલ્મીકિમાં પણ રામજન્મથી જ આરંભ થાય છે, ત્યારે રામ, લક્ષ્મણ, ભરત અને સીતાની કથા દિનવર્ણા પટ ઉપર રજૂ થતી હોય એવું ભાસે છે. એ કથાનું શાંત નિર્મળ તેજ ભાઈ ચંદ્રશંકરે ચીતરેલા ત્રણ ભાઈઓના, બ્રાહ્મણ-ક્ષત્રિયોની અવનતિના, પૃથ્વીની પીડાના આછા અને ઘેરા રજનીવર્ણા પટ ઉપર કાંઈક અનેરી છટાથી પ્રગટ થાય છે. અને આ પુસ્તકની મોટામાં મોટી વિશેષતા એ જ છે.

Shriramkrishna Paramhansa

by Shri Swami Adhyatmanand Sarswati

શ્રીરામકૃષ્ણ પરમહંસ એ નવજીવન દ્વારા પ્રકાશિત સંતવાણી ગ્રંથાવલિનું દ્વિતીય પુસ્તક છે. સંતવાણી ગ્રંથાવલિ એ ભારતના મહાનુભાવોના જીવન અને વિચારને વાચક સુધી પહોંચાડવાનો નવજીવન ટ્રસ્ટનો નમ્ર પ્રયાસ છે.

Shrimad Rajchandra

by Shrimati Taruben Aacharya

શ્રીમદ્ રાજચંદ્ર એ નવજીવન દ્વારા પ્રકાશિત સંતવાણી ગ્રંથાવલિનું અઢારમું પુસ્તક છે. સંતવાણી ગ્રંથાવલિ એ ભારતના મહાનુભાવોના જીવન અને વિચારને વાચક સુધી પહોંચાડવાનો નવજીવન ટ્રસ્ટનો નમ્ર પ્રયાસ છે.

Shri Swami Ramdas (Kanhangad-Kerala)

by Shri Maganlal Pandya

શ્રી સ્વામી રામદાસ (કનહનગઢ-કેરાલા) એ નવજીવન દ્વારા પ્રકાશિત સંતવાણી ગ્રંથાવલિનું સોળમું પુસ્તક છે. સંતવાણી ગ્રંથાવલિ એ ભારતના મહાનુભાવોના જીવન અને વિચારને વાચક સુધી પહોંચાડવાનો નવજીવન ટ્રસ્ટનો નમ્ર પ્રયાસ છે.

Shri Rang Avadhut

by Jayantilal Acharya

શ્રી રંગઅવધૂત એ નવજીવન દ્વારા પ્રકાશિત સંતવાણી ગ્રંથાવલિનું ચોવીસમું પુસ્તક છે. સંતવાણી ગ્રંથાવલિ એ ભારતના મહાનુભાવોના જીવન અને વિચારને વાચક સુધી પહોંચાડવાનો નવજીવન ટ્રસ્ટનો નમ્ર પ્રયાસ છે.

Shri Ranchhoddasji Maharaj

by Damayanti Valji Sejpal

શ્રી રણછોડદાસજી મહારાજ એ નવજીવન દ્વારા પ્રકાશિત સંતવાણી ગ્રંથાવલિનું ત્રેવીસમું પુસ્તક છે. સંતવાણી ગ્રંથાવલિ એ ભારતના મહાનુભાવોના જીવન અને વિચારને વાચક સુધી પહોંચાડવાનો નવજીવન ટ્રસ્ટનો નમ્ર પ્રયાસ છે.

Shri Raman Maharshi

by Sri Keshavlal Shastri Vedantacharya

શ્રી રમણ મહર્ષિ એ નવજીવન દ્વારા પ્રકાશિત સંતવાણી ગ્રંથાવલિનું એકવીસમું પુસ્તક છે. સંતવાણી ગ્રંથાવલિ એ ભારતના મહાનુભાવોના જીવન અને વિચારને વાચક સુધી પહોંચાડવાનો નવજીવન ટ્રસ્ટનો નમ્ર પ્રયાસ છે.

Shri Punit Maharaj

by Pra Jaykrushna N Trivedi

શ્રી પુનિત મહારાજ એ નવજીવન દ્વારા પ્રકાશિત સંતવાણી ગ્રંથાવલિનું પચ્ચીસ પુસ્તક છે. સંતવાણી ગ્રંથાવલિ એ ભારતના મહાનુભાવોના જીવન અને વિચારને વાચક સુધી પહોંચાડવાનો નવજીવન ટ્રસ્ટનો નમ્ર પ્રયાસ છે.

Shreyarthini Sadhana

by Narhari Dwarakadas Parikh

"મરહૂમ કિશોરલાલભાઈ મરનારાંની પાછળ તેમનાં સ્મારકો, જીવનચરિત્રો વગેરે કરવાની વિરુદ્ધ હતા. મરણ પૂર્વે થોડાં વર્ષ અગાઉ ‘મરણવિધિ’ નામના એમના એક લેખે જબ્બર પ્રસિદ્ધિ મેળવેલી. પણ એમના અવસાન પછી આ જીવનચરિત્ર લખાવા અંગેની ચર્ચામાં એક શ્રદ્ધેય મુરબ્બીની દલીલે ચુસ્ત વલણવાળા મિત્રોને નિરુત્તર કર્યા?: ‘પોતાના દેશકાળ અને સમકાલીન સમાજને પોતાના પ્રખર વિચારબળ, અવિરત કર્મયોગ અને નિર્મળ ચારિત્ર્યગુણોથી પ્રભાવિત કરનાર વ્યક્તિઓ અને વિભૂતિઓનાં જીવનચરિત્રો ન લખવાં તો શું વ્યસની, દુરાચારી, સટોડિયા, કાળાબજારિયા કે સિનેમા સ્ટારનાં જ ચરિત્રો લખીલખાવીને પ્રજાને ઉચે ચડાવવાની આશા રાખવી?” આ પછી સ્વર્ગસ્થના નિકટતમ મિત્ર અને જીવનભરના સાથી શ્રી નરહરિભાઈએ આ ચરિત્ર લખવાનું માથે લીધું. ... *** આ ગ્રંથરૂપે શ્રી નરહરિભાઈએ કરેલા ચરિત્રનિરૂપણ વિશે તેમ જ તેની રચના વિશે લખવાની ધૃષ્ટતા ન કરું. એમના જેવા સમત્વશીલ અને નિકટતમ સાથીએ જાતે અપંગ છતાં અત્યંત પ્રેમ અને ભાવથી આવડો પરિશ્રમ ખેડીને આ ચરિત્ર લખવાનું માથે લીધું અને શુષ્ક લેખાતા વિષયોની રજૂઆતમાં પણ classic (ક્લાસિક)નો દરજ્જો પામેલી એમની અનેક ગ્રંથરચનાઓમાં એક નિર્મળ શાંત classic (ક્લાસિક)નો ઉમેરો કર્યો એથી વધુ અનુરૂપ અને સોહામણું બીજું શું હોઈ શકે? જે યોગ્યતાપૂર્વક કિશોરલાલભાઈએ ગાંધીજીની પાછળ ‘હરિજન’ પત્રોનું સંપાદન કર્યું તે જ યોગ્યતાપૂર્વક નરહરિભાઈએ ચરિત્રગ્રંથનું નિર્માણ કર્યું છે. —સ્વામી આનંદ"

Sheth Jindas

by Veena Shah

આ પુસ્તક દુનિયાના મુખ્ય મુખ્ય ધર્મોની બોધકથાઓ તોમ જ ધર્મગુરુઓ અને પયગંબરોનાં જીવનની સાચી ઘટનાઓને રજૂ કરતી સચિત્ર પુસ્તિકાઓ પ્રસિદ્ધ કરવાની યોજનાના ભાગ રૂપે હિંદુસ્તાની સાહિત્ય સભા અને નવજીવન ટ્રસ્ટે પ્રસિદ્ધ કરેલ ‘સહુને માટે સાહિત્ય’નો એક ભાગ છે. નવું વાંચતા સીખેલા આબાલવૃદ્ધ સહુ કોઈને આ પુસ્તિકાઓ વાંચવી ગમશે એવી અમને આશા છે. મુખ્ય હેતુ બાળકોમાં વિશ્વના પ્રાચીન વારસા અને જીવન મૂલ્યો સ્થાપિત થાય તે છે.આ વાતો ની રજૂઆતની ખૂબી એ છે કે તેમાં સીધો ઉપદેશ ક્યાંય નથી. જીવનના વ્યવહાર અને અનુભવોને વણી લેતી આ વાતો સહુ કોઈને સરળતાથી સમજાય અને યાદ રહી જાય તેવી છે. એટલે જ આ શ્રેણીને ‘સહુને માટે સાહિત્ય’નું નામ આપ્યુ છે.

Shantino Dost

by Deepa Agarwal

Find out who is shanti's secret friend in this beautiful story.

Seva Paropakar: સેવા પરોપકાર

by Dada Bhagwan

આની પાછળનું ગહન વિજ્ઞાન એ છે કે જયારે કોઈ પોતાના મન, વચન, અને કાયા બીજાને મદદ કરવા માટે વાપરે છે ત્યારે તેની પાસે બધું જ હશે; તેને કદી ભૌતિક સવલત અને સાંસારિક સુખોની કમી નહિ થાય. પરોપકારી સ્વભાવથી ધર્મની શરૂઆત થાય છે. તમે બીજાને માટે કંઈ પણ કરો તેજ ક્ષણથી સુખની શરૂઆત થાય છે. મનુષ્ય ભવનો હેતુ ભવોભવના બંધનને તોડી અને કર્મોના બંધનથી શાશ્વત મુક્તિ ( મોક્ષ ) મેળવવાનો છે. તેનો હેતુ સંપૂર્ણ થવાનો છે,- પૂર્ણ જ્ઞાની થવાનો છે; આત્મજ્ઞાન મેળવવાનો છે. અને જો આત્મજ્ઞાન મેળવવાની તક ના મળે તો જીવન બીજા માટે જીવવું. પોતાને જે ભેગો થાય તેને સુખ આપવાનું પરમ પૂજ્ય દાદાશ્રીના જીવનનું મુખ્ય લક્ષ્ય હતું. તેમણે પોતાના સુખનો કદી વિચાર જ કર્યો ન હતો. બીજા લોકોના દુઃખો કેમ હળવા થાય તેના ઉપાયો તેઓ કરતાં. તેથી જ કરુણા અને અસામાન્ય દૈવી ગુણોવાળું અધ્યાત્મ જ્ઞાન “અક્રમ વિજ્ઞાન” તેમની અંદર પ્રગટ થયું. બીજાને મદદ કરી સુખી થવાની, યથાર્થ સમજણ મેળવવા વાંચો....

Refine Search

Showing 51 through 75 of 581 results